Posts

Showing posts from 2020

સિહોર ના ગુંદાળા પાસે આવેલ એસ આર ના પંપ નજીક અચાનક એક કડબ ભરેલ આઈસર ટેમ્પા આગ લાગી.

Image
*સિહોર ના ગુંદાળા પાસે આવેલ એસ આર ના પંપ નજીક અચાનક  એક કડબ ભરેલ આઈસર ટેમ્પા આગ લાગી* સિહોર ના ગુંદાળા પાસે આવેલ એસ આર ના પંપ નજીક અચાનક એક કડબ ભરેલ આઈસર ટેમ્પા  નં GJ-4 5897 માલિક ધનજીભાઈ વાલજીભાઈ આંગ લાગતા તાત્કાલિક સિહોર નગરપાલિકા ફાયર વિભાગ ને જાણ કરેલ નગરપાલિકા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી લગભગ દસ હજાર લિટર પાણી નો છટકાવ કરી આંગ પર કાબુ મેળવેલ આ આંગ માં અંદાજીત 20.000 રૂપિયા નુ નુકસાન થયેલ જેમા કોઈ જાનહાની થયેલ નથી અને આઈસર ટેમ્પા નો આબાદ બચાવ થઈ ગયેલ છે આ કામગીરી માં સિહોર નગરપાલિકા ફાયર વિભાગ ટાંકા વિભાગ અને સિહોર પોલીસ સામેલ થયેલ *તસ્વીર = મૂળશંકર જાળેલા* 

દિલ્હી ખેડૂતોના સમર્થન માં રાષ્ટ્રીય કિસાન દિવસે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ના આગેવાનો એક દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા*

Image
રિપોર્ટર  મૂળશંકર જાળેલા🖋️ *દિલ્હી ખેડૂતોના સમર્થન માં  રાષ્ટ્રીય કિસાન  દિવસે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ના આગેવાનો એક દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા* આજે ૨૩ ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય કિસાન દિવસના દિવસે સમગ્ર દેશમાં કરોડો ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, ત્યારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ- ગુજરાત દ્વારા ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ખાંભા ગામે પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરીના નિવાસ સ્થાને એક દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા. જેમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી, પ્રદેશ મહામંત્રી રમણીક જાની સહિત પચાસથી વધુ ખેડૂતો ઉપવાસ પર બેઠા હતા. ત્રણ કૃષિબિલના વિરોધમાં સમગ્ર દેશમાં કરોડો ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પણ ત્રણ કાળા કાયદા પરત ખેંચવા માંગ ઉઠી છે, દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડુત આંદોલન ને સમર્થન આપવા કિસાન દિવસે ઠેર ઠેર ઉપવાસ પર ખેડૂતો બેઠા છે. દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનના પડઘા ગુજરાતમાં ખુણે ખુણે પડી રહ્યા છે, ખેડૂતોની કાયદા પરત ખેંચવા માટેની માંગ ઉગ્ર થતી જતી જાય છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ...

દુખદ અવસાન નોંધ

Image
*સવિતાબેન નાથાભાઈ બારૈયા (ઉ.વ 61) કરદેજ તા,21.12.2020 ને સોમવાર રામચરણ પામેલ છે* તે નાથાભાઇ મેરાભાઇ  બારૈયા નાં  (પત્ની)મુન્નાભાઇ,સંજયભાઇ,રાજુભાઇ નાં (માતૃશ્રી) ગં.સ્વ સમજુબેન સ્વ ભીખાભાઇ સોલંકી,બાલુબેન સ્વ બચુભાઇ રાઠોડ નાં (ભાભી)કાનજીભાઇ ભીખાભાઇ સોલંકી,જયાબેન કિશોરભાઈ બારૈયા, વસનબેન ભુપતભાઇ,મંજુબેન બાલાભાઈ રાઠોડ,છાયાબેન દેવરાજભાઇ નાં (મામી) પંકજભાઇ,મહેન્દ્રભાઈ,રાકેશભાઇ,આકાશભાઇ,રાહુલભાઇ નાં (દાદીમા)થાય.     આપ ની હાયાતી અમારી પ્રેરણા હતી.આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા.આપનો માયાળુ સ્વભાવ.લાગણીશીલતા અમો ભુલશુ નહિ.પરમાત્મા આપનાં દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.   તેમનું ઉત્તરકારજ તા,25.12.2020 ને શુક્રવારે સવારે રાખેલ છે         *લી,એ કે સોલંકી*

કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ઘોઘા દ્વારા ઘોઘા મામલતદારને આવેદનપત્ર આપ્યું

Image
*કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ઘોઘા દ્વારા ઘોઘા મામલતદારને  આવેદનપત્ર આપ્યું*     આજ રોજ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ઘોઘા તાલુકાના પ્રમુખ ભરતસિંહ યાદવ તેમજ સંગઠન મંત્રી શ્રી અમરસિંહ ચૌહાણ  સહિત ના ખેડૂત  આગેવાનોએ ઘોઘા મામલતદારને કેન્દ્ર સરકારે  ઘડેલા કાયદાઓ ના વિરુદ્ધને લઈ  આવેદનપત્ર આપ્યું હતું તેઓ ની  વેદના  છે કે ૨૨ પ્રકારની ખેત   જણસ કંપનીઓના હવાલે કરવાથી  ખેડૂતોનું શોષણ થશે કેન્દ્ર સરકારે કાયદો રદ કરવાની  માંગ કરવામાં  આવી હતી *તસ્વીર=મૂળશંકર જાળેલા*

ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૧૧૭ કિરૂ.૩૫,૧૦૦/- નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર✳.

Image
*✳ઘોઘારોડ ગૌશાળાની પાછળ કૃષ્ણપરા શેરી નંબર ૦૩ ખાતેના રહેણાંકી માંથી (IMFL) ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૧૧૭ કિરૂ.૩૫,૧૦૦/- નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર✳*    ✳💫ભાવનગર રેન્જ, ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા  જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ. ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય  વિસ્તારમાંથી દારુ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુત કરવા સખત સુચના આપેલ.  .    ✳💫જે અન્વયે એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સીટી વિસ્તાર માં ના.રા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન શિવાજી સર્કલ પાસે આવતા હે.કોન્સ જીતેંદ્રસિંહ ઝાલાને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, દીનેશભાઇ હીમતભાઇ ચૌહાણ મુળ ગામ ખારાનુ રાજપરા તા.ઘોઘા હાલ રહે. ઘોઘારોડ ગૌશાળાની પાછળ કૃષ્ણપરા શેરી નંબર ૦૩, ભાવનગરવાળાએ પોતાના રહેણાંક મકાનના ફળીયામાં ગે.કા (IMFL) ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ. જ...

આજનું બ્રેકિંગ ન્યુઝ

મહીસાગરમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કોવિડ-19 વેક્સિનેશન અંગે બેઠકનું આયોજન લુણાવાડા રસીકરણના પૂર્વ આયોજનની જરૂરી સૂચના આપવામાં આવી જિલ્લામાં કોરોના રસીના સંગ્રહ, પરિવહન અને વિતરણની વ્યવસ્થાઓ અંગેની પૂર્વ તૈયારીની ચર્ચા કોવિડ-19 રસી ઉપલબ્ધ થવા સાથે શક્ય તેટલી વહેલી તકે અસરકારક રીતે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં મહીસાગર જિલ્લામાં પણ કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. કોવિડ-19ની રસી તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે. ત્યારે રસી ઉપલબ્ધ થયે જિલ્લામાં તેના સંગ્રહ, પરિવહન અને વિતરણની વ્યવસ્થાઓ-સંસાધનોની પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા સમાહર્તાએ વિગતવાર માહિતી મેળવી સૂચના આપી હતી. તેમણે કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ સિસ્ટમ, સંગ્રહ ક્ષમતા, વેક્સિન કેરિયર, કોલ્ડ બોક્સ, આઈએલઆર સહિતની વ્યવસ્થાઓ આવશ્યક પ્રમાણમાં ઉપલબ્ધ કરવાના પૂર્વ આયોજન અંગે સૂચના આપી હતી. પ્રથમ તબક્કામાં હેલ્થકેર પ્રોવાઈડર્સને રસી આપવાની છે ત્યારે માર્ગદર્શિકા અનુસાર જિલ્લામાં કાર્યરત તમામ સરકારી-ખાનગી સ્વાસ્થ્યકર્મીઓના ડેટા એકત્રીકરણની કામગીરી વિશે તેમણે સૂક...

આજે ભાવનગર જિલ્લા માં ૧૯ કોરોના પોઝિટિવ કેસ...

13/12/2020 *આજે જિલ્લામા ૧૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૦ દર્દીઓ બન્યા કોરોનામુક્ત* ૦૦૦૦૦૦ *જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૫૨૪ કેસો પૈકી ૯૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ* ૦૦૦૦૦૦ ભાવનગર, તા.૧૩ : ભાવનગર જિલ્લામા આજરોજ ૧૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૫૨૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૯ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૧૭ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧ તથા તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૧૬ તેમજ તાલુકાઓના ૪ એમ કુલ ૨૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિ...

ભાવનગર જિલ્લા નું ખેડૂતો નું ગૌરવ ભાનુભાઈ જાળેલા**સતત મહેનત નિષ્ઠા અને કંઈક નવું કરવા કામ કરતા અનોખા ખેડૂત*

Image
*ભાવનગર જિલ્લા નું ખેડૂત  ગૌરવ ભાનુભાઈ જાળેલા* *સતત મહેનત  નિષ્ઠા અને કંઈક નવું કરવા કામ કરતા અનોખા ખેડૂત* ભાવનગર જિલ્લાના શિહોર તાલુકા ના દેવગાણા ગામના ખેડૂત જાળેલા ભાનુભાઈ જગજીવનભાઈ મો-૯૦૯૯૦૯૫૧૬૦. તેમની વારસાગત ખેતી પદ્ધતિથી ખેતી કરતા, અને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા ,પણ ખેતીમાં કાંઈક અલગ પ્રકારની ખેતી કરવાની આશા સાથે ખેતીમાં અવનવા પાકો અને અલગ અલગ પદ્ધતિ અપનાવવાના વીચારો કરતા.  જેમાં આધુનિકતા હોય તે બીજા ખેડૂતો કરતા વહેલા ના ધોરણે અપનાવવાની પહેલેથી માનસિકતા ધરાવતા.    જેમાં આજથી ૧૪ વર્ષ પહેલા તેમણે નેટ હાઉસ બનાવીને ખેતી કરવાથી પાકને જીવ જંતુથી બચાવી શકાય,અને પાકને રોગમુક્ત રાખી શકાય.તેવા આશયથી નેટ હાઉસ બનાવેલ, નેટ હાઉસ બનાવીને તેમણે નર્સરીના વ્યવસાય સાથે સંકળાવા નું નક્કી કરેલ.  તેમણે (શિવચંદન નર્સરી) નામથી નર્સરી શરૂ કરેલ જેમાં તેઓ અલગ-અલગ પ્રકારના F1 કંપનીના બીજ માંથી શાકભાજીના રોપા ઉછેરીને જેમકે રીંગણી ,ટામેટી,મરશી,કોબી, ફ્લાવર તેમજ પોપૈયા ના રોપા તૈયાર કરીને ખેડૂતોને પોસાય તેવા ભાવથી એક રૂપિયામાં એક છોડ આપીને શરૂ કરેલ હાલ પણ...

ભાવનગર ગોહિલવાડ પંથકમાં કમોસમી વરસાદ થી ખેતી પાકો નુકશાન ની ભીતી સર્જાય છે

Image
ભાવનગર ગોહિલવાડ પંથકમાં કમોસમી વરસાદ થી ખેતી પાકો નુકશાન ની ભીતી સર્જાય છે ગુજરાત ના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હવે જોવા નુ એ રહ્યું કે સરકાર વિમા કંપની ના ટેન્ડર ઉચા આવતા રદ કરી ને કૂષી સહાય ની જે જાહેરાતો કરી એ ચુકવવા આવે છે કે કેમ?  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ભાવનગર શહેરમાં ગુરુવારે  ભાવનગર શહેર  ઘોઘા, પાલીતાણા,શિહોર,તળાજા, તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. વરસાદથી પશુઓનો ખુલ્લામાં પડેલો ચોમાસુ પકવેલા ઘાસચારો પણ પલળી ગયા  છે.  ઘોઘા તાલુકામાં 2 ઈચ કરતા પણ વધુ વરસાદ પડયો છે એવુ જગતતાત ફાઉન્ડેશન ના પ્રદેશ અધ્યક્ષ દશરથસીહ ગોહિલ તણસા એ  જણાવ્યું હતું કે  તા.૧૦/૧૨/૨૦ ના સાજ ના પાચ વાગયા થી સતત ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને રાત આખી ચાલુ હતો બીજા દિવસે પણ બપોર સુધી વરસાદ ગોકળ ગતી એ ચાલુ  અન્ય તાલુકા માં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. સૌરાષ્ટ્રમા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને બફારાનું પ્રમાણ જોવા મળતાં લોકો પણ અકળાયા છે. ભાવનગર જિલ્લામાં બ...

મહુવા ધીમે ધારે કમોસમી વરસાદ પડ્યો

Image
*મહુવા ધીમે ધારે કમોસમી વરસાદ પડ્યો* રિપોર્ટર રાજકુમાર પરમાર મહુવા મહુવા મા સવાર થી વાદળ છવાયું વાતાવરણ હતું જે બાદ સાંજ ના સુમારે ધીમી ધારે કમોસમી વરસાદ શરૂ થયો બે ત્રણ કલાક થી વરસાદ શરૂ

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા કૃષિ બિલ નો ઉગ્ર વિરોધ.

Image
*આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા કૃષિ બિલ નો ઉગ્ર વિરોધ.* આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ/રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા બાવળા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી ને હાલ મા કેન્દ્ર સરકાર દ્વારા લાવેલા ત્રણ કાયદા નો કિસાન વિરોધી ભાજપા સરકાર/ કાળો કાયદો રદ કરો/ હાય રે ભાજપ હાય ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું.  દિલ્હી મા દેશભરના ખેડુતો દ્નારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ કાયદો ખેડૂતો ને મંજૂર નથી. આપણા દેશમા લોકશાહી છે અને આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. આપણા ભારતીય બંધારણ મા શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાનો હક્ક સૌ નાગરિકોને આપવામાં આવ્યો છે. તો શા માટે આપશ્રીની સરકાર દ્વારા ખેડૂતો ઉપર લાઠી ચાર્જ તેમજ વોટરકેનન દ્નારા પાણીનો મારો ચલાવી દમન ગુજારવામાં આવી રહ્યું છે? કેન્દ્ર સરકાર ખેડૂતો ના હિત માટે આ કાયદો લાવવામા આવ્યો છે તેવુ કહેવામાં આવ્યું છે તો આ કાયદો જોતા આ કાયદા થી ખેડૂતો નુ હિત નહીં પરંતુ તેમનુ નુકસાન વધારે થઈ રહ્યું છે.  અને બીજું કે આ કોરોના ની મહામારી કેન્દ્ર સરકાર ને કોરોનાની મહામારી...

ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ત્રિવિઘી કાર્યક્રમ યોજાયો*

Image
*ભાવનગર જિલ્લા ના  મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ત્રિવિઘી કાર્યક્રમ યોજાયો*       આજરોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ત્રિવિઘી  કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ O B C ના  ઉમેશભાઈ મકવાણાના  અધ્યક્ષ સ્થાને યોજાયો હતો            આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ  શામજીભાઈ મકવાણા સૌરાષ્ટ્ર  ઇસ્ટ ઝોન ના સહપ્રભારી  અનુપ શર્મા  તેમજ ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી  બાવચંદભાઈ ભાલીયા તેમજ જિલ્લાના આગેવાનો હાજર રહેલ             ત્રિવેઘી  કાર્યક્રમમાં આમ આદમી જન સેવા કેન્દ્ર  મહુવાનું ઓપનિંગ તેમજ ડો. બાબા સાહેબ આંબેડકર ના નિર્માણ દિન નિમિત્તે તેમની પ્રતિમાને ફુલહાર કરવામાં આવે તેમજ દિલ્હી સ્થિત  ચાલતા કિસાન આંદોલન ને મહુવાના આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે  તેમજ મહુવા તાલુકાના  પ્રમુખ તરીકે વિનયભાઈ  બારૈયા  ની નિમણૂક કરેલ છે ...

🚩 *જય જય શ્રી રામ* 🚩🚩 *આજે 6 ડીસેમ્બર શૌર્ય દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવા ધ્વજ ફરકાવી આતિશબાજી કરી કાર્યક્રમની ઉજવણી કરેલ છે*🚩 *લિ.વિશ્વ હિન્દુ પરિષદ નગર પ્રખંડ પાલનપુર*

Image
🚩 *જય જય શ્રી રામ* 🚩 🚩 *આજે 6 ડીસેમ્બર શૌર્ય  દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ નગર પ્રખંડ પાલનપુર દ્વારા ગુરૂનાનક ચોક ખાતે તથા દિલ્હી ગેટ ચોક ખાતે ભગવા ધ્વજ ફરકાવી   આતિશબાજી કરી કાર્યક્રમની ઉજવણી કરેલ છે*🚩                *લિ.વિશ્વ હિન્દુ પરિષદ નગર પ્રખંડ પાલનપુર*

કોળિયાક ના યુવાન ની જસપરા ગામ ના દરિયા કિનારે થી લાશ મળી આવી.

Image
*કોળિયાક ના યુવાન ની જસપરા ગામ ના દરિયા કિનારે થી લાશ મળી આવી*  ભાવનગર જીલ્લાના કોળિયાક ખાતે રહેતા મુકેશભાઈ હરજીભાઇ સોલંકી નામ ના યુવાન ની તળાજા તાલુકા ના જસપરા માંડવા ગામ ના દરિયા કિનારા નજીક થી લાશ મળી આવી હતી જ્યાં સ્થાનિક લોકો દ્વારા આ ઘટના અંગે ની જાણ પોલીસ ને કરવામાં આવતા અલંગ મરીન પોલીસ દ્વારા ઘટનાં સ્થળે પહોંચી લાશ નું સ્થળ પર પંચનામું કરી લાશ ને પી.એમ અર્થે તળાજા હોસ્પિટલ ખાતે મોકલી આગળ ની તપાસ હાથ ધરી.    *રિપોર્ટર:-એ કે સોલંકી*

ભાવનગર જિલ્લામાં અને ઘોઘા તાલુકાના GPCL કંપની એ બે ગામમાં ધરતીકંપ લાવી લીધો, જમીન 40 ફૂટ સુધી ઊંચી આવી ગઈ

Image
*ભાવનગર  જિલ્લામાં અને ઘોઘા તાલુકાના  GPCL કંપની એ બે ગામમાં ધરતીકંપ લાવી લીધો, જમીન 40 ફૂટ સુધી ઊંચી આવી ગઈ* ઘોઘા તાલુકામાં દરિયા કિનારાથી 66 મીટર એટલે કે 217 ફૂટ ઊંચા સ્થળે આવેલા સુરકા અને હોઈદળ ગામની જમીન એકાએક ઊંચી આવવા લાગી છે. ભૂકંપમાં જે રીતે જમીન ઉંચકાય છે તે રીતે અહીં 18 નવેમ્બર 2020થી ઉંચકાવા લાગી છે. લિગ્નાઈટની ખાણો ખોદતી જીપીસીએલ કંપની – GPCL companyને કારણે અહીં ધરતી કંપ થઈ રહ્યો છે. 60 ફૂટ જમીન ખોદીને તેની માટી આ ગામની બાજુમાં નાંખવામાં આવે છે. માટીના  ઊંચા પહાડો બની ગયા છે. જેનું દબાણ આવવાના કારણે જમીન ખસી રહી છે. લાખો ટન માટીના 500 ફૂટ ઊંચા પહાડ બની ગયા છે. પહાડ બેસી ગયો પહાડ જમીનની અંદર બેસી રહ્યો છે. પહાડ જમીનની અંદર બેસવા લાગતાં આસપાસની જમીન 30 – 40 ફૂટ  ઊંચી આવી છે. ગુજરાત સરકારી કંપની જીપીસીએલ પોતે ધરતી કંપ કરી રહી છે. ડૂંગરની જમીન દબાણથી 40 ફૂટ નીચે બેસી રહી છે. તળાવ સુકું થઈ ગયું છે. વૃક્ષો ઊંચા આવી ગયા છે. ગૌચરની જમીન નકામી બની છે. બાડી ગામે જીપીસીએલ કંપની વીજળી પેદા કરે છે. જેને અહીંથી લીગ્નાઈટ પુરો  છે. ખેતરની જમીન પણ ઊંચી આ...

*મહુવા નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ હાઈકોર્ટે દ્વારા પદ પરથી હટાવ્યા બાદ આજે મહુવા નગરપાલિકા નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણી મા બિન હરીફ વરણી*

Image
બ્રેકિંગ ન્યુઝ *મહુવા નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ હાઈકોર્ટે દ્વારા પદ પરથી હટાવ્યા બાદ આજે મહુવા નગરપાલિકા નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણી મા બિન હરીફ વરણી* રિપોર્ટર રાજકુમાર પરમાર મહુવા તા.1 આજરોજ મહુવા નગરપાલિકા દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચુંટણી યોજાય હતી જેમાં હરેશભાઈ મેહતા પ્રમુખ અને કિશોરભાઈ મકવાણા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાયેલા છે થોડાક સમય પહેલા નામદાર હાઇકોર્ટે દ્વારા નગરપાલિકા દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ ને ગેરકાયદેસર ઠરાવેલા અને પદ ઉપર હટાવી દેવામા આવેલ ગેરકાયદેસર રીતે કામ કરે છે  તેના ઉપર હાઈકોર્ટે હુકમ કરતા પદ પર થી હટાવવા મા આવ્યા હતા આજે ચુંટણી યોજાય હતી જેમાં થી 29 સભ્યો માથી 2 ગેરહાજર હતા 27 સભ્યો ની હાજરી મા ચુંટણી પ્રક્રિયા યોજાય હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ એક એક ફોર્મ ભરાયા હતા જેમાં બિનહરીફ જાહેર થયા

*આજે જિલ્લામા ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ ત જાણો વિગતવાર માહિતી ...

30/11/2020 *આજે જિલ્લામા ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત* ૦૦૦૦૦૦ *જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૨૩ કેસો પૈકી ૬૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ* ૦૦૦૦૦૦ ભાવનગર, તા.૩૦ : ભાવનગર જિલ્લામા આજરોજ ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૨૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૮ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૦ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨ તથા સિહોર ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૨૪ તેમજ તાલુકાઓના ૩ એમ કુલ ૨૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા...

વડનગર 30/11/20

Image
વડનગર.  તારીખ.30.11.2020. બનાવ બનેલો છેપીપલ કો ઓપરેટિવ બેન્કના જુના મકાનમાંથી ચોર ઝડપાયો,  વડનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી સુનિલ દત્ત મહેતાના ઘરની સામે પીપલ કો ઓપરેટિવ બેન્કના જુના મકાનમાંથી ચોર ઝડપાયો, આજ રોજ પીપલ કો ઓપરેટિવ બેન્કના જુના મકાનમાં ચોર ઘૂસી જતા જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી,  ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પોલીસ દ્વારા પીપલ કો ઓપરેટિવ બેન્કના જુના મકાનમાંથી ચોર ઝડપી પાડવામાં આવ્યો,

૨૯/૧૧/૨૦ કોરોના રિપોર્ટ..

29/11/2020 *આજે જિલ્લામા ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૩ દર્દીઓ બન્યા કોરોનામુક્ત* ૦૦૦૦૦૦ *જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૦૯ કેસો પૈકી ૭૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ* ૦૦૦૦૦૦ ભાવનગર, તા.૨૯ : ભાવનગર જિલ્લામા આજરોજ ૨૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૦૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૨ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાના દાઠા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, મહુવા તાલુકાના ઓથા ગામ ખાતે ૧ તથા મહુવા ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૨૧ તેમજ તાલુકાઓના ૨ એમ કુલ ૨૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસ...

આજરોજ નિસ્વાર્થ સેવા સંગઠન ના માધ્યમથી પાલનપુર ની સોસાયટીઓ માં રહેતા તમામ રહીશોના બિનજરૂરી કપડા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચે એ અનુસંધાને ..

Image
આજરોજ નિસ્વાર્થ સેવા સંગઠન ના માધ્યમથી પાલનપુર ની સોસાયટીઓ માં રહેતા તમામ રહીશોના બિનજરૂરી કપડા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચે એ અનુસંધાને નવાગંજ રોડ પાસે આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા રહીશોના બિનજરૂરી કપડા એકઠા કરી પાલનપુર તેમજ બનાસકાંઠા ના તમામ જરૂરિયાત મંદ લોકો ને પાંચ લાખથી વધારે રહીશોના બિનજરૂરી કપડાં એકઠા કરી જરૂરિયાત મંદ અને અંતરિયાળ વિસ્તારના લોકોને મદદરૂપ બનવાનો સંકલ્પ કરવામાં આવ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ નીતીનભાઇ ઠાકોર ડો,સુરેન્દ્રભાઈ ગુપ્તા કિસાનમોરચાના પ્રદેશ પ્રમુખગિરીશભાઇ જગાણીયા પૂર્વ નગરપાલિકા પ્રમુખહસમુખભાઇ પઢિયાર આનંદબંગલો સોસાયટી પ્રમુખ લક્ષ્મણભાઈભટોળ નગરપાલિકા કોર્પોરેટર જાગૃતીબેનમહેતા ઠાકુરદાસ ખત્રી મનઅગ્રવાલ સાગરભાઇ જાની કમલેશ હભાઈ પરમાર સોસાયટીના રહીશો ઉપસ્થિત રહી કાર્યને બિરદાવી લોકોને મદદરૂપ બનવા નિસ્વાર્થ સેવા સંગઠને આશીર્વાદ આપી કાર્યને ઝડપથી આગળ વધારવા માટે અભિનંદન પાઠવ્યા

શ્રી અજયરાજ સિંહજી.આર.ગોહિલ (વાવડી) WREU-જેકસન બેંક ના ચેરમેન પદે ત્રીજી વખત ચૂંટાવા બદલ શુભેચ્છાઓ

Image
શ્રી અજયરાજ સિંહજી.આર.ગોહિલ (વાવડી)  WREU-જેકસન બેંક ના ચેરમેન  પદે ત્રીજી વખત ચૂંટાવા બદલ શુભેચ્છાઓ                              શ્રી અજયરાજસિંહજી.આર.ગોહિલ (વાવડી)એક દાયકાથી WREU-જેકસન બેંક ના ચેરમેનશ્રી રહી ચુકેલા ભાવનગર રેલ્વે ડિવિઝનના લાડીલા અને લોકપ્રિયને સતત ત્રીજી વખત બહુમત લઈને  ચુંટાવા બદલ તેમજ હમેશાં તેઓ કહેતા આવ્યા "મારા ડિવિઝનનુ કલ્યાણ થાઓ" ને સાથૅક કરો તેવી સહ્દય શુભેચ્છાઓ. ગોહિલ નરેન્દ્ર સિંહ રણજીત સિંહજી (વાવડી) રાઠોડ યોગેશ ચંદુભાઇ (વાવડી) રિપોર્ટર=મૂળશંકર જાળેલા......

પરશુરામ ધામ મંદિર બગસરા દ્વારા બગસરા શહેરના પોલિસ સ્ટાફ ના ૩૮ કર્મચારી શ્રીને કોરોના વોરિયર્સ સન્માન પત્ર અર્પણ કરવામાં આવેલ..

Image
પરશુરામ ધામ મંદિર બગસરા દ્વારા બગસરા શહેરના પોલિસ સ્ટાફ ના ૩૮ કર્મચારી શ્રીને કોરોના વોરિયર્સ સન્માન પત્ર અર્પણ કરવામાં આવેલ.. મુકેશ જોષી બગસરા

મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા

Image
* મંગલ મંદિર માનવ સેવા પરીવાર  બગોદરા * એકતા ટ્રસ્ટ સુરત ના યુસુબભાઇ તથા તેમની ટીમ દ્વારા બગોદરા માનવ સેવા પરીવાર આશ્રમ ની ઓચીતાં મુલાકાત લીધી  મુલાકાત દરમ્યાન આશ્રમના પ્રમુખ દિનેશભાઇ લાઠીયા ને દુ:ખી બીનવારસી લોકોની સેવા - સાથે સારવાર કરી રહ્યા છે.તે બાબતે  બીરદાવ્યા તો બીજી બાજુ માનવ સેવાના પ્રમુખ  દિનેશભાઇ લાઠીયા તથા કાલુભાઇ ચાવડા ( પત્રકાર) દ્વારાએકતા ટ્રસ્ટ દ્વારા જે બીનવારસી ડેડ બોડીની અંતીમ સંસ્કાર કરવામાં આવે છે.કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ તે સેવાને બીરદાવી હતી ને બન્ને એકબીજાને દિલથી માનવ સેવાના કાર્યને આગળ ધપાવવા ચર્ચા વિચારણા કરી હતી ને એક બીજા નો આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં એકતા ટ્રસ્ટના યુસુબભાઈ એ જણાવ્યું હતું કે અમદાવાદ માં પણ બીનવારસી ડેડબોડીના અંતીમ સંસ્કાર કરવાનું કાર્ય શરૂ કરવા માટેની પંદર મીનીટ દિનેશભાઈ સાથે ચર્ચા કરવામાં  આવી હતી દિનેશભાઇ લાઠીયા-માનવ સેવા પરીવારના પ્રમુખ 9978095159

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી.

Image
ભાવનગર તાઃ ૨૧ : ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય શ્રી કેશુભાઇ નાકરાણી તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી બી.જે.સોસાએ રજુ કરેલા રસ્તાઓ, બીનઅધિકૃત દબાણો, વીજ ફીડર,પાણીની વ્યવસ્થા, જમીન માપણી, બીનખેતી વગેરે બબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનના આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી વક્તુબેન મકવાણા, ધારાસભ્ય શ્રી કનુભાઇ બારૈયા સહિતના પદાધિકારીશ્રીઓ...

◆આજ રોજ મહુવા ખીમનાથ મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય ભગત બાપુ ના વ્યાસાસને રામ કથા નો શુભ પ્રારંભ◆

Image
◆આજ રોજ મહુવા ખીમનાથ મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય ભગત બાપુ ના વ્યાસાસને રામ કથા નો શુભ પ્રારંભ◆ સંતો મહંતો ની પાવક સાનિધ્ય વચ્ચે ભકત જનો એ કરેલ કથા નું  શ્રવણ  આજરોજ મહુવાના ખીમનાથ મહાદેવ મંદિર ખાતે કોરોના મહામારી વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સ સાથે મર્યાદિત સંખ્યા માં પરમ પૂજ્ય ભગતબાપુ ની ૩૩૬ મી રામકથા નો પ્રારંભ કરવામાં આવેલ આ પ્રસંગે પોથી યાત્રા કીર્તન સાથે કથા પરિસર મા જ પરિક્રમા કરાવી વ્યાસપીઠ પર પધરાવી હતી ત્યારબાદ યજમાન દ્વારા વ્યાસપીઠ નું પૂજન કરવામાં આવેલ તેમજ વિવિધ પાવક જગ્યા જેવી કે સિદ્ધ ગણેશ આશ્રમ પૂજ્ય નેપાળી બાપુ ની જગ્યા ના ભરદ્વાજ ગીરીબાપુ, તેમજ નીંગાલા થી અમરદાસ બાપુ, વિજય હનુમાન થી શિવરામબાપુ, તથા મહુવા ના રામ પાસ રહો ની પાવક જગ્યા માંથી પધારેલ રાજેન્દ્રદાસ બાપુ નું સ્વાગત અભિવાદન કરવામાં આવેલ હતું ,તેમજ પૂજ્ય બાપુ પરિવાર અને યજમાન પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાંઆવેલ આ સાથે ઉપસ્થિત અમર દાસ બાપુ અને ભરદ્વાઝબાપુ દ્વારા આશીર્વચન પાઠવવવામાં પણ આવેલ હતા આ પ્રસંગે મહુવાના વિવિધ ક્ષેત્ર ના આગેવાનો નું સન્માન  પણ પૂજ્ય નટુબાપુ દ્વારા કરવામાં આવેલ ઘણા સમય ...

પાવર ઓફ નેટવર્ક ગ્રૂપ નાં પ્રમુખ શ્રી શ્રવણસિંહ ડાભી ( સરપંચશ્રી ધોરી ગ્રામ પંચાયત ) નવાં વર્ષ નિમિત્તે મોં મીઠું કરાવવામાં આવ્યું

Image
આજ રોજ પાવર ઓફ નેટવર્ક ગ્રૂપ નાં પ્રમુખ શ્રી શ્રવણસિંહ ડાભી ( સરપંચશ્રી ધોરી ગ્રામ પંચાયત ) તેમજ સામાજિક કાર્યકર રાજેશકુમાર એલીયા વિજય વાલમીયા, આર ડી ભાટિયા સાહેબ , કિસ્મતસિંહ ડાભી દ્વારા ડો. હિતેશભાઈ ચૌધરી ( રાષ્ટ્રીય કારોબારી સભ્ય યુવા ભાજપ ) નુ નવાં વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હિતેશભાઈ ચૌધરી સાહેબ નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું તેમજ નવાં વર્ષ નિમિત્તે મોં મીઠું કરાવવામાં આવ્યું , હિતેશભાઈ ચૌધરી સાહેબ જીવનમાં ઉતરોત્તર પ્રગતિ કરતાં રહો એવી શુભકામનાઓ પાઠવવામાં આવી

શહીદ વીર અજીતસિંહ પરમાર દિલ્લી થી વતન કોડીનાર આવવા તા. 13/11/2020 ના રોજ દિલ્લી થી વડોદરા આવવા માટે રાજધાની માં નીકળ્યા હતા.

Image
જય માં ભવાની , જય માં કરણી 🙏 જય માં ભારતી , જય હિન્દ 🇮🇳   CRPF બટાલિયન 205 માં કોબ્રા કમાન્ડો તરીખે ફરજ બજાવતા કોડીનાર ના વતની રાજપૂત બંધુ *શહીદ વીર જવાન સ્વ શ્રી અજીતસિંહ જગુભા પરમાર* નો પાર્થિવ દેહ એમના માદરે વતન કોડીનાર જવા રાજકોટ થી આજ રાત્રે 11:00 વાગ્યે પસાર થયો હતો એમના પાર્થિવ દેહ ના દર્શન વંદન કરવા તથા હુલહાર કરીને અનેક ક્ષત્રિય રાજપૂત બંધુઓ તથા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બંધુઓ એ શિવશક્તિ હોટલ કુવાડવા રોડ માન સન્માન પૂર્વક રાજકોટ થી વિદાય આપી હતી.કાલ સવારે વીર જવાન ની અંતિમ યાત્રા કોડીનાર ખાતે સવારે નીકળશે.  શહીદ વીર અજીતસિંહ પરમાર દિલ્લી થી વતન કોડીનાર આવવા તા. 13/11/2020 ના રોજ દિલ્લી થી વડોદરા આવવા માટે રાજધાની માં નીકળ્યા હતા.એમના આગામી દિવસ માં શુભ લગ્ન હતા. ટ્રેન માં મુસાફરી દરમિયાન એમનો સામાન મુંબઈ પહોંચી ગયો અને અજીતસિંહ પરમાર નો સંપર્ક પરિવારજનો થી તૂટી ગયો હતો. રેલવે મંત્રાલય નો ટ્વીટર દ્વારા સંપર્ક કરતા બીજા દિવસે જવાન નો મૃતદેહ તા.14/11/2020 ના રોજ મધ્યપ્રદેશ ના રતલામ પાસેના અલોટ પાસે થી મળ્યો એવી જાણ થઈ. અહીંથી પરિજનો અલોટ...

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિક્રમ સંવત ના નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું

Image
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિક્રમ સંવત ના નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું*       *રાજ્ય અને દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી*                 મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક આદ્યશક્તિ મા અંબેના દર્શન અને પૂજા અર્ચના નૂતન વર્ષ માં આજે કર્યા હતા.           માતાજીના દર્શન પૂજન કર્યા બાદ મુખ્યમંત્રીશ્રી એ મીડિયા સાથેની વાતચીતમાં પ્રજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે રાજ્ય અને દેશની સલામતી સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય તેમજ કોરોના સંક્રમણ જલદીથી દૂર થાય સૌ કોઈ આ મહામારી થી મુક્ત થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી છે.            મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે કોરોના સંક્રમણમાં થોડોક વધારો થયો છે ત્યારે લોકોને આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં અને સારી રીતે મળી રહે તે માટે તમામ વ્ય...