Posts

Showing posts from 2026

રાજુલા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હેતલબેન એ. કામળીયા દ્વારા ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને સ્થાનિક ખેડૂતોના હિત માટે રજૂઆત કરવામાં આવી છેrajula news

Image
રાજુલા: બર્બટાણા અને નાની ખેરાળી ગામોને ધાતરવડી-૧ ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા જળસંપત્તિ મંત્રીને રજૂઆત... રાજુલા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હેતલબેન એ. કામળીયા દ્વારા ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને સ્થાનિક ખેડૂતોના હિત માટે રજૂઆત કરવામાં આવી છે.  જેમાં બર્બટાણા અને નાની ખેરાળી ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવાની માંગ કરવામાં આવી છે. આ પત્રમાં જણાવ્યું હતું કે, અમરેલીના રાજુલા તાલુકાના બર્બટાણા તથા નાની ખેરાળી ગામોના ખેડૂતો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. પરંતુ દર વર્ષે સિંચાઈ માટે પૂરતા પાણીના અભાવે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેના કારણે કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આર્થિક આવક પર ખૂબજ માઠી અસર થાય છે. હાલના સમયમાં વાવેરા ગામ સુધી કેનાલ ઉપલબ્ધ છે. જો આ કેનાલને આગળ લંબાવીને ધાતરવડી-૧ ડેમમાંથી બર્બટાણા તથા નાની ખેરાળી ગામો સુધી પહોંચાડવામાં આવે તો વાવેરા,બર્બટાણા અને નાની ખેરાળી ત્રણેય ગામોના ખેડૂતોને બારેમાસ ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે. આ વ્યવસ્થા થવાથી કૃષિ ઉત્પાદન વધશે અને ખેડૂતોની આર્થિક સ્...

રાજુલામાં સોનમ વાંગચુકના સમર્થનમાં મોરંગી ગામનો યુવાન મેદાને: NEET પેપર લીંક મામલે અનોખો વિરોધ. રાજુલા gujratnewsbvn

Image
રાજુલામાં સોનમ વાંગચુકના સમર્થનમાં મોરંગી ગામનો યુવાન મેદાને: NEET પેપર લીંક મામલે અનોખો વિરોધ રાજુલા,તા.૨૧  દિલ્હીના જંતર-મંતર ખાતે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકના સમર્થનમાં હવે ગુજરાતના યુવાનો પણ આગળ આવ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલા શહેરના આંબેડકર સર્કલ ખાતે એક સ્થાનિક યુવાને હાથમાં પોસ્ટરો લઈને સોનમ વાંગચુકના આંદોલનને પોતાનું નૈતિક સમર્થન જાહેર કર્યું હતું. દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET પેપર લીંક મામલે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સોનમ વાંગચુક દિલ્હીમાં ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.  આ લડતને વેગ આપવા માટે રાજુલા તાલુકાના મોરંગી ગામના યુવાન મોહિત રાઠોડે અનોખો માર્ગ અપનાવ્યો હતો. આ યુવાન મોહિત રાઠોડ રાજુલાના ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ પર હાથમાં પોસ્ટરો લઈને સવારથી સાંજ સુધી એકધારો ઊભો રહ્યો હતો. આ દ્રશ્ય સ્થાનિક લોકોમાં ભારે આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. યુવાન મોહિત રાઠોડે જણાવ્યું હતું કે, સોનમ વાંગચુક દેશના લાખો વિદ્યાર્થીઓના હક અને ન્યાય માટે આકરી લડત લડી રહ્યા છે. પ...

સ્થાનિકોએ પોલીસ મથકે રામધૂન બોલાવી વિરોધ કર્યો, DYSPની ખાતરી બાદ મામલો થાળે પડ્યો AMRELI GUJRATNEWSBVN

Image
Gujratnewsbvn અમરેલી  અમરેલી:જેસિંગપરામાં અસામાજિક તત્વોનો આતંક; યુવક પર હુમલો અને લૂંટની ઘટનાથી ચકચાર..... * સ્થાનિકોએ પોલીસ મથકે રામધૂન બોલાવી વિરોધ કર્યો, DYSPની ખાતરી બાદ મામલો થાળે પડ્યો, * પોલીસ મથકમાં હુમલાખોરો સામે લૂંટ-હુમલાની ફરિયાદ નોંધાઇ, અમરેલી,તા.૨૨ અમરેલી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં દૂધ ભરીને જઈ રહેલા એક નિર્દોષ યુવક પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરી મારપીટ કરી હતી. આ ઘટનાના વિરોધમાં અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં રામધૂન બોલાવી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. મળતી માહિતી મુજબ, અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ચિરાગભાઈ હરીભાઈ ગોહિલ નામનો યુવક પર હુમલો કરાયો હતો. ચિરાગભાઈ જ્યારે બાઇક પર દૂધ ભરીને જેસિંગપરા તરફ જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઇડમાંથી આવેલા જાવેદ અને સોહિલ નામના બે શખ્સોએ તેમની બાઇકની ચાવી બંધ કરી દીધી હતી. આ બાબતે સામાન્ય બોલાચાલી થતાં જ બંને શખ્સો ઉશ્...

નિયમોનો ભંગ કરનાર સામે કરાશે કડક કાનૂની કાર્યવાહી; હિંડોરણા અને ખાંખબાઇ ગામના ધાતરવડી નદીકાંઠે સાઈન બોર્ડ લગાવ્યા, રાજુલા પોલીસ એક્શન મોડ માં . gujratsocialmedia

Image
Gujratnewsbvn  રાજુલા પોલીસ એક્શનમાં: નદીકાંઠા વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે લગાવ્યા ‘ચેતવણી બોર્ડ’... * નિયમોનો ભંગ કરનાર સામે કરાશે કડક કાનૂની કાર્યવાહી; હિંડોરણા અને ખાંખબાઇ ગામના ધાતરવડી નદીકાંઠે સાઈન બોર્ડ લગાવ્યા, અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના અન્વયે રાજુલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુ અને સ્થાનિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદીના ધસમસતા પ્રવાહ અને ઊંડા પાણીમાં થતી દુર્ઘટનાઓને અટકાવવા માટે રાજુલા પોલીસ દ્વારા નદીકાંઠાના જોખમી વિસ્તારોમાં વિશેષ સૂચના અને ચેતવણી દર્શાવતા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા, નદીઓ પર બિનજરૂરી અવર-જવર ન કરવા, નદીમાં ન્હાવવા ન પડવા તેમજ પાણીના પ્રવાહમાં ન ઉતરવા સહિત જાગૃતતાની બાબતો માટે કડક અપીલ કરવામાં આવી છે.  આ જ જનજાગૃતિ અને સુરક્ષા અભિયાનના ભાગરૂપે રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.કોલાદરાની ટીમ દ્વારા હિંડોરણા ગામે આવેલી ધાતરવડી નદી તેમજ ખાંખબાઇ ગામના નદીકાંઠા વિસ્તારમાં સાઈન બોર્ડ લગાવી દીધા છે. પોલીસ ...

ધારી ઘરફોડ ચોરી: એલસીબીએ ત્રણ શખ્સોને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે ઝડપ્યા....* પોલીસે ₹૧.૧૪,૯૧૦ નો મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલ્યો,અમરેલી newsrajula

Image
Gujratnewsbvn  ધારી ઘરફોડ ચોરી: એલસીબીએ ત્રણ શખ્સોને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે ઝડપ્યા.... * પોલીસે ₹૧.૧૪,૯૧૦ નો મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલ્યો, અમરેલી અમરેલીના ધારીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાઓ ભેદ ઉકેલવામાં એલસીબી ટીમને સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, ધારીમાં ગઇ તા.૧૬-૦૭-૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે સવા બારેક વાગ્યે એક મોટર સાયકલ લઇને માલસીકા ગામથી ધારી લાઇનપરા ખાતે જવા નિકળ્યાં હતાં. અને તે સમયે આરોપીઓએ તાળા તોડવા માટે લોખંડની કોશ લીધેલ. અને ચારેય આરોપીઓ માલસીકા થી ધારી લાઇનપરા ખાતે આવેલ અને એક મકાનની દિવાલ કુંદીને અંદર જઈ મકાનના દરજાજાનો આંગળીયો કોશથી તોડી તેને કાઢી રૂમમાં એક કબાટ રાખેલ હોય તેમાંથી સોનાનો ચેઇન તથા સોનાની બુટી એક જોડી તથા રોકડ રૂ.૨૧,૦૦૦ ની ચોરી કરી નાસી છૂટયા હતાં. જે બાદ મકાન માલિકે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલાનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સના આધારે ત્રણ શખ્સોને રોકડ રકમ સોનાના દાગીના તથા મોટર સાયકલ સાથે પકડી પાડયા હતા....

Gujratnewsbvn bknews 4/7/26

Image
  News group whatsup link open and join  Gujratnewsbvn  

સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ માં 1000થી વધુ ફુલઝાડ અને ઔષધીય રોપાઓનું વિના મૂલ્યે વિતરણ

Image
સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ માં 1000થી વધુ ફુલઝાડ અને ઔષધીય રોપાઓનું વિના મૂલ્યે વિતરણ તથા ફુલઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ 6 જુલાઇ ને સોમવારે સાંજે 5=30 વાગ્યે કરવામાં આવશે. આ તકે ગાદીપતિ પુજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 મહંત શ્રી ભરતબાપુ એવંમ અલ્પેશ બાપુ  ના સાનિધ્ય માં મોવિયા ગામ ના ,રાજકીય આગેવાન શ્રીઓ,પુજનીય સંતો મહંતો ના સાનિધ્ય માં દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવશે. ગોંડલ વન વિભાગ મોવિયા ગામ પંચાયત ના ખાસ સહયોગ થી આ આયોજન કરવામાં આવે છે. તેમજ રોપા મેળવનાર તમામ  માટે  અલાયદી ખાસ  અલગ પ્રકારની ની બેઠક વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 16વર્ષ થી આ જગ્યા માં દર ચોમાસે રોપાઓનું વિના મૂલ્યે વિતરણ થતું રહ્યું છે.આ તકે પર્યાવરણ પ્રેમીઓ ખાસ હાજર રહી આ ક્રાયકમમા આહુતી આપી, ગામના લોકોને પ્રકૃતી નુ જતન થાય અને વધુ માં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યે ની આપણી જવાબદારી પુર્ણ નીષ્ઠાથી નીભાવવી જોઇએ એવો શુભ સંદેશ આપશે. આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે વૃક્ષો ની જાળવણી મહત્વપુર્ણ છે. પર્યાવરણ ના જતન માટે વૃક્ષો...