Gujratnewsbvn કબડ્ડી નેશનલ ચેમ્પિયનશી૫-ર૦ર૫
" *૭ર મી સિનિયર કબડ્ડી નેશનલ ચેમ્પિયનશી૫-ર૦ર૫ અંતર્ગત અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ઘામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા ૫રિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં*" રિપોટર અનિલ પંડિત ૭રમી સિનિયર કબડ્ડી નેશનલ ચેમ્પિયનશી૫-ર૦ર૫ અતર્ગત અમદાવાદ ખાતે તા.13/07/2025 ને રવિવારના રોજ રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ઘાનું આયોજન થયેલ હતું. જેમાં સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ સિહોર માં ઘોરણ-9 અને 10 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઈઓએ રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ઘામાં ઉત્સાહભેર ભાગ લીઘેલ અને ઉત્કૃષ્ઠ દેખાવ કરેલ, આ સ્પર્ઘા ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજીત કરવામાં આવી હતી.આ રમતમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓની સમગ્ર ટીમને શાળાના સંચાલક અને ટ્રસ્ટૂીશ્રી પી.કે.મોરડિયા સાહેબ,આચાર્યશ્રી,તેમજ શાળા ૫રિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. આ સમગ્ર ટીમને રમત માટે તૈયાર કરનાર તેમના કોચ તથા મેનેજરશ્રીને ૫ણ અભિનંદન આપી પ્રોત્સાહિત કરાયા હતાં.