ભાવનગર ગોહિલવાડ પંથકમાં કમોસમી વરસાદ થી ખેતી પાકો નુકશાન ની ભીતી સર્જાય છે

ભાવનગર ગોહિલવાડ પંથકમાં કમોસમી વરસાદ થી ખેતી પાકો નુકશાન ની ભીતી સર્જાય છે
ગુજરાત ના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હવે જોવા નુ એ રહ્યું કે સરકાર વિમા કંપની ના ટેન્ડર ઉચા આવતા રદ કરી ને કૂષી સહાય ની જે જાહેરાતો કરી એ ચુકવવા આવે છે કે કેમ? 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ભાવનગર શહેરમાં ગુરુવારે 
ભાવનગર શહેર  ઘોઘા, પાલીતાણા,શિહોર,તળાજા, તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. વરસાદથી પશુઓનો ખુલ્લામાં પડેલો ચોમાસુ પકવેલા ઘાસચારો પણ પલળી ગયા  છે.  ઘોઘા તાલુકામાં 2 ઈચ કરતા પણ વધુ વરસાદ પડયો છે એવુ જગતતાત ફાઉન્ડેશન ના પ્રદેશ અધ્યક્ષ દશરથસીહ ગોહિલ તણસા એ  જણાવ્યું હતું કે  તા.૧૦/૧૨/૨૦ ના સાજ ના પાચ વાગયા થી સતત ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને રાત આખી ચાલુ હતો બીજા દિવસે પણ બપોર સુધી વરસાદ ગોકળ ગતી એ ચાલુ  અન્ય તાલુકા માં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. સૌરાષ્ટ્રમા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને બફારાનું પ્રમાણ જોવા મળતાં લોકો પણ અકળાયા છે.
ભાવનગર જિલ્લામાં બે થી અઢી ઈચ વરસાદ 
રવી પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ હતી. એ સિવાય તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તણસા ,ભંડારીયા, બાડી પડવા , રાજપરા , ટાણા, ભાંખલ દિહોર, પસવી,બોરડા તળાજા શિહોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં  એક ઇંચ થી વધારે  વરસાદ વરસી જતાં જુવાર, જીરું, ચણા, ડુંગળી, ઘઉં,કપાસ, બાજરી,કેળ અને આબા આ તમામ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ, કોરોના મહામારીમાં પ્રજા હાલાકી ભોગવી રહી છે તો બીજી તરફ  દિલ્હી કિસાન આદોલન ને લય ને ખેડુતો ની એક આશ બંધાણી પણ છે એ હરસા મા કમોસમી વરસાદે  પડયા પર પાટુ માર્યું હોવાનો તાલ જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર સોરઠમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે.
શિયાળુ પાકમાં માવઠાનો માર પડ્યો
ભાવનગર શહેર અને જિલ્લાના કેટલાક ભાગોમાં વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો અને સાંજના સમયે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો પર પડ્યા પર પાટા જેવો ઘાટ આ વર્ષે થયો છે. અગાઉ ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિનો માર સહન કરી ચૂકેલા ધરતીપુત્રોને હવે શિયાળુ પાકમાં માવઠાનો માર પડ્યો છે ભાવનગર શહેર ઉપરાંત જેસર, ભંડારિયા, તળાજા, ગારિયાધાર, ગુંદરણા, દિહોર સહિતનાં ગામો અને તાલુકા મથકોએ પણ કમોસમી વરસાદ વરસી ગયો હતો. ઝરમર વરસાદ સતત ચાલુ જ છે ધીમી ધારે થી માંડીને હળવા ઝાપટાં વરસી ગયાં હતાં.

રિપોર્ટ=મૂળશંકર જાળેલા

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn