ભાવનગર ગોહિલવાડ પંથકમાં કમોસમી વરસાદ થી ખેતી પાકો નુકશાન ની ભીતી સર્જાય છે
ભાવનગર ગોહિલવાડ પંથકમાં કમોસમી વરસાદ થી ખેતી પાકો નુકશાન ની ભીતી સર્જાય છે ગુજરાત ના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હવે જોવા નુ એ રહ્યું કે સરકાર વિમા કંપની ના ટેન્ડર ઉચા આવતા રદ કરી ને કૂષી સહાય ની જે જાહેરાતો કરી એ ચુકવવા આવે છે કે કેમ? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ભાવનગર શહેરમાં ગુરુવારે ભાવનગર શહેર ઘોઘા, પાલીતાણા,શિહોર,તળાજા, તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. વરસાદથી પશુઓનો ખુલ્લામાં પડેલો ચોમાસુ પકવેલા ઘાસચારો પણ પલળી ગયા છે. ઘોઘા તાલુકામાં 2 ઈચ કરતા પણ વધુ વરસાદ પડયો છે એવુ જગતતાત ફાઉન્ડેશન ના પ્રદેશ અધ્યક્ષ દશરથસીહ ગોહિલ તણસા એ જણાવ્યું હતું કે તા.૧૦/૧૨/૨૦ ના સાજ ના પાચ વાગયા થી સતત ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને રાત આખી ચાલુ હતો બીજા દિવસે પણ બપોર સુધી વરસાદ ગોકળ ગતી એ ચાલુ અન્ય તાલુકા માં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. સૌરાષ્ટ્રમા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને બફારાનું પ્રમાણ જોવા મળતાં લોકો પણ અકળાયા છે. ભાવનગર જિલ્લામાં બ...