આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા કૃષિ બિલ નો ઉગ્ર વિરોધ.

*આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા કૃષિ બિલ નો ઉગ્ર વિરોધ.*
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ/રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા બાવળા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી ને હાલ મા કેન્દ્ર સરકાર દ્વારા લાવેલા ત્રણ કાયદા નો કિસાન વિરોધી ભાજપા સરકાર/ કાળો કાયદો રદ કરો/ હાય રે ભાજપ હાય ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું. 
દિલ્હી મા દેશભરના ખેડુતો દ્નારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ કાયદો ખેડૂતો ને મંજૂર નથી. આપણા દેશમા લોકશાહી છે અને આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. આપણા ભારતીય બંધારણ મા શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાનો હક્ક સૌ નાગરિકોને આપવામાં આવ્યો છે. તો શા માટે આપશ્રીની સરકાર દ્વારા ખેડૂતો ઉપર લાઠી ચાર્જ તેમજ વોટરકેનન દ્નારા પાણીનો મારો ચલાવી દમન ગુજારવામાં આવી રહ્યું છે? કેન્દ્ર સરકાર ખેડૂતો ના હિત માટે આ કાયદો લાવવામા આવ્યો છે તેવુ કહેવામાં આવ્યું છે તો આ કાયદો જોતા આ કાયદા થી ખેડૂતો નુ હિત નહીં પરંતુ તેમનુ નુકસાન વધારે થઈ રહ્યું છે.  અને બીજું કે આ કોરોના ની મહામારી કેન્દ્ર સરકાર ને કોરોનાની મહામારી માંથી દેશને કઈ રીતે બહાર લાવવુ તે વિચારવાના બદલે આ કાયદો લાવવાની ઉતાવળ કેમ હતી? 
લાખો ખેડૂતો દિલ્હીમા આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે જો સરકાર સાચેજ ખેડૂતો ના હિતની ચિંતા હોય તો તાત્કાલિક ધોરણે આ ત્રણ કાયદા ઓ રદ કરવા જોઈએ.અને વધારે મા આપશ્રી ને જણાવવાનુ કે ખેડૂતો ઉપર થતા આ અમાનુષી અત્યાચારનો રાષ્ટ્રીય કિસાન પરિષદ સખત શબ્દોમાં નિંદા કરે છે. અને જો આ નવા લાવેલા ત્રણ કાયદા રદ કરવામાં નહીં આવે તો ગુજરાતના ખેડૂતો સાથે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ/ રાષ્ટ્રીય બજરંગ દળ તથા રાષ્ટ્રીય કિસાન પરિષદ ગુજરાત ભરના રસ્તા ઉપર ઉતરશે અને આપની સરકાર વિરુદ્ધ સખત આંદોલન કરતા પણ ખચકાશે નહીં અને દિલ્હી આંદોલન ચલાવી રહેલા ખેડુતોને રાષ્ટ્રીય કિસાન પરિષદ સંપૂર્ણ પણે સમર્થન આપે છે. જેમા AHP ના જિલ્લા મંત્રી શ્રી હિતેષ જાદવ, RBDના જિલ્લા પ્રમુખ શ્રી રણજીતભાઈ કોળી પટેલ, રાષ્ટ્રીય કિસાન પરિષદ ના તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ કોળી પટેલ, ઉપપ્રમુખ શ્રી કેસરભાઈ સોલંકી, RCP ના પ્રમુખ શ્રી નિસાદભાઈ, દિલીપભાઈ પગી, જ્યંતિભાઈ ઠાકોર વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
        *રિપોર્ટર:-એ કે સોલંકી*

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn