ભાવનગર જિલ્લા નું ખેડૂતો નું ગૌરવ ભાનુભાઈ જાળેલા**સતત મહેનત નિષ્ઠા અને કંઈક નવું કરવા કામ કરતા અનોખા ખેડૂત*

*ભાવનગર જિલ્લા નું ખેડૂત  ગૌરવ ભાનુભાઈ જાળેલા*

*સતત મહેનત  નિષ્ઠા અને કંઈક નવું કરવા કામ કરતા અનોખા ખેડૂત*

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકા ના દેવગાણા ગામના ખેડૂત જાળેલા ભાનુભાઈ જગજીવનભાઈ
મો-૯૦૯૯૦૯૫૧૬૦. તેમની વારસાગત ખેતી પદ્ધતિથી ખેતી કરતા, અને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા ,પણ ખેતીમાં કાંઈક અલગ પ્રકારની ખેતી કરવાની આશા સાથે ખેતીમાં અવનવા પાકો અને અલગ અલગ પદ્ધતિ અપનાવવાના વીચારો કરતા.

 જેમાં આધુનિકતા હોય તે બીજા ખેડૂતો કરતા વહેલા ના ધોરણે અપનાવવાની પહેલેથી માનસિકતા ધરાવતા.
   જેમાં આજથી ૧૪ વર્ષ પહેલા તેમણે નેટ હાઉસ બનાવીને ખેતી કરવાથી પાકને જીવ જંતુથી બચાવી શકાય,અને પાકને રોગમુક્ત રાખી શકાય.તેવા આશયથી નેટ હાઉસ બનાવેલ,

નેટ હાઉસ બનાવીને તેમણે નર્સરીના વ્યવસાય સાથે સંકળાવા નું નક્કી કરેલ.

 તેમણે (શિવચંદન નર્સરી) નામથી નર્સરી શરૂ કરેલ જેમાં તેઓ અલગ-અલગ પ્રકારના F1 કંપનીના બીજ માંથી શાકભાજીના રોપા ઉછેરીને જેમકે રીંગણી ,ટામેટી,મરશી,કોબી, ફ્લાવર તેમજ પોપૈયા ના રોપા તૈયાર કરીને ખેડૂતોને પોસાય તેવા ભાવથી એક રૂપિયામાં એક છોડ આપીને શરૂ કરેલ હાલ પણ તે જ ભાવ રાખેલ છે. જે સારી એફ વન કંપની ના બીજમાંથી રોપા તૈયાર કરીને વેચાણ કરવા લાગ્યા .

ધીમે ધીમે ખેડૂતોને માહિતી મળતી ગઇ અને તેમાંથી આજની તારીખે વર્ષમાં ૨૫ થી ૩૦ લાખ રોપાઓનું વિતરણ કરવા લાગ્યા છે. 
 
 ખેડૂતોને સારી ક્વોલિટીના  બિયારણ માથી રોપા તૈયાર કરીને આપતા હોવાથી સૌરાષ્ટ્રભરમાં તેમની નર્સરી વિશે ચર્ચા થવા લાગી. અને નજીવા દરથી રોપાનું વિતરણ અને ખાતરી બંદ અને તંદુરસ્ત રોપા આપતા હોવાથી ખેડૂતો બીજા ખેડૂતને કહેવા લાગ્યા. એટલે સમજો તો ખેડૂત જ તેમની (શિવચંદન નર્સરી)નો પ્રચાર કરવા લાગ્યા છે.

 સૌરાષ્ટ્રભરમાં તેમની નર્સરીની માહિતી મળવા લાગી અને ખેડૂત ગ્રાહકો પણ વધવા લાગ્યા. 

  આજની સ્થિતિમાં રોપાની ગુણવત્તા જાળવવી તેમનો મુખ્ય ધ્યેય છે 

જેનાથી રોપાની માંગ વધતા તેઓને 2650 મીટર નું નેટ હોવા છતાં ઓછું લાગે છે અને તેઓ હવે પોતાની કોઠાસુઝથી બીજું 5000 મીટર નું નેટ હાઉસ અલંગથી પાઈપો લાવીને બનાવવા જઈ રહ્યા છે.  નેટહાઉસ માટેની તમામ તૈયારીઓમાં જોતરાઇ ગયા છે તો તેમની પાસેથી ૨૬૫૦ મીટર નું નેટ હાઉસ છેજ,અને તેઓ બીજુ ૫૦૦૦ મીટર બનાવશે. એટલે કુલ -7650 મીટરનું તો માત્ર નેટ હાઉસ બનાવીને હાઈટેક નર્સરી  ઉભી કરવા જઈ રહ્યા છે. 
જેથી ખેડૂતોની રોપાની માંગને પહોંચી વળાય.
આજે તેમની નામના સફળ ખેડૂત તરીકે પુરા સૌરાષ્ટ્રમા થવા લાગી છે જે ભાવનગર જિલ્લા અને દેવગાણા ગામ માટે અભિનંદન ને પાત્ર છે.

*રિપોર્ટર=મૂળશંકર જાળેલા*

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn