જીવની પરવા કર્યા વિના 'રાષ્ટ્રીય પક્ષી' મોર ને બચાવનાર અગિયાળી ગામના પોલીસ કોન્સ્ટેબલ ને સલામ।
સૌરાષ્ટ્ર સેતુ રિપોર્ટર
જીજ્ઞેશ ચુડાસમા
*જીવની પરવા કર્યા વિના 'રાષ્ટ્રીય પક્ષી' મોર ને બચાવનાર અગિયાળી ગામના પોલીસ કોન્સ્ટેબલ ને સલામ*
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી ગામમાં રહેવાસી ,
ભાવનગર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા, કોન્સ્ટેબલ ભાવેશભાઇ દવે સવારે પોતાના ઘરે હતા,આ સમયમાં વાડીના ખેત શ્રમિકે કુવામાં અકસ્માતે પડેલ મોર ને જોતા જ સમય સુચકતા વાપરી ,એના સંપર્ક માં રહેનાર કોન્સ્ટેબલ ભાવેશભાઇ ને જાણ કરી કે
"બાલાભાઈ જાની ની વાડી માં અકસ્માતે મોર પડ્યો છે."
વાત સાંભળતા જ ભાવેશભાઇ કોઈ જીવદયા પ્રેમીને જાણ કરે એ સ્થળ પર પહોંચે ત્યાં સમય વીતી જશે તો, પછી પછતાવો કરવાનો કોઈ અર્થ નહી,આ વિચાર આવતા જ,પોતાનો જીવ ની પરવા કર્યા વગર ભાવેશભાઇ એના મિત્રો અને બાલાભાઈ જાની ની સહિયારી મદદ વડે , ૭૦ ફુટ ઉંડા કુવામાં રસ્સા વડે ઉતરીને સુરક્ષિત રીતે કુવામાંથી બહાર કાઢી ,એક રાષ્ટ્રીય પક્ષી મોર ને બચાવી લેવાયો હતો...
એક ક્ષણનો વિલંબ ના કરતા, જીવના જોખમે કરેલ કામગીરીને ગ્રામજનો તેમજ ચોતરફ આ વાત પ્રસરતા, પ્રજાજનોએ હરખથી કોન્સ્ટેબલ ની પ્રશંસનીય કામગીરી ને બિરદાવી હતી..
Comments
Post a Comment