ભંડારીયા સમાચાર / bhandariya // mjnews // 12/01/2021
રિપોર્ટર:જીજ્ઞેશ ચુડાસમા
*ભંડારિયા કે.વ.ની મેલકડી પા.શાળા ના બાળકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ તેમજ લાડુનું વિતરણ કરાયું*
તા.11/1/2021 ના રોજ પ્રા.શૈક્ષિક મહાસંઘ તા.ભાવનગર ના પ્રા.શિક્ષક સભ્યશ્રીઓ, દાતાશ્રીઓના સહયોગથી ભંડારીયા કે.વ.ની મેલકડી પ્રા.શાળા ના બાળકો ને ઉત્તરાયણ નિમિત્તે પતંગ તથા લાડુનું વિતરણ કરી ખુશી વહેંચી હતી,
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન /પ્રાંત મંત્રીશ્રી મહેશભાઈ મોરી સાહેબ તથા ભાવનગર જીલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી વિજયભાઈ આહિર તથા ભાવનગર તા.ના વાલીશ્રી મુકેશભાઈ પનોત તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર ના સભ્યશ્રી ઓ તેમજ શાળાના આચાર્ય શ્રી મનીષભાઈ તથા ચકુરભાઈ જાંબુચા તેમજ મિત્રો દ્વારા આ સુંદર મજાના પતંગ વિતરણના સુબોધ કાર્યક્રમ ને,બાળકોના આનંદ/ઉલ્લાસ સાથે પ્રકૃતિ ના સાનિધ્યમાં ,બાલકિશનદાસ બાપુના આશિર્વાદ વચનો થકી સફળ બનાવવા બદલ, સમગ્ર સંગઠનનો હ્રદયપુર્વક આભાર...
Comments
Post a Comment