માધવસિંહ સોલંકી ના અંતિમ સંસ્કાર.
અંતિમ સંસ્કાર:ગુજરાતના ચાર વાર CM રહી ચૂકેલા માધવસિંહ સોલંકી પંચમહાભૂતમાં વિલીન, ગાર્ડ ઓફ ઓનર અપાયું, હજારો સમર્થકોએ અંતિમ દર્શન કર્યા અમદાવાદ2 કલાક પહેલા પંચમહાભૂતમાં વિલીન થઈ રહેલા માધવસિંહ સોલંકી. સોનિયા ગાંધીએ શોક સંદેશ મોકલ્યો તિરંગામાં લપેટીને પાર્થિવ દેહ કોંગ્રેસ કાર્યાલય ખાતે લવાયો હતો, સેવાદળે માધવસિંહને સલામી આપી ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ અને રાજ્યસભા MP શક્તિસિંહે અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશમંત્રી તથા ગુજરાતના 4 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું શનિવારે 94ની વયે ગાંધીનગરમાં અવસાન થયું હતું. પીએમ મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે તેમના પુત્ર અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાથી તેમના અંતિમ સંસ્કાર આજે રાખવામાં આવ્યા હતા. સાંજે સાડા પાંચ વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બપોર બાદ તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી તેમના ગાંધીનગરના નિવાસ સ્થાનેથી અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ ...