Posts

Showing posts from January, 2021

જાણો શું છે remote voting project..

Image
*UPDATE:-* *Remote Voting Project: देश में कहीं भी वोट डाल सकेंगे लोग, चुनाव आयोग कर रहा है इस परियोजना पर काम* लोगों को एमपी-एमएलए के चुनाव में वोट डालने के लिए अब अपने गांव, क्षेत्र में जाने की जरूरत नहीं होगी. चुनाव आयोग (Election Commission of India) एक ऐसी योजना पर काम कर रहा है, जिसके बाद लोग शहर में रहते हुए भी अपने पैतृक स्थानों के लिए वोट डाल पाएंगे.  रिमोट वोटिंग पर देश में होगा मॉक ट्रायल मुख्य चुनाव आयुक्त सुनील अरोड़ा (Sunil Arora) ने बताया कि चुनाव आयोग (Election Commission India) ने इस परियोजना को रिमोट वोटिंग (Remote Voting Project) का नाम दिया है. इसके लिए जल्द ही देश भर में मॉक ट्रायल की शुरुआत की जाएगी.  रिमोट वोटिंग के प्रोजेक्ट पर रिसर्च शुरू हुई राष्ट्रीय मतदाता दिवस पर मीडिया को संबोधित करते हुए सुनील अरोड़ा ने कहा कि IIT मद्रास और अन्य संस्थानों के साथ मिलकर रिमोट वोटिंग के प्रोजेक्ट पर पहले ही रिसर्च शुरू हो गया है. वोटर को देश के किसी भी मतदान केंद्र पर वोट देने की योजना पर आयोग काम कर रहा है.

25 મી જાન્યુઆરી યુવા મતદાતા દિવસની ઉજવણી ગોપીનાથજી મહિલા કોલેજ માં.

Image
પ્રેસ રિપોર્ટર : જીજ્ઞેશ ચુડાસમા. 25 મી જાન્યુઆરી યુવા મતદાતા દિવસની ઉજવણી ગોપીનાથજી મહિલા કોલેજ માં.  ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં 25 મી જાન્યુઆરી યુવા મતદાતા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે ,ત્યારે સિહોર મામલતદાર કચેરી દ્વારા મામલતદારશ્રી નીનામા સાહેબના અધ્યક્ષ સ્થાને ,ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યુવા મતદાતાઓની ઉપસ્થિતિમાં તેમજ  ટ્રસ્ટી શ્રી રમેશભાઈ રાઠોડ,પ્રિન્સીપાલ શ્રી યોગેશભાઈ જોશી વગેરેની ઉપસ્થિતિમાં વિશિષ્ટ સમજણ અને બૂથ લેવલે કામ કરતા બી.એલ.ઓ શિક્ષકશ્રીઓ અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.                નાયબ મામલતદાર સાહેબ શ્રી હેમરાજસિંહ વાળાએ નિષ્પક્ષ, નીડર અને મુક્ત મતદાર થાય એવા યુવાઓને શપથ લેવડાવ્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપિકા આરતીબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યું. અને આભારવિધિ એન.એસ.એસ. કોર્ડિનેટર અક્રમભાઈ ડેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.

મહુવા તાલુકા મા આજે અમૃત ખેડૂત બજાર નું લોકાર્પણ

Image
મહુવા તાલુકા મા આજે અમૃત ખેડૂત બજાર નું લોકાર્પણ  રિપોર્ટર. રાજકુમાર પરમાર તસ્વીર-રાજકુમાર પરમાર મહુવા તા,24 મહુવા તાલુકામાં પણ ભાવનગર ની જેમ અમૃત ખેડૂત બજાર નું લોકાર્પણ થયું જે ખેડૂત મિત્ર કૃત્રિમ ખેતી કરવા માગતા હોય જે ખેડૂત કૃત્રિમ ખેતી કરતા હોય પણ કૃત્રિમ ખેતી નું નોલેજ ના અને નોલેજ લેવા માગતા હોય તેના માટે મહુવા ગાંધી બાગ પાણી ટાંકા સ્વિમિંગ પુલ ની સામે લોકાર્પણ થયું છે

મહુવા મા છ મહિના થી ફરાર બાબજી મોબાઇલ ના માલિક પોલીસ સકંજામાં

Image
મહુવા મા છ મહિના થી ફરાર બાબજી મોબાઇલ ના માલિક પોલીસ સકંજામાં  રિપોર્ટર. રાજકુમાર પરમાર મહુવા તા,24 મહુવા તાલુકામાં છ મહિના થી ફરાર બાબજી મોબાઈલ ના માલિક તાહેરઅલી અકબરઅલી જે મહુવા મા કેટલાય મોબાઈલ દુકાન ના માલિક ના રૂપિયા લયને ફરાર થઈ ગયો હતો જેની મહુવા પોલીસ સ્ટેશન ફરિયાદ થય હતી જે ને આજે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરોલ ફ્લો સ્કવોર્ડ એ ઝડપી પાડયો જેમાં એલ સી બી ના હેડ કોન્સ્ટેબલ જે. આર. ગોહિલ, એમ. પી. ગોહિલ, વી. બી. ખુમાણ, તરુણ ભાઈ નાદવા, ભદ્વેષ ભાઈ પંડયા, અરવિંદ ભાઈ બારૈયા, હરિતસિંહ ગોહિલ જોડાયા હતા

ભાવનગર :વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે લોહિયાળ બન્યો છે.

Image
ભાવનગર :વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે લોહિયાળ બન્યો છે.  આજે સવારે ભાવનગર અમદાવાદ હાઇવે પર થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. પીપળી વટામણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જે કારને અકસ્માત થયો છે તે તેલંગાણા પાસિંગની કાર હતી.  પ્રાપ્ત માહિતી અનુસાર, પીપળી વટામણ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. જોકે, આ કાર તેલંગણા પાસિંગની હોવાનું સામે આવ્યું છે. તેલંગાણા પાસિંગની કારમાં 5 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે.         *રિપોર્ટર:-એ કે સોલંકી*

અમદાવાદ સફરજનની આડમાં કાશ્મિરથી લવાતા 35 લાખથી વધુના ચરસનો જથ્થો ઝડપાયો, પાંચની ધરપકડ

Image
* અમદાવાદ સફરજનની આડમાં કાશ્મિરથી લવાતા 35 લાખથી વધુના ચરસનો જથ્થો ઝડપાયો, પાંચની ધરપકડ * ગુજરાતના બંને યુવકો પાસેથી 2.58 લાખ રોકડા મળ્યા હતા. 23.700 ગ્રામ કાશ્મીરી ચરસ સાથે ત્રણ કાશ્મીરી યુવકો અમદાવાદ સુધી પહોંચ્યા હતા.

રાજકોટ શહેરમાંથી થયેલ ચોરી થયેલબુલેટ સાથે આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Image
*✳રાજકોટ શહેરમાંથી થયેલ ચોરી થયેલબુલેટ સાથે આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ✳* ✳💫નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી,જયપાલસિંહ રાઠોડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી કે.બી.જાડેજા તથા પો.સબ ઇન્સ.શ્રી આર.વી.ભીમાણી અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ. ✳💫ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફનાં માણસો ઉપરોકત સુચના અન્વયે ભાવનગરનાં પાલીતાણા ડીવીઝન વિસ્તાર માં વણશોધાયેલ શોધાયેલ ચોરીનાં ગુન્હા ઓનાં શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન શિહોર ટાણા ચોકડીએ આવતાં *અનિરૂધ્ધસિંહ ગોહિલ હેડ કોન્સ., એલ.સી.બી,ભાવનગરનાં ઓને બાતમીરાહે હકિકત મળેલ કે,રાજકોટ નો એક ઇસમ ખાખી કલરનાં ચોરાવ બુલેટ સાથે ઘાંઘળીથી શિહોર તરફ આવે છે.* જે બાતમી આધારે શિહોર- ઘાંઘળી રોડ રેલ્વે ફાટક પાસે વોચમાં રહેતાં ઉપરોકત બાતમીનાં વર્ણનવાળા નંબર પ્લેટ તથા ચાવી વગરનાં બુલેટ સાથે પરેશ ઉર્ફે બાદલ ઓઘડભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે.બસ સ્ટેન્ડ ની બાજુમાં,પારડી,શાપર-વેર...

મહુવા તાલુકા મા ગાંધી બાગ થી કુબેરબાગ સુધી નો રોડ અતિશય ખરાબ હાલત મા

Image
મહુવા તાલુકા મા ગાંધી બાગ થી કુબેરબાગ સુધી નો રોડ અતિશય ખરાબ હાલત મા  -રિપોર્ટર રાજકુમાર પરમાર તસ્વીર-રાજકુમાર પરમાર મહુવા તા,22 મહુવા તાલુકામાં ઘણા સમય ગાંધી બાગ થી કુબેર બાગ અને કુબેર બાગ થી હેવન હોટલ સુધી રોડ એકદમ ખરાબ હાલત મા છે અત્યારે તે રસ્તા ઉપર થી જઈ તો તેવું લાગે જાણે જંગલમાં ઊંટ સવારી કરતા હોય પણ તંત્ર કે નગર પાલિકા ના અધિકારીઓ ને તો જાણે મહુવા ના રહીશો ને પરવા ના હોય તેમ અજાણ છે અને કોઈ પણ જાતનું ધ્યાન આપતું નથી તેવા પેવેલિયન શાક માર્કેટ જવાના રસ્તા ઉપર કેટલાય સમય થી ભૂવો પડી ગયો છે તે પણ હજી સુધી પુરાણ કર્યો નથી જયારે રહીશો પાસે થી ટેક્સ લેવાનો હોય ત્યારે નોટિસ મોકલે ટેક્સ બાકી છે પણ જ્યારે રોડ રસ્તા બનાવવા ના હોય ત્યારે જાણે અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે થોડા સમય જ પહેલા રસ્તો બનાવવા નું કામ શરુ તો કર્યું પણ ખાલી જુના બગીચા ચોક થી વાસી તળાવ અને સિટીઝન ગેસ્ટહાઉસ થી હોટલ હેવન સુધી રસ્તો બનાવી પડતો મૂક્યો જ્યારે ગાંધી બાગ થી કુબેર બાગ હેવન હોટલ સુધી નો મેન રોડ છે દરરોજ તે રોડ ઉપર મામલતદાર,ડેપ્યુટી કલેકટર બીજા અસંખ્ય અધિકારીઓ ન...

મહુવા તાલુકા મા ડિમોલેશન ની કામગીરી હાથ ધરાય.

Image
મહુવા તાલુકા મા ડિમોલેશન ની કામગીરી હાથ ધરાય -રિપોર્ટર રાજકુમાર પરમાર તસ્વીર-રાજકુમાર પરમાર મહુવા તા,20 મહુવા તાલુકામાં ઘણા સમય પછી મહુવા નગરપાલિકા દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરાય જેમાં હેવન હોટલ થી લય ને નેસવડ ચોકડી સુધી ડિમોલેશન કરાયું જેમાં મહુવા નગરપાલિકા ના ચીફ ઓફિસર તથા બીજા સ્ટાફ ગણ પણ જોડાયા હતા સાથે મહુવા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાય જેમાં મહુવા સ્ટેશન પિ આઇ ઝાલા સાહેબ મહુવા ના પિ એસ આઇ સુમરા મેડમ પિ એસ આઇ ગોહિલ સાહેબ તથા સમગ્ર પોલીસ સ્ટાફ જોડાયો હતો સાથે સાથે મહુવા PGVCL પણ જોડાયું અને જે ગેરકાયદેસર બાંધકામ હતા તેમાં થી વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું રોડ પર થી આવેલા લારી ગલ્લા હટાવી રોડ ને પહોળો કરાયો જે થી ટ્રાફિક જામ ના પ્રશ્નો ના રહે તે માટે અને અહીં ડાયમંડ નગર આવેલું હોવાથી સાંજ ના સમયે જ્યારે રત્ન કલાકારો છૂટે ત્યારે ટ્રાફિક જામ ના પ્રશ્નો વધારે રહેવાને કારણે આજે ડિમોલેશન હાથ ધરાયું હતું આજ રીતે હજી મહુવા સિટી મા ગાંધી બાગ થી વાસી તળાવ રોડ, ગાંધી ના પૂતળા થી મેઘદૂત સિનેમા, કુબેર બાગ પાસે પણ ડિમોલેશન થાય તો રોડ ...

ભોરડુંમાં થતાં ગેરકાયદેસર ખનનનું કવરેજ કરવા ગયેલા પત્રકાર પર જાનલેવા હુમલાનો પ્રયાસ કરાતા ચકચાર .

Image
ભોરડુંમાં થતાં ગેરકાયદેસર ખનનનું કવરેજ કરવા ગયેલા પત્રકાર પર જાનલેવા હુમલાનો પ્રયાસ કરાતા ચકચાર  આવા લુખ્ખા તત્વો સામે કોઈ કાર્યવાહી કરાશે કે કેમ..? સરકાર ભલે ગેરકાયદેસર રીતે ખનન કરી સરકારને નુકશાન પહોંચાડતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની કડક સૂચનાઓ આપતી હોય પરંતુ કેટલાક માથાભારે તત્વો સુધરવા તૈયાર નથી, ત્યારે થરાદ તાલુકાના ભોરડું ગામે ગેરકાયદેસર રીતે થતા ખનનનું કવરેજ કરવા ગયેલા એક પત્રકાર પર જાન લેવા હુમલાનો પ્રયાસ કરાયો હતો, જોકે જયાં ત્યાં ગેરકાયદેસર રીતે ખનન કરી સરકારને નુકશાન પહોંચાડતા શખ્સોએ જાણે કે રોફ જમાવતા હોય તેમ મનસ્વી રીતે ખનન કરી રહ્યા હોઈ થરાદના પત્રકાર મહેન્દ્રભાઈ ઓઝા જેઓ ગત રોજ ભોરડું ગામે કવરેજ કરવા જતાં ત્યાં કરશનભાઈ અદાભાઈ પટેલ નામનો શખ્સ ત્યાં ધસી આવી જેમ તેમ વાણીવિલાસ કરી તેમને મારી નાખવાના ઈરાદાથી ગાડી પાછળ કરી હતી પરંતુ જેમતેમ કરીને ગાડીથી શખ્સનો પીછો છોડાવ્યો હતો. ત્યારે આ બાબતે અરજદાર મહેન્દ્રભાઈ ઓઝાએ થરાદ આવી થરાદ પોલીસ મથકે લેખિતમાં અને મામલતદાર, ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર ખાતે રજુઆત કરી હતી, જોકે આ બાબતે થરાદ પોલીસ આવા માથાભારે તત્વો સામે કોઈ ...

મહુવા શહેર ના અર્બન હેલ્થ સેન્ટર- 2 ખાતે "કોરોના વોરીયર્સ" આરોગ્ય કર્મચારીઓ નું સન્માન.

Image
મહુવા શહેર ના અર્બન હેલ્થ સેન્ટર- 2 ખાતે "કોરોના વોરીયર્સ" આરોગ્ય કર્મચારીઓ નું સન્માન. રિપોર્ટર રાજકુમાર પરમાર  તસ્વીર-રાજકુમાર પરમાર  મહુવા તા.18  તાજેતર માં મહુવા શહેર ના અર્બન હેલ્થ સેન્ટર- 2 ખાતે "કોરોના વોરીયર્સ" આરોગ્ય કર્મચારીઓ નું સન્માન ગુજરાત ના લબ્ધપ્રતિષ્ઠિત કવિ શ્રી કરશનદાસ લુહાર , ગુજરાત કર્મચારી હિત રક્ષક મંડળ ના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા, મંગલમૂર્તિ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ હડીયા, હોમ ગાર્ડ ઓફિસર કમાન્ડિગ શ્રી હરિભાઈ વાઘ, મેડિકલ ઓફિસર ડો.શ્રી દક્ષિતાબેન જોશી, શિશુભારતી સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર અને કવિ શ્રી પિયુષભાઈ લુહાર  નાં હસ્તે અને ‌ગુજરાત કર્મચારી હિત રક્ષક મંડળ ના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા દ્વારા સન્માન નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સફળ બનાવવા માટે કરણભાઈ વાઘેલા, કમલેશભાઈ ચૌહાણ,નાવરબહેન વગેરે એ જહેમત ઉઠાવી હતી.

અમદાવાદ કેવડિયા જનસતાબ્દી એક્સપ્રેસ ટ્રેન માં વિશેષ વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યોપી.એમ મોદીએ ટ્વિટ કરી અમદાવાદ થી કેવડિયા આવનાર ટ્રેનના ફોટા શેર કર્યા હતા

Image
અમદાવાદ કેવડિયા જનસતાબ્દી એક્સપ્રેસ ટ્રેન માં વિશેષ વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો પી.એમ મોદીએ ટ્વિટ કરી અમદાવાદ થી કેવડિયા આવનાર ટ્રેનના ફોટા શેર કર્યા હતા ૧૭ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ નર્મદા જિલ્લા ના કેવડિયા ખાતે નવું નિર્માણ પામેલ ભારત નું પ્રથમ ગ્રીન રેલવેસ્ટેશન નું વડાપ્રધાન મોદી ના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનાર પ્રવાસીઓ રેલ માર્ગે સરળતાથી કેવડિયા આવી સકશે આ સાથેજ કેવડિયા થી વિવિધ ૦૮ રૂટ ની ટ્રેન ને વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે પ્રસ્થાન કરાવ્યું હતું ઉપરાંત અમદાવાદ, વડોદરા થી સંતો મહંતો ઉચ્ચ અધિકારીઓ સહિત ના લોકો ટ્રેન મારફતે કેવડિયા આવ્યા હતા તેમનું પણ ભવ્ય સ્વાગત કરાયું હતું વડાપ્રધાન મોદીએ અમદાવાદ થી કેવડિયા આવનાર જન શતાબ્દી એક્સપ્રેસ પ્રથમ ટ્રેનના વિસ્ટાડોમ કોચના ફોટો ટ્વિટ કર્યા હતા તે ટ્રેન કેવડિયા આવી પોહોંચી હતી આ કોચ ખાસ પ્રકારે ડિઝાઇન કરાયો છે જેમાં પ્રવાસીઓ સફર ની સાથે બહાર નો કુદરતી નજારો માણી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે આ ડબ્બા ની છત ઉપર મોટા ટ્રાન્સપરન્ટ કાચ લાગવાયા છે જેમાંથી પ્રવાસીઓ બહાર નો નજારો માણી શકે ઉપરાંત સ્મોક ડિટેક્...

ભાવનગર માં આજે તારીખ ૧૬/૦૧/૨૦૨૧. ના રોજ ભાવનગર મા છ સ્થળો પર કોરોના રસીકરણ શરૂ કરવામાં આવી...

Image
ભાવનગરમાં આજે છ સ્થળો પર કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ જેમાં આખલોલ જકાતનાકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભાવનગર ખાતે ભાવનગર ના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ડો.ભારતીબેન શિયાળ ની વિશેષ ઉપસ્થિતિ માં શુભારંભ કરવામાં આવ્યો અને વિભાવરી બેન દવે,જીતુભાઇ વાઘાણી જુદા જુદા સેન્ટર પર ઉપસ્થિતિ રહ્યા હતાં. *પ્રથમ દિવસે ભાવનગર જિલ્લામાં કુલ 409 લોકોએ મેળવ્યું કોરોના વેક્સીનનું સુરક્ષા કવચ* સમગ્ર ભારત દેશમાં આજથી રસીકરણના પ્રથમ ચરણનો પ્રારંભ થયો છે. સૌપ્રથમ આરોગ્ય સાથે સંકળાયેલા ડોક્ટર્સ, મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફને રસી આપવાનું નિર્ધારિત કરાયું છે. ભાવનગર જિલ્લામાં ભાવનગર શહેરમાં 3 જગ્યાએ તેમજ તલગાજરડા, બોરડા અને સોનગઢ ખાતે વેક્સિનેશનો પ્રારંભ આજરોજથી શરુ કરવામાં આવ્યો હતો. આજે પ્રથમ દિવસે ભાવનગર શહેરમાં સાંજના ૭ કલાક સુધીમાં યુ.પી.એચ.સી. શિવાજી સર્કલ ખાતે 82, યુ.પી.એચ.સી. આનંદનગર ખાતે 82 તેમજ યુ.પી.એચ.સી. આખલોલ ખાતે 51 મળીને કુલ 215 લોકોને રસી આપવામાં આવી છે. જયારે પી.એચ.સી. સોનગઢ ખાતે 71, તલગાજરડામાં 6...

અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા ના જુના માલકનેશ ના સરપંચ દ્વારા થયેલ મોટાપાયે કૌભાંડ ની એ.સી.બી.માં ફરીયાદ દાખલ થતા તકેદારી આયોગ ને તપાસ શરુ કરવા હુકમ કરતા એ.સી.બી.નિયામક.

Image
અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા ના જુના માલકનેશ ના સરપંચ દ્વારા થયેલ મોટાપાયે કૌભાંડ ની એ.સી.બી.માં ફરીયાદ દાખલ થતા તકેદારી આયોગ ને તપાસ શરુ કરવા હુકમ કરતા એ.સી.બી.નિયામક. રિપોર્ટર રાજકુમાર પરમાર  જુના માલકનેશ  ગામે સરપંચ દ્વારા વ્યાપકપણે ભ્રષ્ટાચાર  થતો હોવાથી અરજદાર અને જાગૃત પ્રેસ રિપોર્ટર મુકેશભાઈ વાઘેલા ને જાણ થતા અને બ્લોક ના ચાલુ કામમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાથી જાણ થતા સ્થળ તપાસ કરવા તાલુકા વિકાસ અધીકારી ને લેખીત માં જાણ કરવામાં આવી જેથી તાલુકા વિકાસ અધિકારીએ રુબરુ તપાસ કરતા મોટાપાયે કૌભાંડ.ભ્રષ્ટાચાર સામે આવેલ હોય જેથી તાલુકા વિકાસ અધિકારી સાહેબ દ્વારા તાત્કાલિક કામ બંધ કરવા હુકમ કરેલ અને સરપંચ દ્વારા કરેલ જુના કામો જેમકે ગટરલાઈન-સ્ટ્રીટલાઈટ-શમશાન ની દિવાલ-પાણી નો ટાકો  તેમજ આર.સી.સી.રોડ તેમજ વગેરે કામો ની રુબરુ માં તાલુકા વિકાસ અધિકારી સાહેબે તપાસ કરતા અનેક કૌભાંડ આચરેલ હોય જેનું પંચરોજ કરી અને અરજદાર દ્વારા એ.સી.બી નિયામક ને લેખીતમાં ફરીયાદ દાખલ કરેલ જેથી મદદનીશ મુ.મ.લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો.ગુજરાત રાજ્ય. અમદાવાદ વતી એ પંચાયત સચિવ ગ્ર...

આયુવૈદિક ઔષધીયૉથી બનાવેલ પીપીઈ કીટ મૈત્રી ક્લિનિક દ્વારા વિના મૂલ્ય વિતરણ અને કોવીડ 19 વિષર પર સેમીનાર.

Image
*આયુવૈદિક ઔષધીયૉથી બનાવેલ પીપીઈ કીટ મૈત્રી ક્લિનિક દ્વારા વિના મૂલ્ય વિતરણ અને કોવીડ 19 વિષર પર  સેમીનાર* બારર્ડોલી આયુર્વેદ એસોસિયેશન અને ઉમરાખ મલ્ટીનેશનલ સુપર હોસ્પિટલ સંયુકત ઉપક્રમે આયોજિત,  પોસ્ટ કોવીડ 19 વિષય સેમિનાર નું આયોજન કરવા આવ્યુ હતુ. આ સમારંભ મા બારડોલી આયુર્વેદ એસોસિયેશન ના પ્રમુખ શ્રી ડો નિખિલ જોષીએ મહેમાનો, ડોકટર મિત્રો ,અને પેરામેડિકલ  સ્ટાફ ન પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયુ હતુ.આ સમારંભ માં બારડોલી આયુર્વેદ એસોસિયેશન પ્રમુખ શ્રી જોષીએ ઉમરાખ હોસ્પિટલના સીઈઓ ડોકટર અજય ભાઈ પટેલ અને મુખ્ય મહેમાન સ્પીકર શ્રી ડોકટર પિયાંક મોદી,શ્રી ડો ઘવલભાઈ ચૌઘરી,શ્રી ડો અતુલ ભાઈ દેસાઈ વગેરે ડોક્ટરો એ રોગ કોવીડ 19 વિશે ના નોલેજ અને અનુભવો નુ આદાનપ્રદાન કર્યુ હતુ.ઉમરાખ હોસ્પીટલ ના સીઈઓ ડો અજય ભાઈ દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ની ફેસીલીટ અને કોવીડ ની જાણકારી આપી હતી ડો અતુલ ભાઈ  દ્વારા આયુર્વેદિક દવાઓ  વાયરસ ઉપર ઘણા સારા પરિણામોના રીસર્ચ પેપર વ્યક્ત કર્યુ હતુ અને તેમણે જણાવ્યા અનુસાર આયુર્વેદિક ના સિધ્ધાંત થી બધી વ્યક્તિઓ કોરોના  સામે સ્વસ્થ જીવન વ્ય...

salangpur darshan botad/ mjnews /

Image
*સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા ને શસ્ત્રો શણગાર કરવામાં આવ્યો*  બોટાદ જીલ્લામાં આવેલ વિશ્વપ્રસિધ્ધ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા ને પવિત્ર ધર્નુમાસ અમાસ નિમિત્તે શાસ્ત્રી  સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા મંદિર ના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ના માર્ગદર્શન થી તા,13"1"2021 ને બુધવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા ને શસ્ત્ર નો શણગાર કરવામાં આવ્યો.જેમાં મંદિર ના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા મંગળા આરતી સવારે 5:30 કલાકે અને શણગાર આરતી સવારે 7 કલાકે કરવામાં આવી હતી.હનુમાનજી દાદા ને શસ્ત્ર શણગાર અંતર્ગત તલવાર,ઢાલ,ગદા,ત્રિશુળ,ધારીયુ,અંકુશ સહિત 108 પ્રકારના વિવિધ શસ્ત્રો ધરાવવામાં આવ્યા હતા.આ ભક્તોની રક્ષાકાજે હનુમાનજી દાદા ને હથિયાર ધારણ કર્યા હતા.આ અલૌકિક દર્શન નો હજારો હરિભક્તો એ ઘરે બેઠા ઓનલાઈન દર્શન કર્યા હતા.અને ધન્યતા અનુભવી હતી.જ્યરે આવતીકાલે તા,14"1"2021 શે મકરસંક્રાંતિ (ઉતરાયણ) પુણ્યકાળ પતંગ ઉત્સવ શણગાર કરવામાં આવશે.           *રિપોર્ટર:-એ કે સોલંકી*

શિહોરની પીએનઆર સોસાયટીના બ્રહ્મસમાજના અગ્રણી દ્વારા ઉત્તરાયણ કીટ આપીને બાળકોને ખુશ કર્યા

Image
રિપોર્ટ=મૂળશંકર જાળેલા  તસ્વીર = અશોકભાઈ ઢીલા શિહોર  *શિહોરની પીએનઆર સોસાયટીના બ્રહ્મસમાજના અગ્રણી દ્વારા ઉત્તરાયણ કીટ આપીને બાળકોને ખુશ કર્યા* સિહોર ની પી એન આર સોસાયટી દવારા ચાલતા વિકલાંગ કેન્દ્ર માં આજરોજ સિહોર બરમહસમાજ ના અગ્રણી શ્રી અજયભાઈ શુક્લ. શ્રી મહેશભાઈ દવે અને રઘુભાઈ હુબલ દવારા વિકલાંગ બાળકો ને ઉતરણ નિમિત્તે ઉત્તરણ કીટ આપી બાળકો ને ખુશ કરેલ જેમાં પતંગ ફીરકી રમકડાં અને તલપાક શીંગપાક સહિત ની વસ્તુ ઓ આપેલ  આમ પી એન આર સોસાયટીમાં બાળકો ને કીટ આપતા ખુશખુશાલ થયેલ  તયારે અજયભાઈ શુકલ દવારા જણાવામાં આવ્યુ કે બાળકો માટે કોઈ પણ જરૂરિયાત હોઈ તયારે અમારો સપર્ક કરવા કહેલ પી એન આર સોસાયટી દવારા આભાર વ્યક્ત કરેલ

જીવની પરવા કર્યા વિના 'રાષ્ટ્રીય પક્ષી' મોર ને બચાવનાર અગિયાળી ગામના પોલીસ કોન્સ્ટેબલ ને સલામ।

Image
સૌરાષ્ટ્ર સેતુ રિપોર્ટર જીજ્ઞેશ ચુડાસમા  *જીવની પરવા કર્યા વિના 'રાષ્ટ્રીય પક્ષી' મોર ને બચાવનાર અગિયાળી ગામના પોલીસ કોન્સ્ટેબલ ને સલામ* ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી ગામમાં રહેવાસી , ભાવનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા, કોન્સ્ટેબલ ભાવેશભાઇ દવે સવારે પોતાના ઘરે હતા,આ સમયમાં વાડીના ખેત શ્રમિકે કુવામાં અકસ્માતે પડેલ મોર ને જોતા જ સમય સુચકતા વાપરી ,એના સંપર્ક માં રહેનાર કોન્સ્ટેબલ ભાવેશભાઇ ને જાણ કરી કે "બાલાભાઈ જાની ની વાડી માં અકસ્માતે મોર પડ્યો છે." વાત સાંભળતા જ ભાવેશભાઇ કોઈ જીવદયા પ્રેમીને જાણ કરે એ સ્થળ પર પહોંચે ત્યાં સમય વીતી જશે તો, પછી પછતાવો કરવાનો કોઈ અર્થ નહી,આ વિચાર આવતા જ,પોતાનો જીવ ની પરવા કર્યા વગર ભાવેશભાઇ એના મિત્રો અને બાલાભાઈ જાની ની સહિયારી મદદ વડે , ૭૦ ફુટ ઉંડા કુવામાં રસ્સા વડે ઉતરીને સુરક્ષિત રીતે કુવામાંથી બહાર કાઢી ,એક રાષ્ટ્રીય પક્ષી મોર ને બચાવી લેવાયો હતો...                  એક ક્ષણનો વિલંબ ના કરતા, જીવના જોખમે કરેલ કામગીરીને ગ્રામજનો તેમજ ચોતરફ આ વાત પ્રસરતા, પ્રજાજનોએ હરખથી કોન્સ્ટેબલ ની પ્ર...

ભંડારીયા સમાચાર / bhandariya // mjnews // 12/01/2021

Image
રિપોર્ટર:જીજ્ઞેશ ચુડાસમા      *ભંડારિયા કે.વ.ની મેલકડી પા.શાળા ના બાળકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ તેમજ લાડુનું વિતરણ કરાયું* તા.11/1/2021 ના રોજ પ્રા.શૈક્ષિક મહાસંઘ તા.ભાવનગર ના પ્રા.શિક્ષક સભ્યશ્રીઓ, દાતાશ્રીઓના સહયોગથી ભંડારીયા કે.વ.ની મેલકડી પ્રા.શાળા ના બાળકો ને ઉત્તરાયણ નિમિત્તે પતંગ તથા લાડુનું વિતરણ કરી ખુશી વહેંચી હતી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન /પ્રાંત મંત્રીશ્રી મહેશભાઈ મોરી સાહેબ તથા ભાવનગર જીલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી વિજયભાઈ આહિર તથા ભાવનગર તા.ના વાલીશ્રી મુકેશભાઈ પનોત તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર ના સભ્યશ્રી ઓ તેમજ શાળાના આચાર્ય શ્રી મનીષભાઈ તથા ચકુરભાઈ જાંબુચા તેમજ મિત્રો દ્વારા આ સુંદર મજાના પતંગ વિતરણના સુબોધ કાર્યક્રમ ને,બાળકોના આનંદ/ઉલ્લાસ સાથે પ્રકૃતિ ના સાનિધ્યમાં ,બાલકિશનદાસ બાપુના આશિર્વાદ વચનો થકી સફળ બનાવવા બદલ, સમગ્ર સંગઠનનો હ્રદયપુર્વક આભાર...

થરાદ . સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ. /mjnews

Image
થરાદ ભાજપા સહયોગી સંગઠન  તાલુકા ગ્રુપ દ્વારા  સ્વામી વિવેકાનંદજીની  જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી...  થરાદ ભાજપા સહયોગી સંગઠન તાલુકા ગ્રૂપ અને શહેર  યુવા મોરચો દ્વારા બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને બાઇક રેલી યોજી સ્વામી વિવેકાનંદ જીની પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી   સ્વામી વિવેકાનંદજીની 158 મી જન્મ જયંતિ  નિમિતે એપીએમસી ખાતેથી ભાજપ હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા  બાઈક રેલી સ્વરૂપે હાઇવે ચાર રસ્તા થી રેફરલ ત્રણ રસ્તા મુખ્ય માર્ગે બાઇક રેલી પસાર થઈ ગૌરવ પંથ રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ જીની પ્રતિમાને પુષ્પાજલી અર્પર્ણ કરી હતી      જેમાં  યુવા મોરચાના પદાધિકારી યુવા અધ્યક્ષ નગાભાઈ એમ પટેલ, થરાદ યુવા મહાસચિવ ચૌધરી ચેતનભાઈ ઘેસડા  બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, દાનાભાઈ માળી તેમજ સન્માનનીય સિનિયર આગેવાનો  વડીલો  પાર્ટી ના હોદેદારો કારોબારી ના ભાજપા સહયોગી સંગઠન થરાદ તાલુકા ના સદસ્યો સભ્યો આયામ ના કન્વીનરો શકતિ પીઠ /શકતિ કેન્દ્ગ ના પ્રમુખ શ્રીઓ દરેક મોરચાના પદાધિકારીઓ અને પાર...

રાજુલાની જે એ સંઘવી સ્કુલમાં ધોરણ ૧૦ અને ૧૨ નો અભ્યાસક્રમ રાબેતા મુજબ શરૂ કરાયો

Image
રાજુલા તા:-૧૧/૦૧/૨૦૨૧ રીપોર્ટ :- મહેશ વરૂ દ્વારા. રાજુલાની જે એ સંઘવી સ્કુલમાં ધોરણ ૧૦ અને ૧૨ નો અભ્યાસક્રમ રાબેતા મુજબ શરૂ કરાયો. સરકારી ગાઇડ લાઇન ના અમલ સાથે વિદ્યાર્થીઓ હાજરી આપી હતી.રાજુલા સહિત સમગ્ર અમરેલી જિલ્લામાં છેલ્લા દસ એક મહિનાથી કોરોના મહામારી ને લઈને શાળાઓ બંધ રહેવા પામી હતી જોકે રાજ્ય સરકારના શાળાઓને ચાલુ કરવાના નિર્ણય બાદ સોમવારથી સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ માં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ જ્યારે રાજુલામાં શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓ એ કોરોના ના નિયમોના પાલન સાથે અભ્યાસક્રમનો પ્રારંભ કર્યો હતો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કોરોના ના પગલે છેલ્લા દસ મહિનાથી શાળાઓ બંધ હતી જ્યારે ગત રોજ રાજ્ય સરકારના નિર્ણય બાદ રાજુલા શહેરમાં આજથી ધોરણ -૧૦ અને ૧૨ ની શાળાઓ શરૂ કરવામાં આવી છે શહેરમાં ચાલતી સરકારી તેમજ ખાનગી શાળાઓ ને એક દિવસ અગાઉ શાળાના સંચાલકો દ્વારા આખી શાળામાં સેનેટાઇજ કરવામાં આવી હતી અને આજ થી શરૂ થયેલ આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ ને સરકારની ગાઈડ લાઈન મુજબ એક રુમ મા એક બેન્ચ પર એક વિદ્યાર્થી બેસીને અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવા માં આવી હતી અન...

સિહોરમાં મકરસંક્રાંતિ પર્વે ને માત્ર ત્રણ દિવસ બાકી હોય મંદીના માહોલ જોવા મળ્યા.

Image
સિહોરમાં મકરસંક્રાંતિ પર્વે ને માત્ર ત્રણ દિવસ બાકી હોય મંદીના માહોલ જોવા મળ્યા શિહોરમાં પતંગ  પર્વ નેઉત્તરાયણને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે પતંગ રસિયાઓએ તૈયારી કરી દીધી છે પરંતુ હજુ પતંગ દોરીની બજારમાં જોવા જોવા માહોલ ન હોવાની ચર્ચા વેપારીઓમાં થઈ રહી છે અંતિમ દિવસોમાં ઘરાકી નીકળશે તેવી વેપારીઓને આશા છે કોરોનાની મહામારી પગલે ઉત્તરાયણ પર્વમાં મંદીનો માહોલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને કોરોનાની મહામારી પગલે ઘણા લોકો ની આર્થિક,માનસિક સ્થિતિ કફોડી થઈ ગઈ છેતેથી તેની અસર પર્વ પર પડતી હોય છે હજુ ઘરાગી ઓછી હોવાથી વેપારીઓમાં કચવાટ જોવા મળ્યો છે હજુ બે-ત્રણ દિવસમાં ઘરાગીથી નીકળે એવી આશા બંધાઈ રહી છે. સૌરાષ્ટ્ર સેતુ પ્રતિનિધિ .મૂળશંકર જાળેલા તસ્વીર= અશોકભાઈ ઢીલા સિહોર

gujrati film na nirmata kandoliya bandhu sihor ni mulakate.

Image
*ગુજરાતી ફિલ્મ "હવે ક્યારે મળીશું " ના નિર્માતા અને વિલન 'કંડોલિયા બંધુ' સિહોરની મુલાકાતે* એક પછી એક સુપર હિટ ગુજરાતી ફિલ્મ આપનાર કંડોલિયા ફિલ્મ્સ દ્વારા નિર્મિત ફિલ્મ હવે ક્યારે મળીશું  અને આ અગાઉ તેમણે 'કેમ રે ભુલાઈ સાજણ તારી પ્રીત' , 'સાજણ પ્રીતની જગમાં થાશે જીત' જેવી ધમાકેદાર ફિલ્મો બનાવી ગુજરાતી ફિલ્મ ઉધોગને એક અલગ દિશા આપી છે. આ તમામ સફળતમાં બે કંડોલિયા બંધુઓની જુગલ જોડી પાયાના પથ્થર સમી રહેલી છે.  ગુજરાતી ફિલ્મ 'હવે ક્યારે મળીશું' માં જીગ્નેશ બારોટ (કવિરાજ), રાજદિપ બારોટ, પ્રિનલ ઓબોરોય તેમજ મેઈન વિલન તરીકે પ્રેમ કંડોલિયાએ દિલધડક રોલ નિભાવીને ખૂબ જ મોટી લોકચાહના મેળવી છે.  ફિલ્મના નિર્માતા હર્ષદ કંડોલિયા અને વિલનનું પાત્ર ભજવનાર પ્રેમ કંડોલિયાએ સિહોર ખાતે જીગ્નેશ કંડોલિયા દ્વારા આયોજિત એક નાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમયે નિર્માતા અને અદાકાર પ્રેમ કંડોલિયા એ ગુજરાતી ફિલ્મોના સંઘર્ષ અને વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મ ની દશા અને દિશા વિશે ખુલ્લા મને ચર્ચાઓ કરી હતી. વિલન પ્રેમ કંડોલિયા અને નિર્માતા હર્ષદ કંડોલિયા ...