રાજકોટ શહેરમાંથી થયેલ ચોરી થયેલબુલેટ સાથે આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ
*✳રાજકોટ શહેરમાંથી થયેલ ચોરી થયેલબુલેટ સાથે આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ✳*
✳💫નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી,જયપાલસિંહ રાઠોડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી કે.બી.જાડેજા તથા પો.સબ ઇન્સ.શ્રી આર.વી.ભીમાણી અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
✳💫ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફનાં માણસો ઉપરોકત સુચના અન્વયે ભાવનગરનાં પાલીતાણા ડીવીઝન વિસ્તાર માં વણશોધાયેલ શોધાયેલ ચોરીનાં ગુન્હા ઓનાં શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન શિહોર ટાણા ચોકડીએ આવતાં *અનિરૂધ્ધસિંહ ગોહિલ હેડ કોન્સ., એલ.સી.બી,ભાવનગરનાં ઓને બાતમીરાહે હકિકત મળેલ કે,રાજકોટ નો એક ઇસમ ખાખી કલરનાં ચોરાવ બુલેટ સાથે ઘાંઘળીથી શિહોર તરફ આવે છે.* જે બાતમી આધારે શિહોર- ઘાંઘળી રોડ રેલ્વે ફાટક પાસે વોચમાં રહેતાં ઉપરોકત બાતમીનાં વર્ણનવાળા નંબર પ્લેટ તથા ચાવી વગરનાં બુલેટ સાથે પરેશ ઉર્ફે બાદલ ઓઘડભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે.બસ સ્ટેન્ડ ની બાજુમાં,પારડી,શાપર-વેરાવળ વિસ્તાર તા.જી.રાજકોટ વાળો મળી આવેલ.તેની પાસે રહેલ બુલેટનાં રજી.કાગળો કે આધાર રજુ કરવા કહેતાં નહિ હોવાનું જણાવેલ.જે બુલેટ તેણે ચોરી કરેલ હોવાનું જણાય આવતું હોવાથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી બુલેટ કબ્જે કરવામાં આવેલ. બુલેટ સાથે મળી આવેલ પરેશ ઉર્ફે બાદલ મકવાણાનો કોરોના ટેસ્ટ રીપોર્ટ કરાવી પરિણામ આવ્યેથી આગળ ની કાર્યવાહી કરવા માટે તેને શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
✳💫આ પરેશ ઉર્ફે બાદલ ઓઘડભાઇ મકવાણાની પુછપરછ દરમ્યાન આજરોજ વહેલી સવારે તેનાં મિત્રો આકાશ અને લક્કી રહે.બંને શાપર- વેરાવળ, રાજકોટ વાળા આ બુલેટ રજી.નં.GJ- 03JH 6800નું રાજકોટ શહેરનાં મવડી વિસ્તાર માંથી ચોરી કરી તેને વેચાણ કરવા માટે આપી ગયેલ હોવાનું જણાવેલ.જેથી આ અંગે રાજકોટ તાલુકા પો.સ્ટે.માં જાણ કરવામાં આવેલ છે.
✳💫આમ, ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને રાજકોટ શહેરમાંથી થયેલ બુલેટ ચોરી શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
✳💫આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગરનાં હેડ કોન્સ. અનિરૂધ્ધ સિંહ ગોહિલ પો.કોન્સ. બીજલભાઇ ભગવાનભાઇ, જયદાનભાઇ અજુભાઇ તથા ડ્રાયવર સુરૂભા ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
Comments
Post a Comment