ભાવનગર ના વિજયરાજનગરમા સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે
~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ભાવનગર ના વિજયરાજનગરમા સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે. રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૂથ્વીરાજસિંહ જાડેજા એ પત્ની બીનાબા અને બે દીકરીઓ નદીનીબા(ઉ.વ.18)અને યશસ્વીબા(ઉ.વ.11)સાથે સામૂહિક આપઘાત કયૉ છે.રિવોલ્વરમાંથી તમામે ફાયરિંગ કરી જિંદગી ટુંકાવી લીધાનું જાણવા મળ્યું છે.ઘટનાને પગલે પોલીસ નો કાફલો દોડી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.જો કે,એકજ રિવોલ્વરમાંથી પરિવાર ચાર સભ્યો કેવી રીતે એકસાથે ફાયરિંગ કરી આત્મહત્યા કરી શકે તે મૂંઝવતો સવાલ પોલીસમાં ઉઠ્યો છે. એકજ રિવોલ્વરમાંથી ચાર વ્યક્તિ આપઘાત કેવી રીતે કરી શકે? એકજ રિવોલ્વરમાંથી એક જ પરિવારના ચાર સભ્યો ફાયરિંગ કરી આપઘાત કેવી રીતે કરી શકે તે સવાલ ઉઠ્યો છે.કોઈ એક વ્યક્તિએ પહેલા ત્રણ વ્યક્તિ પર ફાયરિંગ કયુઁ હોય અને પછી પોતે ફાયરિંગ કરી આપઘાત કયૉ ની પણ ચચૉ લોકોમાં થઈ રહી છે. આ મુદ્દાએ પોલિસને મુંઝવણ મુકી છે. રીપોર્ટર:-એ કે સોલંકી ભાવનગર ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ સૌરાષ્ટ્ર સેતુ ન્યૂઝ પેપર તંત્રી મયુર ભાઈ જાની ૮૩૪૭૩૨૦૬૮૧ સહ તંત્રી .મૂળશંકર જાળે...