ભોરડુંમાં થતાં ગેરકાયદેસર ખનનનું કવરેજ કરવા ગયેલા પત્રકાર પર જાનલેવા હુમલાનો પ્રયાસ કરાતા ચકચાર .
ભોરડુંમાં થતાં ગેરકાયદેસર ખનનનું કવરેજ કરવા ગયેલા પત્રકાર પર જાનલેવા હુમલાનો પ્રયાસ કરાતા ચકચાર
આવા લુખ્ખા તત્વો સામે કોઈ કાર્યવાહી કરાશે કે કેમ..?
સરકાર ભલે ગેરકાયદેસર રીતે ખનન કરી સરકારને નુકશાન પહોંચાડતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની કડક સૂચનાઓ આપતી હોય પરંતુ કેટલાક માથાભારે તત્વો સુધરવા તૈયાર નથી, ત્યારે થરાદ તાલુકાના ભોરડું ગામે ગેરકાયદેસર રીતે થતા ખનનનું કવરેજ કરવા ગયેલા એક પત્રકાર પર જાન લેવા હુમલાનો પ્રયાસ કરાયો હતો, જોકે જયાં ત્યાં ગેરકાયદેસર રીતે ખનન કરી સરકારને નુકશાન પહોંચાડતા શખ્સોએ જાણે કે રોફ જમાવતા હોય તેમ મનસ્વી રીતે ખનન કરી રહ્યા હોઈ થરાદના પત્રકાર મહેન્દ્રભાઈ ઓઝા જેઓ ગત રોજ ભોરડું ગામે કવરેજ કરવા જતાં ત્યાં કરશનભાઈ અદાભાઈ પટેલ નામનો શખ્સ ત્યાં ધસી આવી જેમ તેમ વાણીવિલાસ કરી તેમને મારી નાખવાના ઈરાદાથી ગાડી પાછળ કરી હતી પરંતુ જેમતેમ કરીને ગાડીથી શખ્સનો પીછો છોડાવ્યો હતો. ત્યારે આ બાબતે અરજદાર મહેન્દ્રભાઈ ઓઝાએ થરાદ આવી થરાદ પોલીસ મથકે લેખિતમાં અને મામલતદાર, ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર ખાતે રજુઆત કરી હતી, જોકે આ બાબતે થરાદ પોલીસ આવા માથાભારે તત્વો સામે કોઈ કાર્યવાહી કરશે કે પછી રાજકીય પક્ષોનો લાગવગથી પોલીસ આવા માથાભારે શખ્સોને સબક શીખડાવવાનું ટાળે છે એતો આવનારો સમય જ સાબિત કરશે, પરંતુ હાલમાં તો દેશની ચોથી જાગીર પર હુમલાનો પ્રયાસ થયાનો કિસ્સો સામે આવતા પત્રકાર આલમમાં ભારે ખળભળાટ સાથે આવા માથાભારે તત્વો સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.
*રીપોર્ટ ભમરાજી વાઘેલા બનાસકાંઠા થરાદ*
Comments
Post a Comment