સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ માં 1000થી વધુ ફુલઝાડ અને ઔષધીય રોપાઓનું વિના મૂલ્યે વિતરણ તથા ફુલઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ 6 જુલાઇ ને સોમવારે સાંજે 5=30 વાગ્યે કરવામાં આવશે. આ તકે ગાદીપતિ પુજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 મહંત શ્રી ભરતબાપુ એવંમ અલ્પેશ બાપુ ના સાનિધ્ય માં મોવિયા ગામ ના ,રાજકીય આગેવાન શ્રીઓ,પુજનીય સંતો મહંતો ના સાનિધ્ય માં દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવશે. ગોંડલ વન વિભાગ મોવિયા ગામ પંચાયત ના ખાસ સહયોગ થી આ આયોજન કરવામાં આવે છે. તેમજ રોપા મેળવનાર તમામ માટે અલાયદી ખાસ અલગ પ્રકારની ની બેઠક વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 16વર્ષ થી આ જગ્યા માં દર ચોમાસે રોપાઓનું વિના મૂલ્યે વિતરણ થતું રહ્યું છે.આ તકે પર્યાવરણ પ્રેમીઓ ખાસ હાજર રહી આ ક્રાયકમમા આહુતી આપી, ગામના લોકોને પ્રકૃતી નુ જતન થાય અને વધુ માં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યે ની આપણી જવાબદારી પુર્ણ નીષ્ઠાથી નીભાવવી જોઇએ એવો શુભ સંદેશ આપશે. આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે વૃક્ષો ની જાળવણી મહત્વપુર્ણ છે. પર્યાવરણ ના જતન માટે વૃક્ષો...