ભાવનગર :વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે લોહિયાળ બન્યો છે.
ભાવનગર :વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે લોહિયાળ બન્યો છે.
આજે સવારે ભાવનગર અમદાવાદ હાઇવે પર થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. પીપળી વટામણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જે કારને અકસ્માત થયો છે તે તેલંગાણા પાસિંગની કાર હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીપળી વટામણ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. જોકે, આ કાર તેલંગણા પાસિંગની હોવાનું સામે આવ્યું છે. તેલંગાણા પાસિંગની કારમાં 5 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે.
*રિપોર્ટર:-એ કે સોલંકી*
Comments
Post a Comment