આજનું બ્રેકિંગ ન્યુઝ

મહીસાગરમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કોવિડ-19 વેક્સિનેશન અંગે બેઠકનું આયોજન
લુણાવાડા


રસીકરણના પૂર્વ આયોજનની જરૂરી સૂચના આપવામાં આવી
જિલ્લામાં કોરોના રસીના સંગ્રહ, પરિવહન અને વિતરણની વ્યવસ્થાઓ અંગેની પૂર્વ તૈયારીની ચર્ચા

કોવિડ-19 રસી ઉપલબ્ધ થવા સાથે શક્ય તેટલી વહેલી તકે અસરકારક રીતે રસીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં મહીસાગર જિલ્લામાં પણ કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. કોવિડ-19ની રસી તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે. ત્યારે રસી ઉપલબ્ધ થયે જિલ્લામાં તેના સંગ્રહ, પરિવહન અને વિતરણની વ્યવસ્થાઓ-સંસાધનોની પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા સમાહર્તાએ વિગતવાર માહિતી મેળવી સૂચના આપી હતી. તેમણે કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ સિસ્ટમ, સંગ્રહ ક્ષમતા, વેક્સિન કેરિયર, કોલ્ડ બોક્સ, આઈએલઆર સહિતની વ્યવસ્થાઓ આવશ્યક પ્રમાણમાં ઉપલબ્ધ કરવાના પૂર્વ આયોજન અંગે સૂચના આપી હતી.

પ્રથમ તબક્કામાં હેલ્થકેર પ્રોવાઈડર્સને રસી આપવાની છે ત્યારે માર્ગદર્શિકા અનુસાર જિલ્લામાં કાર્યરત તમામ સરકારી-ખાનગી સ્વાસ્થ્યકર્મીઓના ડેટા એકત્રીકરણની કામગીરી વિશે તેમણે સૂક્ષ્મ વિગતો મેળવી એક પણ સ્વાસ્થ્યકર્મી રહી ન જાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને કલેક્ટરે નિર્દેશ આપ્યા હતા. જિલ્લાના તમામ વર્ગના લોકો રસીકરણની ઝુંબેશમાં જોડાઈને પોતાની જાતને સુરક્ષિત કરે તે માટે સ્થાનિક સામાજિક-ધાર્મિક અગ્રણીઓ સાથે બેઠક કરી લોકોમાં આ અંગે વિધાયક વાતાવરણ સર્જવા તેમજ વેક્સિનેશન કેમ્પ યોજી શકાય તેવા સ્થળો આઈડેન્ટીફાય કરવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી એસ.બી.શાહ, તમામ પ્રાંત અધિકારીઓ, કોવિડ કામગીરીમાં રોકાયેલ તમામ નોડલ અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કોવિડ રસીકરણ સર્વે:મહીસાગર જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં 2.19 લાખથી વધુ લોકોની નોંધણી કરાઇ
લુણાવાડા
ઉંમરના નિર્ધારિત માપદંડોના આધારે જિલ્લામાં સર્વે શરૂ

મહીસાગર જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં હાલમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.બી.શાહ તેમજ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોના સંકલનથી ઉંમર અને કો મોર્બિડીટીના ઠરાવેલા માપદંડો અનુસાર કોવિડ રસીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોજણી-સર્વે કરાઇ રહ્યો છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, મહેસૂલ અને અન્ય સહયોગી વિભાગોના કર્મચારીઓની 700થી વધુ ટીમો દ્વારા મતદાન મથકોના વિસ્તારને આવરી લઈને રસીકરણને પાત્ર લોકોની નોંધણી નામ, સરનામું, મોબાઈલ નંબર, ઓળખના પુરાવા જેવી વિગતો સાથે કરવામાં આવી રહી છે. તા.10 ડીસેથી આ સર્વે શરૂ કરાયો છે. આ અંગેની જાણકારી આપતાં ડો.શાહે જણાવ્યું કે તા.16 ડિસેમ્બર સુધીમાં સર્વે ટીમો દ્વારા 50 વર્ષ થી વધુ ઉંમરના હોય એવા કુલ 2,14,431 લોકોની નોંધણી કરવામાં આવી છે. જેમાં 1,02,955 પુરુષો અને 1,11,476 મહિલાઓનો સમાવેશ થાય છે. તથા 50 વર્ષથી ઓછી ઉંમર પરંતુ કેન્સર, હૃદયરોગ જેવા સહરોગોથી પીડિત હોય તેવા 1990 પુરુષો અને 2990 મહિલાઓ મળીને કુલ 4980 લોકોની નોંધણી કરવામાં આવી છે. હાલની મોજણી હેઠળ બંને માપદંડો હેઠળ કુલ 2,19,411 લોકોની રસીકરણ માટે નોંધણી કરવામાં આવી છે.

મહીસાગરમાં કોરોનાના 5 કેસ નોંધાતાં કુલ આંક1835
લુણાવાડા : મહીસાગર જિલ્લામાં સોમવારે લુણાવાડાની 3 સ્ત્રી, વિરપુરના 2 પુરુષોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, જિલ્લામાં કોરોનાના કુલ 1835 કેસ નોંધાયા છે. જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોરની 5 સ્ત્રી, 5 પુરુષ, કડાણાની 2 સ્ત્રી, 4 પુરુષ, લુણાવાડાની 1 સ્ત્રી, 2 પુરુષ, સંતરામપુરના 2 પુરૂષ, વિરપુરના 3 પુરુષોએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં કુલ 1723 દર્દી સ્વસ્થ થયા છે. જિલ્લામાં કોરોનાથી 8 વ્યક્તિના મોત થયા છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ધરપકડ:લુણાવાડા કલેકટર કચેરીએ AAPના કાર્યકરોની ધરપકડ, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા
લુણાવાડા

લુણાવાડા કલેકટર કચેરી ખાતે ખેડૂત વિરોધી બીલના સમર્થન સાથે AAPના કાર્યકરો સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતા ધરપકડ કરવામાં આવી છે. આ અંગે મહીસાગર જિલ્લા AAPના પ્રમુખ પ્રસંત ગુર્જરે જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી બિલના સંબંધિત જે વાતો કહેવામાં આવી રહી છે. તે ખેડુતોને ગુમરાહકારક છે. આનાથી ખડુતોને ફકત નુકસાન થશે અને તેમની ઉપજ ઉપર મોટી કંપનીઓનો કબજો થઇ જશે. ખેડુતો તેમના જ ખેતરમાં મજુરની જેમ બની રહી જશે. સરકારની ખેડુતોને મોટી કંપનીઓના ગુલામ બનાવવાની મંશા હોય તેવું પ્રતીત થાય છે.

દેશમાં લગભગ 80 થી 85% નાના મોટા ખેડુતો છે જેમની પાસે 2 હેકટરથી પણ ઓછી ખેતીની જમીન છે જેમની પાસે તેમની ઉપજને સ્ટોરેજ કરવાની કોઇ વ્યવસ્થા નથી. આટલી ખેતીની જમીનનું ઉત્પાદન લઇને કોઇ ખેડુત બીજા રાજ્યોમાં ઉપજ વેચવામાં પણ સક્ષમ નથી. કુલ મળીને પોતાની ઉપજને જેવા તેવા ભાવમાં કંપનીઓને વેચવા મજબુર જઇ જશે જેને આ કંપનીઓ દ્વારા જમાખોરી કરીને અત્યંત ઉંચા ભાવે બજારમાં લાવવામાં આવશે જેનાથી કંપની રાજ સ્થિતિ થવાની આશંકા વધી ગઇ છે. આ અંગે આમ આદમી પાર્ટી ખેડુતોના હિતમાં આ ખેડુત વિરોધી બિલને પાછું લેવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરેએ છઈએ અને ખેડુતોના હિત માટે AAP હંમેશા લડત આપશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અરજી:મહીસાગરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર યુવાનોએે અરજી કરવી
લુણાવાડા

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા યુવાઓના પ્રોત્સાહન માટે ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત 15થી 29 વર્ષની વયજૂથમાં આવતા ગુજરાતનાં મુળ વતની હોય તેવા યુવાઓએ કે જેમણે ઓછામાં ઓછા 5 વર્ષ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા યુવાનો ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ માટે અરજી કરી શકે છે. અરજદારે બાયોડેટા, પુરાવા વગેરે સાથે 19 ડિસે. સુધીમાં રૂબરૂ અરજી આપવાની રહેશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn