*આજે જિલ્લામા ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ ત જાણો વિગતવાર માહિતી ...
30/11/2020
*આજે જિલ્લામા ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત*
૦૦૦૦૦૦
*જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૨૨૩ કેસો પૈકી ૬૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ*
૦૦૦૦૦૦
ભાવનગર, તા.૩૦ : ભાવનગર જિલ્લામા આજરોજ ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૨૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૮ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૦ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨ તથા સિહોર ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૨૪ તેમજ તાલુકાઓના ૩ એમ કુલ ૨૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૫,૨૨૩ કેસ પૈકી હાલ ૬૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૦૮૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.
Comments
Post a Comment