Posts

Showing posts from January 18, 2021

ભોરડુંમાં થતાં ગેરકાયદેસર ખનનનું કવરેજ કરવા ગયેલા પત્રકાર પર જાનલેવા હુમલાનો પ્રયાસ કરાતા ચકચાર .

Image
ભોરડુંમાં થતાં ગેરકાયદેસર ખનનનું કવરેજ કરવા ગયેલા પત્રકાર પર જાનલેવા હુમલાનો પ્રયાસ કરાતા ચકચાર  આવા લુખ્ખા તત્વો સામે કોઈ કાર્યવાહી કરાશે કે કેમ..? સરકાર ભલે ગેરકાયદેસર રીતે ખનન કરી સરકારને નુકશાન પહોંચાડતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની કડક સૂચનાઓ આપતી હોય પરંતુ કેટલાક માથાભારે તત્વો સુધરવા તૈયાર નથી, ત્યારે થરાદ તાલુકાના ભોરડું ગામે ગેરકાયદેસર રીતે થતા ખનનનું કવરેજ કરવા ગયેલા એક પત્રકાર પર જાન લેવા હુમલાનો પ્રયાસ કરાયો હતો, જોકે જયાં ત્યાં ગેરકાયદેસર રીતે ખનન કરી સરકારને નુકશાન પહોંચાડતા શખ્સોએ જાણે કે રોફ જમાવતા હોય તેમ મનસ્વી રીતે ખનન કરી રહ્યા હોઈ થરાદના પત્રકાર મહેન્દ્રભાઈ ઓઝા જેઓ ગત રોજ ભોરડું ગામે કવરેજ કરવા જતાં ત્યાં કરશનભાઈ અદાભાઈ પટેલ નામનો શખ્સ ત્યાં ધસી આવી જેમ તેમ વાણીવિલાસ કરી તેમને મારી નાખવાના ઈરાદાથી ગાડી પાછળ કરી હતી પરંતુ જેમતેમ કરીને ગાડીથી શખ્સનો પીછો છોડાવ્યો હતો. ત્યારે આ બાબતે અરજદાર મહેન્દ્રભાઈ ઓઝાએ થરાદ આવી થરાદ પોલીસ મથકે લેખિતમાં અને મામલતદાર, ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર ખાતે રજુઆત કરી હતી, જોકે આ બાબતે થરાદ પોલીસ આવા માથાભારે તત્વો સામે કોઈ ...

મહુવા શહેર ના અર્બન હેલ્થ સેન્ટર- 2 ખાતે "કોરોના વોરીયર્સ" આરોગ્ય કર્મચારીઓ નું સન્માન.

Image
મહુવા શહેર ના અર્બન હેલ્થ સેન્ટર- 2 ખાતે "કોરોના વોરીયર્સ" આરોગ્ય કર્મચારીઓ નું સન્માન. રિપોર્ટર રાજકુમાર પરમાર  તસ્વીર-રાજકુમાર પરમાર  મહુવા તા.18  તાજેતર માં મહુવા શહેર ના અર્બન હેલ્થ સેન્ટર- 2 ખાતે "કોરોના વોરીયર્સ" આરોગ્ય કર્મચારીઓ નું સન્માન ગુજરાત ના લબ્ધપ્રતિષ્ઠિત કવિ શ્રી કરશનદાસ લુહાર , ગુજરાત કર્મચારી હિત રક્ષક મંડળ ના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા, મંગલમૂર્તિ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ હડીયા, હોમ ગાર્ડ ઓફિસર કમાન્ડિગ શ્રી હરિભાઈ વાઘ, મેડિકલ ઓફિસર ડો.શ્રી દક્ષિતાબેન જોશી, શિશુભારતી સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર અને કવિ શ્રી પિયુષભાઈ લુહાર  નાં હસ્તે અને ‌ગુજરાત કર્મચારી હિત રક્ષક મંડળ ના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા દ્વારા સન્માન નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સફળ બનાવવા માટે કરણભાઈ વાઘેલા, કમલેશભાઈ ચૌહાણ,નાવરબહેન વગેરે એ જહેમત ઉઠાવી હતી.