salangpur darshan botad/ mjnews /
*સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા ને શસ્ત્રો શણગાર કરવામાં આવ્યો* બોટાદ જીલ્લામાં આવેલ વિશ્વપ્રસિધ્ધ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા ને પવિત્ર ધર્નુમાસ અમાસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા મંદિર ના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ના માર્ગદર્શન થી તા,13"1"2021 ને બુધવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા ને શસ્ત્ર નો શણગાર કરવામાં આવ્યો.જેમાં મંદિર ના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા મંગળા આરતી સવારે 5:30 કલાકે અને શણગાર આરતી સવારે 7 કલાકે કરવામાં આવી હતી.હનુમાનજી દાદા ને શસ્ત્ર શણગાર અંતર્ગત તલવાર,ઢાલ,ગદા,ત્રિશુળ,ધારીયુ,અંકુશ સહિત 108 પ્રકારના વિવિધ શસ્ત્રો ધરાવવામાં આવ્યા હતા.આ ભક્તોની રક્ષાકાજે હનુમાનજી દાદા ને હથિયાર ધારણ કર્યા હતા.આ અલૌકિક દર્શન નો હજારો હરિભક્તો એ ઘરે બેઠા ઓનલાઈન દર્શન કર્યા હતા.અને ધન્યતા અનુભવી હતી.જ્યરે આવતીકાલે તા,14"1"2021 શે મકરસંક્રાંતિ (ઉતરાયણ) પુણ્યકાળ પતંગ ઉત્સવ શણગાર કરવામાં આવશે. *રિપોર્ટર:-એ કે સોલંકી*