Posts

Showing posts from January 24, 2021

મહુવા તાલુકા મા આજે અમૃત ખેડૂત બજાર નું લોકાર્પણ

Image
મહુવા તાલુકા મા આજે અમૃત ખેડૂત બજાર નું લોકાર્પણ  રિપોર્ટર. રાજકુમાર પરમાર તસ્વીર-રાજકુમાર પરમાર મહુવા તા,24 મહુવા તાલુકામાં પણ ભાવનગર ની જેમ અમૃત ખેડૂત બજાર નું લોકાર્પણ થયું જે ખેડૂત મિત્ર કૃત્રિમ ખેતી કરવા માગતા હોય જે ખેડૂત કૃત્રિમ ખેતી કરતા હોય પણ કૃત્રિમ ખેતી નું નોલેજ ના અને નોલેજ લેવા માગતા હોય તેના માટે મહુવા ગાંધી બાગ પાણી ટાંકા સ્વિમિંગ પુલ ની સામે લોકાર્પણ થયું છે

મહુવા મા છ મહિના થી ફરાર બાબજી મોબાઇલ ના માલિક પોલીસ સકંજામાં

Image
મહુવા મા છ મહિના થી ફરાર બાબજી મોબાઇલ ના માલિક પોલીસ સકંજામાં  રિપોર્ટર. રાજકુમાર પરમાર મહુવા તા,24 મહુવા તાલુકામાં છ મહિના થી ફરાર બાબજી મોબાઈલ ના માલિક તાહેરઅલી અકબરઅલી જે મહુવા મા કેટલાય મોબાઈલ દુકાન ના માલિક ના રૂપિયા લયને ફરાર થઈ ગયો હતો જેની મહુવા પોલીસ સ્ટેશન ફરિયાદ થય હતી જે ને આજે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરોલ ફ્લો સ્કવોર્ડ એ ઝડપી પાડયો જેમાં એલ સી બી ના હેડ કોન્સ્ટેબલ જે. આર. ગોહિલ, એમ. પી. ગોહિલ, વી. બી. ખુમાણ, તરુણ ભાઈ નાદવા, ભદ્વેષ ભાઈ પંડયા, અરવિંદ ભાઈ બારૈયા, હરિતસિંહ ગોહિલ જોડાયા હતા

ભાવનગર :વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે લોહિયાળ બન્યો છે.

Image
ભાવનગર :વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે લોહિયાળ બન્યો છે.  આજે સવારે ભાવનગર અમદાવાદ હાઇવે પર થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. પીપળી વટામણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જે કારને અકસ્માત થયો છે તે તેલંગાણા પાસિંગની કાર હતી.  પ્રાપ્ત માહિતી અનુસાર, પીપળી વટામણ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. જોકે, આ કાર તેલંગણા પાસિંગની હોવાનું સામે આવ્યું છે. તેલંગાણા પાસિંગની કારમાં 5 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે.         *રિપોર્ટર:-એ કે સોલંકી*