રાજુલાની જે એ સંઘવી સ્કુલમાં ધોરણ ૧૦ અને ૧૨ નો અભ્યાસક્રમ રાબેતા મુજબ શરૂ કરાયો
રાજુલા તા:-૧૧/૦૧/૨૦૨૧
રીપોર્ટ :- મહેશ વરૂ દ્વારા.
રાજુલાની જે એ સંઘવી સ્કુલમાં ધોરણ ૧૦ અને ૧૨ નો અભ્યાસક્રમ રાબેતા મુજબ શરૂ કરાયો.
સરકારી ગાઇડ લાઇન ના અમલ સાથે વિદ્યાર્થીઓ હાજરી આપી હતી.રાજુલા સહિત સમગ્ર અમરેલી જિલ્લામાં છેલ્લા દસ એક મહિનાથી કોરોના મહામારી ને લઈને શાળાઓ બંધ રહેવા પામી હતી જોકે રાજ્ય સરકારના શાળાઓને ચાલુ કરવાના નિર્ણય બાદ સોમવારથી સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ માં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ જ્યારે રાજુલામાં શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓ એ કોરોના ના નિયમોના પાલન સાથે અભ્યાસક્રમનો પ્રારંભ કર્યો હતો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કોરોના ના પગલે છેલ્લા દસ મહિનાથી શાળાઓ બંધ હતી જ્યારે ગત રોજ રાજ્ય સરકારના નિર્ણય બાદ રાજુલા શહેરમાં આજથી ધોરણ -૧૦ અને ૧૨ ની શાળાઓ શરૂ કરવામાં આવી છે શહેરમાં ચાલતી સરકારી તેમજ ખાનગી શાળાઓ ને એક દિવસ અગાઉ શાળાના સંચાલકો દ્વારા આખી શાળામાં સેનેટાઇજ કરવામાં આવી હતી અને આજ થી શરૂ થયેલ આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ ને સરકારની ગાઈડ લાઈન મુજબ એક રુમ મા એક બેન્ચ પર એક વિદ્યાર્થી બેસીને અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવા માં આવી હતી અને આખા રૂમમાં ૩૦ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા આજે શાળાઓ ચાલુ થવા ના પ્રથમ દિવસે પચાસ ટકા જેટલા વિદ્યાર્થીઓ ની હાજરી જોવા મળી હતી શાળામાં હાજર વિદ્યાર્થીઓ એ જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા કોરોના મહામારી ના પગલે જે ઓનલાઈન અભ્યાસ ચલાવવા મા આવી રહયો છે પરંતુ આજે શાળાઓ માં આવી ઓફ લાઈન અભ્યાસ કરવા મા અમને ખુબ રાહત મળી હતી જેથી શાળામાં અભ્યાસ માટે દરેક વિદ્યાર્થીઓ ને આવવું જોઈએ જે એ સંઘવી હાઇસ્કુલ ના આચાર્ય વાઘ સાહેબ એ જણાવ્યુ હતુ કે કોરોના મહામારી ના પગલે સરકાર દ્વારા શાળાઓ બંધ કરી ઓનલાઈન અભ્યાસ ચાલુ કરવા મા આવ્યો હતો પરંતુ આજરોજ સરકારના આદેશ અનુસાર ધોરણ ૧૦ અને ૧૨ ના અભ્યાસક્રમ માટે શાળાઓ ચાલુ કરવામાં આવી હતી ત્યારે આજે શાળા અભ્યાસ માટે પચાસ ટકા વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા અને શાળા પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ને સેનેટાઇજર કરી ગન મશીન થી ચેક કરી માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે અલગ અલગ બેન્ચ પર બેસાડી વિદ્યાર્થીઓ ની સંપૂર્ણ કાળજી રાખી અને અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો.
શાળાના આચાર્ય વાઘ સાહેબ દ્વારા જણાવાયું હતું કે શાળાના ટ્રસ્ટી બિપીનભાઈ લહેરી તેમજ એ ઈ આઈ આશિષભાઇ જોશી તથા શાળાના શિક્ષકોની હાજરીમાં વિધાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું
Comments
Post a Comment