gujrati film na nirmata kandoliya bandhu sihor ni mulakate.
*ગુજરાતી ફિલ્મ "હવે ક્યારે મળીશું " ના નિર્માતા અને વિલન 'કંડોલિયા બંધુ' સિહોરની મુલાકાતે*
એક પછી એક સુપર હિટ ગુજરાતી ફિલ્મ આપનાર કંડોલિયા ફિલ્મ્સ દ્વારા નિર્મિત ફિલ્મ હવે ક્યારે મળીશું અને આ અગાઉ તેમણે 'કેમ રે ભુલાઈ સાજણ તારી પ્રીત' , 'સાજણ પ્રીતની જગમાં થાશે જીત' જેવી ધમાકેદાર ફિલ્મો બનાવી ગુજરાતી ફિલ્મ ઉધોગને એક અલગ દિશા આપી છે. આ તમામ સફળતમાં બે કંડોલિયા બંધુઓની જુગલ જોડી પાયાના પથ્થર સમી રહેલી છે.
ગુજરાતી ફિલ્મ 'હવે ક્યારે મળીશું' માં જીગ્નેશ બારોટ (કવિરાજ), રાજદિપ બારોટ, પ્રિનલ ઓબોરોય તેમજ મેઈન વિલન તરીકે પ્રેમ કંડોલિયાએ દિલધડક રોલ નિભાવીને ખૂબ જ મોટી લોકચાહના મેળવી છે.
ફિલ્મના નિર્માતા હર્ષદ કંડોલિયા અને વિલનનું પાત્ર ભજવનાર પ્રેમ કંડોલિયાએ સિહોર ખાતે જીગ્નેશ કંડોલિયા દ્વારા આયોજિત એક નાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમયે નિર્માતા અને અદાકાર પ્રેમ કંડોલિયા એ ગુજરાતી ફિલ્મોના સંઘર્ષ અને વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મ ની દશા અને દિશા વિશે ખુલ્લા મને ચર્ચાઓ કરી હતી. વિલન પ્રેમ કંડોલિયા અને નિર્માતા હર્ષદ કંડોલિયા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા. 'હવે ક્યારે મળીશું ફિલ્મ' માં વિલનનો દમદાર અભિનય કરનાર પ્રેમ કંડોલિયાની આ ચોથી ગુજરાતી ફિલ્મ છે.
વિલન પ્રેમ કંડોલિયા સાથે લોકોએ ફોટોગ્રાફ અને સેલ્ફી લેવા ભારે ઉત્સુકતા બતાવી હતી. બન્ને કંડોલિયા બંધુઓ એ પ્રેમથી દરેક સાથે સારો એવો સમય વિતાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ બન્ને કંડોલિયા બંધુ સિહોર ખાતે રહેતા કૌટુંબિક ભાઈ જીગ્નેશ કંડોલિયાના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર સેતુ રિપોર્ટર =મૂળશંકર જાળેલા
તસ્વીર = અશોકભાઈ ઢીલા શિહોર
Comments
Post a Comment