25 મી જાન્યુઆરી યુવા મતદાતા દિવસની ઉજવણી ગોપીનાથજી મહિલા કોલેજ માં.
પ્રેસ રિપોર્ટર :
જીજ્ઞેશ ચુડાસમા.
25 મી જાન્યુઆરી યુવા મતદાતા દિવસની ઉજવણી ગોપીનાથજી મહિલા કોલેજ માં.
ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં 25 મી જાન્યુઆરી યુવા મતદાતા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે ,ત્યારે સિહોર મામલતદાર કચેરી દ્વારા મામલતદારશ્રી નીનામા સાહેબના અધ્યક્ષ સ્થાને ,ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યુવા મતદાતાઓની ઉપસ્થિતિમાં તેમજ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ રાઠોડ,પ્રિન્સીપાલ શ્રી યોગેશભાઈ જોશી વગેરેની ઉપસ્થિતિમાં વિશિષ્ટ સમજણ અને બૂથ લેવલે કામ કરતા બી.એલ.ઓ શિક્ષકશ્રીઓ અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
નાયબ મામલતદાર સાહેબ શ્રી હેમરાજસિંહ વાળાએ નિષ્પક્ષ, નીડર અને મુક્ત મતદાર થાય એવા યુવાઓને શપથ લેવડાવ્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપિકા આરતીબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યું. અને આભારવિધિ એન.એસ.એસ. કોર્ડિનેટર અક્રમભાઈ ડેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.
Comments
Post a Comment