શહીદ વીર અજીતસિંહ પરમાર દિલ્લી થી વતન કોડીનાર આવવા તા. 13/11/2020 ના રોજ દિલ્લી થી વડોદરા આવવા માટે રાજધાની માં નીકળ્યા હતા.


જય માં ભવાની , જય માં કરણી 🙏
જય માં ભારતી , જય હિન્દ 🇮🇳
  CRPF બટાલિયન 205 માં કોબ્રા કમાન્ડો તરીખે ફરજ બજાવતા કોડીનાર ના વતની રાજપૂત બંધુ *શહીદ વીર જવાન સ્વ શ્રી અજીતસિંહ જગુભા પરમાર* નો પાર્થિવ દેહ એમના માદરે વતન કોડીનાર જવા રાજકોટ થી આજ રાત્રે 11:00 વાગ્યે પસાર થયો હતો એમના પાર્થિવ દેહ ના દર્શન વંદન કરવા તથા હુલહાર કરીને અનેક ક્ષત્રિય રાજપૂત બંધુઓ તથા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બંધુઓ એ શિવશક્તિ હોટલ કુવાડવા રોડ માન સન્માન પૂર્વક રાજકોટ થી વિદાય આપી હતી.કાલ સવારે વીર જવાન ની અંતિમ યાત્રા કોડીનાર ખાતે સવારે નીકળશે.

 શહીદ વીર અજીતસિંહ પરમાર દિલ્લી થી વતન કોડીનાર આવવા તા. 13/11/2020 ના રોજ દિલ્લી થી વડોદરા આવવા માટે રાજધાની માં નીકળ્યા હતા.એમના આગામી દિવસ માં શુભ લગ્ન હતા. ટ્રેન માં મુસાફરી દરમિયાન એમનો સામાન મુંબઈ પહોંચી ગયો અને અજીતસિંહ પરમાર નો સંપર્ક પરિવારજનો થી તૂટી ગયો હતો. રેલવે મંત્રાલય નો ટ્વીટર દ્વારા સંપર્ક કરતા બીજા દિવસે જવાન નો મૃતદેહ તા.14/11/2020 ના રોજ મધ્યપ્રદેશ ના રતલામ પાસેના અલોટ પાસે થી મળ્યો એવી જાણ થઈ. અહીંથી પરિજનો અલોટ જવા નીકળ્યા હતા પહોંચ્યા હતા. ત્યાં પરિજનો પહોંચ્યા ત્યારે સ્થાનિક પોલીસ, રતલામ જિલ્લા પોલીસ અધીકારી ASP શ્રી ગૌતમ તિવારી તથા અલોટ થાના અધિકારી પોલીસ પ્રશાસને મૃતદેહ ને અકસ્માત ગણી ને લાશ ને દફનાવી દીધી હતી. કઈ પણ ઊંડી તપાસ કે હત્યા ના મુદ્દાઓ ને તપાસ્યા વગર,મૃતદેહ હિન્દૂ યુવક નો હોવા છતા આવી બેદરકારી દાખવી હતી.આટલુ જલ્દી થી બિનવારસી લાશ ગણી ને દફનાવવાનું કારણ શું એ મોટો પ્રશ્ન છે? શા માટે પરિજનો ની રાહ ન જોવામાં આવી ?કેમ નિયમ મુજબ 27 કલાક માટે પાર્થિવદેહ ને કોલ્ડસ્ટોરેજ માં ન આવ્યો?શા માટે પોસ્ટમોર્ટમ માટે પોલીસ દ્વારા ખોટું બોલવામાં આવ્યું? 
 દેશ માટે અગત્ય ની સશસ્ત્ર સેના CRPF ના કોબ્રા કમાન્ડો જવાન ને માન સન્માન ને બદલે કેમ આવા ખોટા એક્શન કેમ રતલામ ASP દ્વારા લેવામાં આવ્યા? પોલીસ પરિજનો ને ત્યાંના લોકલ રાજપૂત સમાજ અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નો સાથ અને RPF તથા પ્રેસ મીડિયા ના સહકાર થી રતલામ જિલ્લા પોલીસ પ્રશાસન પર દબાણ લાવીને મૃતદેહ ને બહાર કઢાવી ને પંચનામુ કરાવ્યું હતુ અને આજે પાર્થિવદેહ ને લઈ ને વતન આવવા રવાના થયા હતા. 
અમો મધ્યપ્રદેશ પોલીસ, મુખ્યમંત્રી શ્રી શિવરાજ ચૌહાણ,રેલવે પ્રશાસન,કેન્દ્રીય ગૃહ,ગુજરાત ના મુખ્યમંત્રી , તથા ગુજરાત ના ગૃહ મંત્રાલય ને માંગ કરીએ છીએ કે આ ઘટના ને અકસ્માત માં ન ખપાવી ને પુરી તપાસ કરવામાં આવે તો સત્ય સામે આવે આ ઘટના માં પરિજનો ને *હત્યા થઈ* છે એવી પ્રબળ આશંકા છે તો એ દિશા માં ન્યાયિક તપાસ થાય તો દેશ ના રક્ષક શહીદ વીર જવાન શ્રી અજીતસિંહ પરમાર ને ન્યાય મળે.
            
                શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના
                રાજકોટ.        
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn