Posts

Showing posts from November, 2020

*મહુવા નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ હાઈકોર્ટે દ્વારા પદ પરથી હટાવ્યા બાદ આજે મહુવા નગરપાલિકા નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણી મા બિન હરીફ વરણી*

Image
બ્રેકિંગ ન્યુઝ *મહુવા નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ હાઈકોર્ટે દ્વારા પદ પરથી હટાવ્યા બાદ આજે મહુવા નગરપાલિકા નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણી મા બિન હરીફ વરણી* રિપોર્ટર રાજકુમાર પરમાર મહુવા તા.1 આજરોજ મહુવા નગરપાલિકા દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચુંટણી યોજાય હતી જેમાં હરેશભાઈ મેહતા પ્રમુખ અને કિશોરભાઈ મકવાણા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાયેલા છે થોડાક સમય પહેલા નામદાર હાઇકોર્ટે દ્વારા નગરપાલિકા દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ ને ગેરકાયદેસર ઠરાવેલા અને પદ ઉપર હટાવી દેવામા આવેલ ગેરકાયદેસર રીતે કામ કરે છે  તેના ઉપર હાઈકોર્ટે હુકમ કરતા પદ પર થી હટાવવા મા આવ્યા હતા આજે ચુંટણી યોજાય હતી જેમાં થી 29 સભ્યો માથી 2 ગેરહાજર હતા 27 સભ્યો ની હાજરી મા ચુંટણી પ્રક્રિયા યોજાય હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ એક એક ફોર્મ ભરાયા હતા જેમાં બિનહરીફ જાહેર થયા

*આજે જિલ્લામા ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ ત જાણો વિગતવાર માહિતી ...

30/11/2020 *આજે જિલ્લામા ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત* ૦૦૦૦૦૦ *જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૨૩ કેસો પૈકી ૬૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ* ૦૦૦૦૦૦ ભાવનગર, તા.૩૦ : ભાવનગર જિલ્લામા આજરોજ ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૨૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૮ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૦ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨ તથા સિહોર ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૨૪ તેમજ તાલુકાઓના ૩ એમ કુલ ૨૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા...

વડનગર 30/11/20

Image
વડનગર.  તારીખ.30.11.2020. બનાવ બનેલો છેપીપલ કો ઓપરેટિવ બેન્કના જુના મકાનમાંથી ચોર ઝડપાયો,  વડનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી સુનિલ દત્ત મહેતાના ઘરની સામે પીપલ કો ઓપરેટિવ બેન્કના જુના મકાનમાંથી ચોર ઝડપાયો, આજ રોજ પીપલ કો ઓપરેટિવ બેન્કના જુના મકાનમાં ચોર ઘૂસી જતા જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી,  ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પોલીસ દ્વારા પીપલ કો ઓપરેટિવ બેન્કના જુના મકાનમાંથી ચોર ઝડપી પાડવામાં આવ્યો,

૨૯/૧૧/૨૦ કોરોના રિપોર્ટ..

29/11/2020 *આજે જિલ્લામા ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૩ દર્દીઓ બન્યા કોરોનામુક્ત* ૦૦૦૦૦૦ *જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૦૯ કેસો પૈકી ૭૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ* ૦૦૦૦૦૦ ભાવનગર, તા.૨૯ : ભાવનગર જિલ્લામા આજરોજ ૨૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૦૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૨ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાના દાઠા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, મહુવા તાલુકાના ઓથા ગામ ખાતે ૧ તથા મહુવા ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૨૧ તેમજ તાલુકાઓના ૨ એમ કુલ ૨૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસ...

આજરોજ નિસ્વાર્થ સેવા સંગઠન ના માધ્યમથી પાલનપુર ની સોસાયટીઓ માં રહેતા તમામ રહીશોના બિનજરૂરી કપડા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચે એ અનુસંધાને ..

Image
આજરોજ નિસ્વાર્થ સેવા સંગઠન ના માધ્યમથી પાલનપુર ની સોસાયટીઓ માં રહેતા તમામ રહીશોના બિનજરૂરી કપડા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચે એ અનુસંધાને નવાગંજ રોડ પાસે આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા રહીશોના બિનજરૂરી કપડા એકઠા કરી પાલનપુર તેમજ બનાસકાંઠા ના તમામ જરૂરિયાત મંદ લોકો ને પાંચ લાખથી વધારે રહીશોના બિનજરૂરી કપડાં એકઠા કરી જરૂરિયાત મંદ અને અંતરિયાળ વિસ્તારના લોકોને મદદરૂપ બનવાનો સંકલ્પ કરવામાં આવ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ નીતીનભાઇ ઠાકોર ડો,સુરેન્દ્રભાઈ ગુપ્તા કિસાનમોરચાના પ્રદેશ પ્રમુખગિરીશભાઇ જગાણીયા પૂર્વ નગરપાલિકા પ્રમુખહસમુખભાઇ પઢિયાર આનંદબંગલો સોસાયટી પ્રમુખ લક્ષ્મણભાઈભટોળ નગરપાલિકા કોર્પોરેટર જાગૃતીબેનમહેતા ઠાકુરદાસ ખત્રી મનઅગ્રવાલ સાગરભાઇ જાની કમલેશ હભાઈ પરમાર સોસાયટીના રહીશો ઉપસ્થિત રહી કાર્યને બિરદાવી લોકોને મદદરૂપ બનવા નિસ્વાર્થ સેવા સંગઠને આશીર્વાદ આપી કાર્યને ઝડપથી આગળ વધારવા માટે અભિનંદન પાઠવ્યા

શ્રી અજયરાજ સિંહજી.આર.ગોહિલ (વાવડી) WREU-જેકસન બેંક ના ચેરમેન પદે ત્રીજી વખત ચૂંટાવા બદલ શુભેચ્છાઓ

Image
શ્રી અજયરાજ સિંહજી.આર.ગોહિલ (વાવડી)  WREU-જેકસન બેંક ના ચેરમેન  પદે ત્રીજી વખત ચૂંટાવા બદલ શુભેચ્છાઓ                              શ્રી અજયરાજસિંહજી.આર.ગોહિલ (વાવડી)એક દાયકાથી WREU-જેકસન બેંક ના ચેરમેનશ્રી રહી ચુકેલા ભાવનગર રેલ્વે ડિવિઝનના લાડીલા અને લોકપ્રિયને સતત ત્રીજી વખત બહુમત લઈને  ચુંટાવા બદલ તેમજ હમેશાં તેઓ કહેતા આવ્યા "મારા ડિવિઝનનુ કલ્યાણ થાઓ" ને સાથૅક કરો તેવી સહ્દય શુભેચ્છાઓ. ગોહિલ નરેન્દ્ર સિંહ રણજીત સિંહજી (વાવડી) રાઠોડ યોગેશ ચંદુભાઇ (વાવડી) રિપોર્ટર=મૂળશંકર જાળેલા......

પરશુરામ ધામ મંદિર બગસરા દ્વારા બગસરા શહેરના પોલિસ સ્ટાફ ના ૩૮ કર્મચારી શ્રીને કોરોના વોરિયર્સ સન્માન પત્ર અર્પણ કરવામાં આવેલ..

Image
પરશુરામ ધામ મંદિર બગસરા દ્વારા બગસરા શહેરના પોલિસ સ્ટાફ ના ૩૮ કર્મચારી શ્રીને કોરોના વોરિયર્સ સન્માન પત્ર અર્પણ કરવામાં આવેલ.. મુકેશ જોષી બગસરા

મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા

Image
* મંગલ મંદિર માનવ સેવા પરીવાર  બગોદરા * એકતા ટ્રસ્ટ સુરત ના યુસુબભાઇ તથા તેમની ટીમ દ્વારા બગોદરા માનવ સેવા પરીવાર આશ્રમ ની ઓચીતાં મુલાકાત લીધી  મુલાકાત દરમ્યાન આશ્રમના પ્રમુખ દિનેશભાઇ લાઠીયા ને દુ:ખી બીનવારસી લોકોની સેવા - સાથે સારવાર કરી રહ્યા છે.તે બાબતે  બીરદાવ્યા તો બીજી બાજુ માનવ સેવાના પ્રમુખ  દિનેશભાઇ લાઠીયા તથા કાલુભાઇ ચાવડા ( પત્રકાર) દ્વારાએકતા ટ્રસ્ટ દ્વારા જે બીનવારસી ડેડ બોડીની અંતીમ સંસ્કાર કરવામાં આવે છે.કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ તે સેવાને બીરદાવી હતી ને બન્ને એકબીજાને દિલથી માનવ સેવાના કાર્યને આગળ ધપાવવા ચર્ચા વિચારણા કરી હતી ને એક બીજા નો આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં એકતા ટ્રસ્ટના યુસુબભાઈ એ જણાવ્યું હતું કે અમદાવાદ માં પણ બીનવારસી ડેડબોડીના અંતીમ સંસ્કાર કરવાનું કાર્ય શરૂ કરવા માટેની પંદર મીનીટ દિનેશભાઈ સાથે ચર્ચા કરવામાં  આવી હતી દિનેશભાઇ લાઠીયા-માનવ સેવા પરીવારના પ્રમુખ 9978095159

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી.

Image
ભાવનગર તાઃ ૨૧ : ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય શ્રી કેશુભાઇ નાકરાણી તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી બી.જે.સોસાએ રજુ કરેલા રસ્તાઓ, બીનઅધિકૃત દબાણો, વીજ ફીડર,પાણીની વ્યવસ્થા, જમીન માપણી, બીનખેતી વગેરે બબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનના આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી વક્તુબેન મકવાણા, ધારાસભ્ય શ્રી કનુભાઇ બારૈયા સહિતના પદાધિકારીશ્રીઓ...

◆આજ રોજ મહુવા ખીમનાથ મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય ભગત બાપુ ના વ્યાસાસને રામ કથા નો શુભ પ્રારંભ◆

Image
◆આજ રોજ મહુવા ખીમનાથ મહાદેવ મંદિર ખાતે પરમ પૂજ્ય ભગત બાપુ ના વ્યાસાસને રામ કથા નો શુભ પ્રારંભ◆ સંતો મહંતો ની પાવક સાનિધ્ય વચ્ચે ભકત જનો એ કરેલ કથા નું  શ્રવણ  આજરોજ મહુવાના ખીમનાથ મહાદેવ મંદિર ખાતે કોરોના મહામારી વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સ સાથે મર્યાદિત સંખ્યા માં પરમ પૂજ્ય ભગતબાપુ ની ૩૩૬ મી રામકથા નો પ્રારંભ કરવામાં આવેલ આ પ્રસંગે પોથી યાત્રા કીર્તન સાથે કથા પરિસર મા જ પરિક્રમા કરાવી વ્યાસપીઠ પર પધરાવી હતી ત્યારબાદ યજમાન દ્વારા વ્યાસપીઠ નું પૂજન કરવામાં આવેલ તેમજ વિવિધ પાવક જગ્યા જેવી કે સિદ્ધ ગણેશ આશ્રમ પૂજ્ય નેપાળી બાપુ ની જગ્યા ના ભરદ્વાજ ગીરીબાપુ, તેમજ નીંગાલા થી અમરદાસ બાપુ, વિજય હનુમાન થી શિવરામબાપુ, તથા મહુવા ના રામ પાસ રહો ની પાવક જગ્યા માંથી પધારેલ રાજેન્દ્રદાસ બાપુ નું સ્વાગત અભિવાદન કરવામાં આવેલ હતું ,તેમજ પૂજ્ય બાપુ પરિવાર અને યજમાન પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાંઆવેલ આ સાથે ઉપસ્થિત અમર દાસ બાપુ અને ભરદ્વાઝબાપુ દ્વારા આશીર્વચન પાઠવવવામાં પણ આવેલ હતા આ પ્રસંગે મહુવાના વિવિધ ક્ષેત્ર ના આગેવાનો નું સન્માન  પણ પૂજ્ય નટુબાપુ દ્વારા કરવામાં આવેલ ઘણા સમય ...

પાવર ઓફ નેટવર્ક ગ્રૂપ નાં પ્રમુખ શ્રી શ્રવણસિંહ ડાભી ( સરપંચશ્રી ધોરી ગ્રામ પંચાયત ) નવાં વર્ષ નિમિત્તે મોં મીઠું કરાવવામાં આવ્યું

Image
આજ રોજ પાવર ઓફ નેટવર્ક ગ્રૂપ નાં પ્રમુખ શ્રી શ્રવણસિંહ ડાભી ( સરપંચશ્રી ધોરી ગ્રામ પંચાયત ) તેમજ સામાજિક કાર્યકર રાજેશકુમાર એલીયા વિજય વાલમીયા, આર ડી ભાટિયા સાહેબ , કિસ્મતસિંહ ડાભી દ્વારા ડો. હિતેશભાઈ ચૌધરી ( રાષ્ટ્રીય કારોબારી સભ્ય યુવા ભાજપ ) નુ નવાં વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હિતેશભાઈ ચૌધરી સાહેબ નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું તેમજ નવાં વર્ષ નિમિત્તે મોં મીઠું કરાવવામાં આવ્યું , હિતેશભાઈ ચૌધરી સાહેબ જીવનમાં ઉતરોત્તર પ્રગતિ કરતાં રહો એવી શુભકામનાઓ પાઠવવામાં આવી

શહીદ વીર અજીતસિંહ પરમાર દિલ્લી થી વતન કોડીનાર આવવા તા. 13/11/2020 ના રોજ દિલ્લી થી વડોદરા આવવા માટે રાજધાની માં નીકળ્યા હતા.

Image
જય માં ભવાની , જય માં કરણી 🙏 જય માં ભારતી , જય હિન્દ 🇮🇳   CRPF બટાલિયન 205 માં કોબ્રા કમાન્ડો તરીખે ફરજ બજાવતા કોડીનાર ના વતની રાજપૂત બંધુ *શહીદ વીર જવાન સ્વ શ્રી અજીતસિંહ જગુભા પરમાર* નો પાર્થિવ દેહ એમના માદરે વતન કોડીનાર જવા રાજકોટ થી આજ રાત્રે 11:00 વાગ્યે પસાર થયો હતો એમના પાર્થિવ દેહ ના દર્શન વંદન કરવા તથા હુલહાર કરીને અનેક ક્ષત્રિય રાજપૂત બંધુઓ તથા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બંધુઓ એ શિવશક્તિ હોટલ કુવાડવા રોડ માન સન્માન પૂર્વક રાજકોટ થી વિદાય આપી હતી.કાલ સવારે વીર જવાન ની અંતિમ યાત્રા કોડીનાર ખાતે સવારે નીકળશે.  શહીદ વીર અજીતસિંહ પરમાર દિલ્લી થી વતન કોડીનાર આવવા તા. 13/11/2020 ના રોજ દિલ્લી થી વડોદરા આવવા માટે રાજધાની માં નીકળ્યા હતા.એમના આગામી દિવસ માં શુભ લગ્ન હતા. ટ્રેન માં મુસાફરી દરમિયાન એમનો સામાન મુંબઈ પહોંચી ગયો અને અજીતસિંહ પરમાર નો સંપર્ક પરિવારજનો થી તૂટી ગયો હતો. રેલવે મંત્રાલય નો ટ્વીટર દ્વારા સંપર્ક કરતા બીજા દિવસે જવાન નો મૃતદેહ તા.14/11/2020 ના રોજ મધ્યપ્રદેશ ના રતલામ પાસેના અલોટ પાસે થી મળ્યો એવી જાણ થઈ. અહીંથી પરિજનો અલોટ...

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિક્રમ સંવત ના નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું

Image
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિક્રમ સંવત ના નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું*       *રાજ્ય અને દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી*                 મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક આદ્યશક્તિ મા અંબેના દર્શન અને પૂજા અર્ચના નૂતન વર્ષ માં આજે કર્યા હતા.           માતાજીના દર્શન પૂજન કર્યા બાદ મુખ્યમંત્રીશ્રી એ મીડિયા સાથેની વાતચીતમાં પ્રજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે રાજ્ય અને દેશની સલામતી સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય તેમજ કોરોના સંક્રમણ જલદીથી દૂર થાય સૌ કોઈ આ મહામારી થી મુક્ત થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી છે.            મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે કોરોના સંક્રમણમાં થોડોક વધારો થયો છે ત્યારે લોકોને આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં અને સારી રીતે મળી રહે તે માટે તમામ વ્ય...

ખુશીયા બાંટતે ચલો ,અપની ખુશી દુગની હો જાયેગી", આ પંક્તિએ કેટલાય લોકોની જીંદગી બદલી નાખી છે, સેવા કાયૅ માટે કોઈપણ સમય યોગ્ય જ છે,

Image
" ખુશીયા બાંટતે ચલો ,અપની ખુશી દુગની હો જાયેગી",   આ પંક્તિએ કેટલાય લોકોની જીંદગી બદલી નાખી છે, સેવા કાયૅ માટે કોઈપણ સમય યોગ્ય જ છે,  નુતન વર્ષા તહેવારો નિમિત્તે  જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ શ્રી માનવ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ઝુંપડપટ્ટી ના બાળકો ને પફ નાસ્તો  કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ પ્રમુખ બંટીભાઈ ભુવા, શ્રી માનવ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ સ્મિતાબેન પટેલ, મહેશભાઈ વાડોદરીયા, ધર્મેશભાઈ ભુવા, વિપુલભાઈ રીબડીયા, હકાભાઈ ધિરુભાઈ સરધારા, ભુપતભાઈ પ્રગતાણી  વગેરે ઉપસ્થિત રહી શ્રમિકોની ખુશીમાં સામેલ થયા હતા. જયહિન્દ.

દિવાળી ના શુભ દિને યુવા સેના ભાવનગર દ્વારા ૯૦૦૦ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું..

Image
આજ રોજ 14/11/2020 નાં દિવાળી નાં શુંભ દિવસે યુવા સેના ભાવનગર શહેર દ્વારા 9000 માસ્ક ફ્રી માં   વિતરણ કરવામાં આવ્યું તેમાં ભાવનગર માં ગરીબ વસતા પરિવારો ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં, બસ સ્ટેન્ડ, શિવાજી સર્કલ, જવાહર મેદાન, સુભાષનગર, કાળીયાબીડ ની ટાકી, આર.ટી.ઓ.સર્કલ, તેમજ ભાવનગર શહેર ના નાના નાના વિસ્તાર માં માસ્ક નું વિતરણ તેમજ માસ્ક પહેરવાથી  થતાં લાભો અને ગેર લાભો  વિશે સમજાવવા  માં આવ્યું   હતું       યુવાસેના ભાવનગર શહેર પ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજા (ખીજદળ) , યુવાસેના સિદસર કાળિયાબીડ વોડ પ્રમુખ લખધીરસિંહ જાડેજા ખીજદળ , ભાવનગર આઇ. ટી. સેલ્સ. પ્રમુખ સંજભાઈ ઓજા, યજ્ઞેશભાઈ, ચિરાગભાઈ ભટી (અકવાડા) તેમજ યુવા સેના (ગુજરાત) ભાવનગર શહેર ની ટીમ હાજર રહી હતી

તળાજા તાલુકાના સાંખડાસર ગામ પાસેથી ઈંગ્લીશ દારુની ૩૦૦ બોટલ સાથે ૨ શખ્સ ઝડપાયા

Image
તળાજા તાલુકાના સાંખડાસર ગામ પાસેથી ઈંગ્લીશ દારુની ૩૦૦ બોટલ સાથે ૨ શખ્સ ઝડપાયા   તળાજા તાલુકાના સાંખડાસર ગામ પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે તળાજા પોલીસે ૨ ની ધરપકડ કરી.તળાજા પોલીસે કાલે બપોરે બાતમીના આધારે સાંખડાસર ૧ ગામે રેડ દરમિયાન ખેડૂતે ઘરની ઓરડીમાં સંતાડેલ ૩૦૦ બોટલ અને દેશી દારૂ સમેત ૧૮૦૦૦૦ ના મુદ્દા માલ સાથે તેની ધરપકડ કરી.                              .                                                                                                                             રિપોટર :- જયેશ મકવાણા

કલ હમારા યુવા સંગઠન તળાજા દ્વારા આજ તા 12/11/20 ના રોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

Image
*કલ હમારા યુવા સંગઠન તળાજા દ્વારા આજ તા 12/11/20 ના રોજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે* રિપોર્ટર રાજકુમાર પરમાર        કોટડા ગામના લોકો પોતાની જમીન બચાવવા માટે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના માઈનિંગ વિરોધ મા આંદોલન કરતા ડાઠા પોલીસ દ્વારા આચરવામાં આવેલા અમાનુષી અત્યાચાર અને ભાઈઓ બહેનો ઉપર કરવામાં આવેલા ગંભીર પોલીસ કેસો પાછા ખેંચવાની માગણી કરવામાં આવી છે        પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસો સરકાર દ્વારા પાછાં ખેંચી લેવામાં આવે તો કોટડા પ્રકરણ બાબતે કેમ નહી      કલ હમારા યુવા સંગઠન ગુજરાત દ્વારા સરકાર ને રજૂઆત કરવામાં આવે છે કે કોળી સમાજના ભાઈઓ અને બહેનો ઉપર થયેલા ખોટા પોલીસ કેસો પાછા ખેંચવામાં આવે વલ્લભભાઈ બારૈયા ઉપ પ્રમુખ, સુરેશભાઈ ઝાલા, કીશોરભાઈ વાઘેલા, ભરતભાઈ ધાપા, પંકજભાઈ ડાભી, શૈલેષભાઈ ચૌહાણ, મહેશભાઈ બારૈયા ભટુરભાઈ મકવાણા પ્રવિણભાઈ શિયાળ, કીશનભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા

ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેણાકિય મકાનના ફળિયામાંથી દેશી દારૂ ઝડપાયો

Image
ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેણાકિય મકાનના ફળિયામાંથી દેશી દારૂ ઝડપાયો ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેણાકિય મકાનના ફળિયામાંથી દેશી દારૂ ઝડપાયો. ઘોઘા પોલીસ સ્ટેશન સ્ટાફ ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા , તે દરમિયાન કરેડા ગામે આવતા બાતમી મળેલ કે કરેડા ગામે રહેતા રામજીભાઈ બારૈયા પોતાના મકાનના ફળિયામાં દેશી દારૂનું વેચાણ કરે છે, તે બાતમીના આધારે તેના મકાનમાં રેડ કરતા તેના ફળિયામાંથી દેશી દારૂની ૧૨ થેલી મળી આવેલ તેથી રામજીભાઈ બારૈયા વિરુધ્ધ કલમ ૬૫AA મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો . રિપોટેર:- જયેશ મકવાણા               ઘોઘા   

ગારીયાધાર ટોળપાણા પાંચટોબરા રોડ પાસેથી જાહેરમાં જુગાર રમતા ૦૯ શકુનીઓ ને રોકડ રૂ.૧૦,૧૫૦ તથા મોબાઇલ ફોન નંગ.૫ કિ.રૂ.૪,૦૦૦/- મળી કુલ રૂ. ૧૪૧૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી ગારીયાઘાર પોલીસ.

Image
*ગારીયાધાર ટોળપાણા પાંચટોબરા રોડ પાસેથી  જાહેરમાં જુગાર રમતા ૦૯ શકુનીઓ ને રોકડ રૂ.૧૦,૧૫૦  તથા મોબાઇલ ફોન નંગ.૫ કિ.રૂ.૪,૦૦૦/-  મળી કુલ રૂ. ૧૪૧૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી ગારીયાઘાર પોલીસ*  ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનીરીક્ષક સા. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓએ આપેલ સુચના મુજબ પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક સા. શ્રી આર.ડી.જાડેજા સા. ની સુચના મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમા દારૂ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.           જે સુચના આઘારે ગારીયાઘાર પોલીસ સ્ટેશન પો. સબ ઈન્સ્પેકટર વી.વી.ધ્રાંગુ સા. ની સુચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન *પો. કોન્સ.અમીતભાઈ ડાંગર તથા પો.કોન્સ. રાજુભાઈ ડાંગર નાઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ* કે ગારીયાધાર ટોળપાણા, પાંચટોબરા રોડ વાડી વિસ્તાર ગાડાના માર્ગ પર બાવળની કાંટમા અમુક ઇસમો જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે. જે હકીકત આધારે બાતમીવાળી જગ્યા ઉપર પંચો...

સ્વ.મગનભાઈ લાખાભાઇ કોટડીયા.

Image
ઓમ શાંતિ.. ઓમ શાંતિ... ઓમ શાંતિ.. સ્વ.મગનભાઈ લાખાભાઈ કોટડીયા(ઉ.વ 56)  તા,10,11,2020 ને મંગળવારે રામચરણ પામેલ છે તેઓ એ કે સોલંકી ના પ્રરંમ મિત્ર એવા ઘનશ્યામ કોટડીયા ના પિતા થાય.તેમનું બેસણું તા,12 ને ગુરુવારે ( ગામ કોટડી) હાલ સુરત ખાતે રાખેલ છે.* આપની હયાતી અમારી પ્રેરણા હતી,આપના    આદર્શ અમારા માર્ગદર્શન હતા,આપનો માયાળુ સ્વભાવ,લાગણીશીલતા અમો જીવનભર ભુલશુ નહીં,પરમાત્મા આપનાં દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

નવનિયુક્ત અધ્યક્ષશ્રી રાજીવભાઈ પંડ્યા આવતીકાલે શહેર ભા.જ.પા. કાર્યાલય ખાતે વિશાળ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ચાર્જ સાંભળશે - તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ. ભાવનગર

Image
*નવનિયુક્ત અધ્યક્ષશ્રી રાજીવભાઈ પંડ્યા આવતીકાલે શહેર ભા.જ.પા. કાર્યાલય ખાતે વિશાળ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ચાર્જ સાંભળશે - તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ.* તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ દ્વારા સમગ્ર ગુજરાતમાં બાકી રહેતા અધ્યક્ષોની નિમણૂક પૂર્ણ કરી સંગઠન રચનાને પૂર્ણ કરવામાં આવતા ભાવનગર મહાનગર માટે આગામી ત્રણ વર્ષ માટે શ્રી રાજીવભાઈ પંડ્યાની વરણી કરવામાં આવતા આવતીકાલે તા.11/11/20 ને બુધવારના રોજ સવારે 10/30 કલાકે નવનિયુક્ત અધ્યક્ષશ્રી રાજીવભાઈ પંડ્યા શહેર અધ્યક્ષ તરીકેનો તેનો ચાર્જ તેના પૂર્વ અધ્યક્ષશ્રી સનતભાઈ મોદી પાસેથી સાંભળશે. નવનિયુક્ત અધ્યક્ષશ્રી રાજીવભાઈ પંડ્યા આવતીકાલે શહેર ભા.જ.પા. કાર્યાલય ખાતે વિશાળ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પોતાનો અધ્યક્ષશ્રી તરીકેનો ચાર્જ સાંભળશે ત્યારે તેઓને અભિનંદન અને શુભેચ્છઓ પાઠવવા તમામ આગેવાનો, કાર્યકર્તાઓને આવતીકાલે સવારે 10/30 કલાકે ઉપસ્થિત રહેવા શહેર ભા.જ.પા. દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. *નોંધ:- નવનિયુક્ત શહેર અધ્યક્ષશ્રી આવતીકાલે ચાર્જ સાંભળે ત્યારે સવારે ૧૧/૦૦ કલાકે આપ સૌ...

ગુજરાત, બિહાર મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો લહેરાતા શહેર ભા.જ.પા. દ્વારા હર્ષ વ્યક્ત કરાયો - વિજયોત્સવ ઉજવી પક્ષની જીતને વધાવવામાં આવી.

Image
તા.૧૦/૧૧/૨૦. *ગુજરાત, બિહાર મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો લહેરાતા શહેર ભા.જ.પા. દ્વારા  હર્ષ વ્યક્ત કરાયો - વિજયોત્સવ ઉજવી પક્ષની જીતને વધાવવામાં આવી* ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં 8 એ 8 વિધાન સભા સહિત બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય પ્રદર્શન સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશની પેટા ચૂંટણીઓમાં ભવ્ય પ્રદર્શન સહિત સમગ્ર દેશમાં આજે લહેરાયેલા કેસરિયા અને પક્ષની ભવ્ય જીત બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડડાજી સહિતના શીર્ષસ્થ નેતૃત્વને અભિનંદન પાઠવાયા હતા જ્યારે ગુજરાત વિધાનસભાની 8 પૈકી તમામ 8 બેઠકો જીતવા બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સહિતના નેતૃત્વને શહેર ભા.જ.પા. વતી કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી અને સંસદ શ્રી ભારતીબેન શિયાળ, રાજ્ય સરકારના મંત્રીશ્રી વિભાવરીબેન દવે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી રાજુભાઇ રાણ...

કાઇમ બાંચ ભાવનગરનુ સુપર્બ કામગીરી વાહન ચોરીના ૯ (નવ) ગુન્હાનો ભેદ ઉકેલાયો.

Image
⚡ કાઇમ બાંચ ભાવનગરનુ સુપર્બ કામગીરી વાહન ચોરીના ૯ (નવ) ગુન્હાનો ભેદ ઉકેલાયો ⚡ 💥 *મોટર સાયકલ ચોરીના વણશોધાયેલ કુલ-૯ (નવ) ગુન્હાનો ભેદ ઉકેલી પાંચ ઇસમોને મોટર સાયકલ નંગ-૮ કી.રૂ. ૧,૭૦,૦૦૦/- સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર* 💥 ⚡⚡શ્રી અશોકકુમાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને મિલ્કત સબંધી તેમજ વાહન ચોરીના વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલાય અને પ્રજામાં પોલીસની કામગીરી પ્રત્યે વિશ્વાસ જળવાય રહે તે રીતે કામગીરી કરવા સુચનાઓ આપેલ હોય, જે અન્વયે ભાવનગર પોલીસ અધીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબનાઓએ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચને ઘરફોડ ચોરી તથા મિલ્કત સબંધી તેમજ વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના અનુસંધાને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની આગેવાનીમાં એલ.સી.બી. ભાવનગરની જુદી-જુદી ટીમો બનાવી જીલ્લામાં વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ બનેલ અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે ખાસ એક્શન પ્લાન બનાવી, પેટ્રોલીંગનુ આયોજન કરેલ હતુ....

મહુવા ન્યૂઝ રિપોર્ટર .રાજકુમાર પરમાર

Image
*મહુવા વડલી ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ* મહુવા તા.10 મહુવા નેશનલ હાઈવે ને પર ચક્કાજામ છેલ્લા 4 પાંચ વર્ષથી રસ્તૉ ખરાબ છે  જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ગઈકાલે મહુવા ડ્રિહાઈડ્રેશન.કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન આગેવાનો આવી પહોચ્યા વડલી રસ્તા પર ચક્કાજામ કર્યું હતું પોલિસ દ્વારા તમામ ને બસ મા ફાર્મ પર લઈ જવાયા  5 આગેવાનો. પ્રાંત અધિકારી અને નેશનલ ઓથોરિટિ ની સાથે મિટિંગ કરી 10 દિવસ મા પેચ વર્ક કરી આપવાની નેશનલ ઓથોરિટિ આપી ખાત્રી.

આજના બ્રેકિંગ ન્યુઝ ૧૦/૧૧/૨૦૨૦

Image
*💫શીવાજી સર્કલ નવી શાકમાર્કેટ શોપીંગ સેન્ટરની પાછળ ખુલ્લી જગ્યા માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૮૦ કિ.રૂ. ૫૪,૦૦૦/-સાથે કુલ રૂા. ૧,૪૪,૦૦૦/- નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ💫* ↪👉ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસોને  આગામી દિવાળી તહેવાર નિમીતે ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગની ફરી દારૂ/જુગાર તથા ઘરફોડ ચોરીઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી લેવા સુચના કરેલ  ↪👉ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન  ઘોઘા સર્કલ પાસે આવતા *હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલા* ને બાતમીરાહે હકિકત મળેલ કે *હરપાલ સિંહ ઉર્ફે હરુ મહીપતસિંહ ગોહીલ રહે.શીવાજી સર્કલ ભાવનગર* વાળો શીવાજી સર્કલ નવી શાકમાર્કેટ શોપીંગ સેન્ટરની પાછળ ભારતીય બનાવટ નો દારૂનો જથ્થો ઉતારે છ...

આજનું બ્રેકિંગ ન્યુઝ

Image
*UPDATE:-* ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી : આઠ બેઠકોમાંથી સાત પર ભાજપને લીડ,  કરજણ બેઠક પર કોંગ્રેસ આગળ  વિધાનસભા પેટા ચૂંટણી : ગઢડા, ડાંગ, અબડાસા બેઠક પર ભાજપ આગળ *UPDATE:-* 61 લીંબડી વિધાનસભા માટે  બે રાઉન્ડ અંતે 3546 મટે  ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણા આગળ *UPDATE:-* વિધાનસભા પેટા ચૂંટણી :- લીમડી બેઠક પર ભાજપ આગળ *UPDATE:-* વિધાનસભાની પેટા ચૂંટણી : ધારી બેઠક પર કોંગ્રેસ આગળ *UPDATE:-* સુરેન્દ્રનગર  *લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવશે.*  સુરેન્દ્રનગર સ્થિત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સવારના ૦૮ વાગ્યા થી મત ગણતરી શરૂ થશે   *સરેરાશ ૫૮.૦૬% જેટલું મતદાન નોંધાયું હતું*  ફૂલ પુરુષ મતદારો - ૧,૪૩,૪૫૦ પૈકી ૮૮,૮૦૫ એ મતદાન કર્યું હતું  ફૂલ મહિલા મતદારો - ૧,૨૮,૧૮૮ પૈકી ૬૮,૭૬૮ એ મતદાન કર્યું હતું  *ફૂલ ૨,૭૧,૬૪૨ મતદારો પૈકી ૧,૫૭,૫૭૨ મતદારોએ મતદાન કર્યું હતું* ભાજપ અને કોંગ્રેસ સહિત ફૂલ ૧૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં *UPDATE:-* અમરેલી-ધારી વિધાનસભા બેઠક પર મતગણતરી શરૂ...... ધારી બેઠક પર પ્રથમ રાઉન્ડ પુર્ણ.. ભાજ...

રાજ્ય સરકાર તરફ થી જાણો મહત્વ ના નિર્ણયો.

Image
*રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સધારતો નિર્ણય લીધો: રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને તા. ૦૧.૦૭.૨૦૧૯થી ૫% મોંઘવારી ભથ્થું મળશે* *વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી: આનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ, બિન-સરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-૪ના કર્મચારીઓને મળશે* *અધિકારી, કર્મચારીઓ, પેન્શનરો દિવાળીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા તફાવતની રકમ ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો* રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સધારતો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી ભથ્થું આપવાનો તેમનાં નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા.૦૧.૦૭.૨૦૧૯ થી તા.૩૧.૧૨.૨...

ssnewsbhavnagar

Image
*ભાવનગર શહેરનાં સરીતા વિસ્તારમાં લુખ્ખા તત્વો આતંક બન્યા બેફામ* સરીતા શેરી નંબર-૧૦માં આવેલ મહાદેવ પ્રોવિઝન દુકાનમાં કરી તોડફોડ પાંચ થી વધુ શખ્સો દ્વારા કરાયો પિતા, પુત્ર અને ઘરનાં સભ્યો પર હુમલો છરી, તલવાર, અને લાકડીઓ વડે કરવામાં આવ્યો પરિવારનાં સભ્યો પર હુમલા        *રિપોર્ટર એ કે સોલંકી*                    *મો.9067050391*

ssnewsbvn //આર્મી ની ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરત ફરતા ભાવેશભાઈ બારૈયા.//3/2

Image
આર્મી ની ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરત ફરતા પરિવાર તેમજ ગ્રામજનો એ ભાવભર્યુ હાર્દિક સ્વાગત કર્યુ આજ રોજ તારીખ 03/11/2020 ના રોજ મહુવા તાલુકા ના ભૂતેશ્વર ગામ ના ભાઈ શ્રી.કોળી ભાવેશભાઇ બારૈયા આર્મી ની ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરત ફરતા તેમના પરિવાર તેમજ ગામ ની દિકરી ઓ એક દેશ ની રક્ષા કાજે ગામ નો વીર ભાઈ જ્યારે આર્મી મા લાગ્યા છે ત્યારે તેમનું ગામ મા સાંમેયું કરેલ તેમજ ગામ ની ભાગોળે આવેલ રામદેવપીર બાપા ના મંદિરે આશીર્વાદ લઈ ને ગામ મા ઢોલ-ડીજે સાથે ગામ મા સામેયું કરવા મા આવ્યું હતું . આ પ્રસંગે ખાસ સરપંચ શ્રી તેમજ ગ્રામ પંચાયત ના સભ્યો ગ્રામજનો તેમજ સામાજિક આગેવાન રવજીભાઈ બારૈયા.ભુપતભાઈ ચૌહાણ.ખોડાભાઇ મકવાણા. અશોકભાઈ ભીલ.દીપુભાઇ બારૈયા. પ્રેમજીભાઈ સરવૈયા તેમજ.ઓબીસી હક અધીકાર સેના-કલ હમારા યુવા સંગઠન મહુવા ની ટીમ તેમજ વ્યવસ્થા પરીવર્તન પાટી ના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

ssnews01/11/20

Image
.      *સંક્ષિપ્ત સમાચાર*         -----------------------        *તા- ૧/૧૧/૨૦૨૦* •••••••••••••••••••••••••••••• > *ફ્રાન્સમાં એક દિવસના ૫૦ હજાર અને અમેરિકા માં ૧ લાખ કોરોના કેસ નોંધાતા હાહાકાર....* > ફ્રાન્સમાં લોક ડાઉન થી ૭૦૦ કી.મી સુધી ટ્રાફિક જામ.... > *ફ્રાન્સમાં સાડા છ કરોડ લોકો ધરમાં ડિસેમ્બર ના અંત સુધી પુરાઈ રહેશે....* > બી. ઓ.બી મા આજથી મહિનામાં ચોથી વખત નાણાં જમા કરાવતા સમયે રૂ.૪૦ અને ઉપડતી વખતે રૂ.૧૦૦ ચાર્જ કપાશે.... > *સી.પ્લેન મા બેસવા માટે મુસાફરોએ રૂ.૫૦૦૦ સુધી ખર્ચ લાગશે....* > પર્યાવરણ ની પરવાનગી વિના જ સી.પ્લેન નું ઉદ્દઘાટન કરી દેવાયું.... > *રિવરફ્રન્ટ વોટર એરોડ્રામ ની અરજી કરવાનું જ ભુલાઈ ગયું...* > સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાઈ... > *મોદીના કાર્યક્રમ દરમિયાન સી.આર.પી.એફ ની ત્રણ મહિલા ચક્કર ખાઈને પડી ગઈ....* > લવ જેહાદ વાળા ન સુધર્યા તો "રામ નામ સત્ય" ની યાત્રા નીકળશે : યોગી... > *રાજસ્થાન સરકારે કેન્દ્ર ના કૃષિ બિલ ને નિરર્થક બનાવવા ત્રણ બિ...