Posts

Showing posts from December 7, 2020

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા કૃષિ બિલ નો ઉગ્ર વિરોધ.

Image
*આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા કૃષિ બિલ નો ઉગ્ર વિરોધ.* આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ/રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા બાવળા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી ને હાલ મા કેન્દ્ર સરકાર દ્વારા લાવેલા ત્રણ કાયદા નો કિસાન વિરોધી ભાજપા સરકાર/ કાળો કાયદો રદ કરો/ હાય રે ભાજપ હાય ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું.  દિલ્હી મા દેશભરના ખેડુતો દ્નારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ કાયદો ખેડૂતો ને મંજૂર નથી. આપણા દેશમા લોકશાહી છે અને આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. આપણા ભારતીય બંધારણ મા શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાનો હક્ક સૌ નાગરિકોને આપવામાં આવ્યો છે. તો શા માટે આપશ્રીની સરકાર દ્વારા ખેડૂતો ઉપર લાઠી ચાર્જ તેમજ વોટરકેનન દ્નારા પાણીનો મારો ચલાવી દમન ગુજારવામાં આવી રહ્યું છે? કેન્દ્ર સરકાર ખેડૂતો ના હિત માટે આ કાયદો લાવવામા આવ્યો છે તેવુ કહેવામાં આવ્યું છે તો આ કાયદો જોતા આ કાયદા થી ખેડૂતો નુ હિત નહીં પરંતુ તેમનુ નુકસાન વધારે થઈ રહ્યું છે.  અને બીજું કે આ કોરોના ની મહામારી કેન્દ્ર સરકાર ને કોરોનાની મહામારી...