મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિક્રમ સંવત ના નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિક્રમ સંવત ના નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું* *રાજ્ય અને દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી* મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક આદ્યશક્તિ મા અંબેના દર્શન અને પૂજા અર્ચના નૂતન વર્ષ માં આજે કર્યા હતા. માતાજીના દર્શન પૂજન કર્યા બાદ મુખ્યમંત્રીશ્રી એ મીડિયા સાથેની વાતચીતમાં પ્રજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે રાજ્ય અને દેશની સલામતી સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય તેમજ કોરોના સંક્રમણ જલદીથી દૂર થાય સૌ કોઈ આ મહામારી થી મુક્ત થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે કોરોના સંક્રમણમાં થોડોક વધારો થયો છે ત્યારે લોકોને આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં અને સારી રીતે મળી રહે તે માટે તમામ વ્ય...