ભાવનગર જિલ્લામાં અને ઘોઘા તાલુકાના GPCL કંપની એ બે ગામમાં ધરતીકંપ લાવી લીધો, જમીન 40 ફૂટ સુધી ઊંચી આવી ગઈ

*ભાવનગર  જિલ્લામાં અને ઘોઘા તાલુકાના  GPCL કંપની એ બે ગામમાં ધરતીકંપ લાવી લીધો, જમીન 40 ફૂટ સુધી ઊંચી આવી ગઈ*
ઘોઘા તાલુકામાં દરિયા કિનારાથી 66 મીટર એટલે કે 217 ફૂટ ઊંચા સ્થળે આવેલા સુરકા અને હોઈદળ ગામની જમીન એકાએક ઊંચી આવવા લાગી છે. ભૂકંપમાં જે રીતે જમીન ઉંચકાય છે તે રીતે અહીં 18 નવેમ્બર 2020થી ઉંચકાવા લાગી છે. લિગ્નાઈટની ખાણો ખોદતી જીપીસીએલ કંપની – GPCL companyને કારણે અહીં ધરતી કંપ થઈ રહ્યો છે. 60 ફૂટ જમીન ખોદીને તેની માટી આ ગામની બાજુમાં નાંખવામાં આવે છે. માટીના  ઊંચા પહાડો બની ગયા છે. જેનું દબાણ આવવાના કારણે જમીન ખસી રહી છે. લાખો ટન માટીના 500 ફૂટ ઊંચા પહાડ બની ગયા છે.

પહાડ બેસી ગયો
પહાડ જમીનની અંદર બેસી રહ્યો છે. પહાડ જમીનની અંદર બેસવા લાગતાં આસપાસની જમીન 30 – 40 ફૂટ  ઊંચી આવી છે. ગુજરાત સરકારી કંપની જીપીસીએલ પોતે ધરતી કંપ કરી રહી છે. ડૂંગરની જમીન દબાણથી 40 ફૂટ નીચે બેસી રહી છે. તળાવ સુકું થઈ ગયું છે. વૃક્ષો ઊંચા આવી ગયા છે. ગૌચરની જમીન નકામી બની છે. બાડી ગામે જીપીસીએલ કંપની વીજળી પેદા કરે છે. જેને અહીંથી લીગ્નાઈટ પુરો  છે. ખેતરની જમીન પણ ઊંચી આવી છે.

500 ફૂચ ઊંચા પહાડ
400થી 500 ફૂટ ઊંચો પહાડ થઈ ગયો છે. જમીનનું ભૂસ્ખલન થઈ રહયું છે. 25થી 30 ફૂટ જમીન ઊંચી આવી ગઈ છે. જમીનમાં પોપડા પડી ગયા છે. ધરતીકંપમાં જે રીતે તિરાડ પડે છે તે રીતે તીરાડો પડી ગઈ છે. આ વાત અટકી નથી. તેનું પ્રમાણ વધી રહ્યું છે. રોજ 4થી 5 ફૂટ જમીન ઊંચી આવી રહી છે. 300 મીટર અને 500 મીટર દૂર આવેલાં બે ગામના 5 હજાર લોકો પર જોખમ ઊભું થયું છે.


7 મહિનાથી ખોદકામ
જમીનની અંદર 40થી 80 ફૂટ નીચે આવેલી કોલસાની ખાણ ખોદવા માટે ઉપરથી માટી ખોદીને પાસેની ગૌચરની જમીન પર નાંખવામાં આવે છે. કાચો કોલસો એટલે કે લીગ્નાઈટ કાઢવા માટે 500 વીઘા એટલે કે 200 એકર જમીન ખોદી કાઢવામાં આવી છે. 7 મહિનાથી ખોદકામ કરે છે.

1500 હેક્ટર જમીન
ખોદકામ કરવા માટે 15 વર્ષનો કરાર જીપીસીએલ સાથે વડોદરાની પીસી પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને કોન્ટ્રાક્ટ આપોલ છે. આવી કુલ 2500 વીઘા ખનન કરવાની છે. કુલ 1500 હેક્ટર જમીન સરકારે લઈ લીધી છે.

92 મિલિયન ટન લીગ્નાઈટની ખાણો
હાલ રોજનો 15 હજાર ટન લીગ્નાઈટ કાઢે છે. 3 લિગ્નાઈટ ખાણોમાં કૂલ 90.75 મિલિયન મેટ્રીક ટન લીગ્નાઈટ છે. જે લિગ્નાઈટ સંપૂર્ણપણે પડવા ખાતેના વીજ મથકમાં વીજ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બીજો 1.1 મિલિયન ટન જીએમડીસીનો કાચો કોલસો કાઢી રહી છે. ઉપરથી જે માટી નિકળે છે તે બેન્ટોજાઈટ છે. જેમાંથી ખેતરમાં નાંખવાનું ખાતર બની શકે તેમ છે. તેને વેચવાના બદલે અહીં ડંપીંગ કરી રહ્યાં છે.

40 લાખ ટન લીગ્નાઈટ
અહીંના અધિકારીઓ ગાંધીનગરની રૂપાણી સરકારના ઈશારે કામ કરે છે. લીગ્નાઈટ ખનીજના ઉત્ખનન અંગે કલેકટર હર્ષદ પટેલે 2 એપ્રિલ 2018માં જાહેર કર્યું હતું કે જીપીસીએલ લીગ્નાઈટથી 500 મેગાવોટ વીજળી પેદા કરે છે. વીજ મથકને 4 મિલીયન (40 લાખ) મેટ્રીક ટન જીપીસીએલને ઘોઘા-સુરકા (2.25 મિલીયન મેટ્રીક ટન – વર્ષ), ખડસલીયા-1 (1 મિલીયન મેટ્રીક ટન – વર્ષ) અને ખડસલીયા-2 (0.75 મિલીયન મેટ્રીક ટન-વર્ષ) એમ ત્રણ લિગ્નાઈટ ખાણો ખોદવાની મંજુરી મળેલી છે.

" ખેડૂત સંઘર્ષ સમિતિ "
ભાવનગર તાલુકાના અને ઘોઘા તાલુકાના બાડી પાડવા સહિત ના બાર ગામ જેમાં બાડી ગામે જી પી સી એલ કમ્પની દ્વારા માઈનિંગ કામ કરવામાં આવે છે તેમાં ઘણું બધું અનલિગ્લી સરકાર ની રહેમ રાહે ચાલતું હોઈ તેવું ખેડૂતો લાગી રહ્યું છે જેમાં હમણાં ની ઘટનામાં માટીનો ડમ્પ એકાએક જમીન માં બેસી ગયો અને બાજુની ગવચર્ જમીન ૩૦ ફૂટ જેવી ઉચી આવી ગઈ છે કમ્પની ને રજૂઆત કરી અને સરકાર ના અધિકારીઓ ને ગાંધીનગર સુધી રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ જ એક્શન લેવાયેલ નથી આ કમ્પની પોતાની મનમાની કરી ને ખેડૂતો ની મુશ્કેલી ઓ વધારી રહી છે અને સરકાર ના અધિકારીઓ તમાશો જોઈ રહ્યા છે આ જમીન શેના કારણે ઊંચી થઈ છે તેના રિપોર્ટ આજ સુધી નથી કર્યા અને આ કમ્પની ગામના રાજમાર્ગ અને ગાડા કેડાઓ પણ પંચાયતને જાણ કર્યા વગર જ લઈ લીધા છે અને સરકારી પડતર જમીન માં ગેરકાદેસર કબજો જમાવેલો છે સરકાર ની રહેમ રાહે આ કમ્પની એ પાણી માટે સોયે સ્ટ્રીટ મેન્ટ પ્લાન્ટ પણ નથી બનાવ્યો અને ટ્યુબ્વેલ કનવર બેલ્ટ નું કામ બે વર્ષ થી ચાલુ છે આજ દિન સુધીમાં એ પણ નથી બનાવ્યો આ માઈનિંગ થી આજુબાજુ ના કુવાઓ ના પાણી ખરાબ થઈ ગયા છે આવનારા સમયમાં આજુ બાજુ ના લોકો પર પાણી ની મોટી સમસ્યાઓ થશે તેવું લાગી રહ્યું છે જી પી સી એલ કમ્પની ના કોઈ મોટા જવાબદાર અધિકારીઓ પણ અહી નથી આ બધું કોન્ટ્રાક્ટ ઉપર આપી દેવામાં આવ્યું છે સાથે સાથે આજુબાજુ ના ખેડૂતો ના જીવન નો પણ કોન્ટ્રરાક પણ આ કમ્પની ને આપી દિધો હોઈ તેવું લાગી રહ્યું છે આ ખેડૂતો નું કોઈ સાંભળતું જ નથી પણ જીવ ના જોખમે પણ ખેડૂતો લડશે 
        આ સરકાર ખેડૂતો ના ભોગે વિકાસ શા માટે કરે છે આ દેશમાં ખેડૂતો ને હેરાન પરેશાન શા માટે કરવામાં આવે છે જો આ સરકાર દેશ ના ખેડૂતો નું હિત નહિ વિચારે તો આ દેશ ને બરબાદ થતાં કોઈ નહિ રોકી શકે
     કારણ કે 
આ દેશ ના બે આધાર સ્થંભ છે એક ખેડૂત અને બીજો જવાન જે પોતાના જીવ ના જોખમે દેશ ની અને મારી અને તમારી રક્ષા કરે છે
  એક ખેડૂત જે પોતાના જીવ ના જોખમે દેશ ના નાગરિકો માટે અનાજ પકવી ને આપે છે જે હું અને તમે ખાઈ ને જીવન જીવવી છીએ
આ દેશ માં ખેડૂતો નો શું વાંક છે જે પોતાના અધિકારો માટે લડવું પડેશે ના છુટકે પણ  જીવના જોખમે લડત આગળ ધપાવવા માટે *જગતતાત ફાઉન્ડેશન ના પ્રદેશ પ્રમુખ દશરથસીહ ગોહિલ તણસા એ ખેડુતો ને આહવાન કર્યું*
બધા ખેડૂત મિત્રો એક થાવ પેલા ગામના એક થાવ પચી તાલુકાના ખેડૂતો એક થાવ પચી જીલ્લા ના અને પચી રાજ્ય ના અને પચી દેશ ના ખેડૂતો જો એક થશે તો આપણા દેશ ને આપણે જ બચાવી શકીશું આ અગ્રેજો ના હાથમાંથી માટે બધા જગો


બાડી - પડવા માઈનિંગ વિસ્તાર, ભાવનગર ...
સ્થાનીય લોકોના કહેવા મુજબ તેમના ભુજળના પાણીની ગુણવત્તા બગડી - પ્રદુષિત થઈ ગઈ છે. પાણી પીવા લાયક તો રહયા જ નથી પરંતુ આ પાણીથી ચા પણ બનાવી શકાતી નથી.
પશુઓ પણ હવે આ પાણી પીવાની ના પાડે છે.
જીપીસીબીએ આજરોજ ભુજળના સેમ્પલ લીધા. - પર્યાવરણ સુરક્ષા સમિતિ એ ગામ જનો અને ખેડૂત સંઘર્ષ સમિતિ ના આગેવાનો  હિજરી મા પાણી સેમ્પલ લેવાયા.

બાર ગામ ખેડૂત સંઘર્ષ સમિતિના આગેવાનો ની લાગણી અને માંગણી કરી

વ્યવસ્થિત અભ્યાસ અને સાચા નિષ્કર્ષ માટે લિગ્નાઈટ ખાણની ફરતે આવેલ 12 + ગામોના તમામ કૂવાઓ, બોરવેલ, અને તળાવ, અને અન્ય વહેતા પાણીના પણ નમૂના લેવા જોઈએ.

હાલમાં જ ચોમાસુ, તે પણ ભારેથી અતી ભારે વરસાદ થયો છે, તેથી ભૂતળમાં નવું પાણી ઉતરેલું છે. માટે ભુજળ કે તળાવ વગેરેમાં અન્ય દિવસો કરતાં પાણીની ગુણવત્તામાં થોડો સુધારો થયો હોય શકે.

સ્થાનીય લોકોના કહેવા મુજબ તેમના ભુજળના પાણીની ગુણવત્તા બગડી - પ્રદુષિત થઈ ગઈ છે. પાણી પીવા લાયક તો રહયા જ નથી પરંતુ આ પાણીથી ચા પણ બનાવી શકાતી નથી. મોટાભાગના કૂવા અને બોરથી સિંચાઈ કરવાથી નુકસાન થાય છે. પહેલાં ડુંગળી, મગફળીનો મબલક પાક લઈ શકાતો હતો, હાલમાં આ અને આવા પાકો લઈ શકાતા નથી. પશુઓ આ પાણી પીતા નથી અને પીવે તો તેમના આરોગ્યને ગંભીર નુકસાન થાય તેમ છે. ખાણ વિસ્તાર વધતાં સ્થાનીય ગ્રામજનોને ભુજળ અને પાણીના અન્ય સ્ત્રોતોને હજુ વધુ ગંભીર નુકસાન થવાની ભીતિ છે. ભૂગર્ભમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને પણ અસર પહોંચી છે અને પહોંચશે તેવી ભીતિ સ્પષ્ટ જણાય છે.

ભુજળના નમૂના અને અભ્યાસ થોડા સમયાંતરે (માસિક ધોરણે) વારંવાર હાથ ધરવામાં આવે તો જ સાચી હકીકત બહાર આવે.

જીપીસીબી દ્વારા પર્યાવરણીય મંજૂરી (Environment Clearance)ની શરતોનો ભંગ થયાની નોંધ જીપીસીબીએ તેમના તા. 25.11.2020ની પર્યાવરણ સુરક્ષા સમિતિ સાથેની સ્થળ તપાસના રિપોર્ટમાં નોંધ કરી છે. હવે ઠોસ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ રિપોર્ટ જીપીસીબીની ગાંધીનગરની મુખ્ય કચેરીને મોકલી આપ્યો છે. સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), અને એફલ્યુન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ (ETP) બનાવ્યો નહીં હોવાની નોંધ પણ રિપોર્ટમાં કરી છે.

ભૂસ્તરશાસ્ત્રીએ ખેત જમીન ઊંચી થઈ ગઈ છે, તે તા. 16.11.2020ની દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે તેવું કલેકટર, ભાવનગર કહે છે, પણ આ મુલાકાત વિષે સ્થાનિક ગ્રામજનો, અને પર્યાવરણ સુરક્ષા સમિતિને કોઈ પણ પ્રકારની જાણ તંત્ર દ્વારા કરવામાં આવી નથી. 

ભૂસ્તર નિષ્ણાંતો દ્વારા વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ થવો જોઈએ. અને ત્યાં સુધી ખાણ કામ સ્થગિત રાખવું જોઈએ, જેવી સાદી સીધી માંગણીનો અમલ તંત્ર કરતુ નથી તે અતી ગંભીર બાબત છે. તંત્ર દુર્ઘટનાની ગંભીરતા ધ્યાને ન લેતા, ગ્રામજનો તેમના સંઘર્ષને આગળ ધપાવવા વિચારી રહ્યાં છે.
દશરથસીહ ગોહિલ તણસા 
જગતતાત
*રિપોર્ટ=મૂળશંકર જાળેલા ભાવનગર*

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn