આજનું બ્રેકિંગ ન્યુઝ
મહીસાગરમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કોવિડ-19 વેક્સિનેશન અંગે બેઠકનું આયોજન લુણાવાડા રસીકરણના પૂર્વ આયોજનની જરૂરી સૂચના આપવામાં આવી જિલ્લામાં કોરોના રસીના સંગ્રહ, પરિવહન અને વિતરણની વ્યવસ્થાઓ અંગેની પૂર્વ તૈયારીની ચર્ચા કોવિડ-19 રસી ઉપલબ્ધ થવા સાથે શક્ય તેટલી વહેલી તકે અસરકારક રીતે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં મહીસાગર જિલ્લામાં પણ કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. કોવિડ-19ની રસી તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે. ત્યારે રસી ઉપલબ્ધ થયે જિલ્લામાં તેના સંગ્રહ, પરિવહન અને વિતરણની વ્યવસ્થાઓ-સંસાધનોની પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા સમાહર્તાએ વિગતવાર માહિતી મેળવી સૂચના આપી હતી. તેમણે કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ સિસ્ટમ, સંગ્રહ ક્ષમતા, વેક્સિન કેરિયર, કોલ્ડ બોક્સ, આઈએલઆર સહિતની વ્યવસ્થાઓ આવશ્યક પ્રમાણમાં ઉપલબ્ધ કરવાના પૂર્વ આયોજન અંગે સૂચના આપી હતી. પ્રથમ તબક્કામાં હેલ્થકેર પ્રોવાઈડર્સને રસી આપવાની છે ત્યારે માર્ગદર્શિકા અનુસાર જિલ્લામાં કાર્યરત તમામ સરકારી-ખાનગી સ્વાસ્થ્યકર્મીઓના ડેટા એકત્રીકરણની કામગીરી વિશે તેમણે સૂક...