ભાવનગર માં આજે તારીખ ૧૬/૦૧/૨૦૨૧. ના રોજ ભાવનગર મા છ સ્થળો પર કોરોના રસીકરણ શરૂ કરવામાં આવી...
ભાવનગરમાં આજે છ સ્થળો પર કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું
જેમાં આખલોલ જકાતનાકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભાવનગર ખાતે ભાવનગર ના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ડો.ભારતીબેન શિયાળ ની વિશેષ ઉપસ્થિતિ માં શુભારંભ કરવામાં આવ્યો અને વિભાવરી બેન દવે,જીતુભાઇ વાઘાણી જુદા જુદા સેન્ટર પર ઉપસ્થિતિ રહ્યા હતાં.
*પ્રથમ દિવસે ભાવનગર જિલ્લામાં કુલ 409 લોકોએ મેળવ્યું કોરોના વેક્સીનનું સુરક્ષા કવચ*
સમગ્ર ભારત દેશમાં આજથી રસીકરણના પ્રથમ ચરણનો પ્રારંભ થયો છે. સૌપ્રથમ આરોગ્ય સાથે સંકળાયેલા ડોક્ટર્સ, મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફને રસી આપવાનું નિર્ધારિત કરાયું છે. ભાવનગર જિલ્લામાં ભાવનગર શહેરમાં 3 જગ્યાએ તેમજ તલગાજરડા, બોરડા અને સોનગઢ ખાતે વેક્સિનેશનો પ્રારંભ આજરોજથી શરુ કરવામાં આવ્યો હતો.
આજે પ્રથમ દિવસે ભાવનગર શહેરમાં સાંજના ૭ કલાક સુધીમાં યુ.પી.એચ.સી. શિવાજી સર્કલ ખાતે 82, યુ.પી.એચ.સી. આનંદનગર ખાતે 82 તેમજ યુ.પી.એચ.સી. આખલોલ ખાતે 51 મળીને કુલ 215 લોકોને રસી આપવામાં આવી છે.
જયારે પી.એચ.સી. સોનગઢ ખાતે 71, તલગાજરડામાં 63 તેમજ બોરડામાં 60 મળી કુલ 194 આરોગ્યકર્મીઓને આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશન કરાયાનું ડો.સિન્હા તેમજ ડો.એ.કે.તાવીયાડ દ્વારા જણાવાયું છે.
*રિપોર્ટર:-એ કે સોલંકી*
Comments
Post a Comment