ગુજરાત, બિહાર મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો લહેરાતા શહેર ભા.જ.પા. દ્વારા હર્ષ વ્યક્ત કરાયો - વિજયોત્સવ ઉજવી પક્ષની જીતને વધાવવામાં આવી.
તા.૧૦/૧૧/૨૦.
*ગુજરાત, બિહાર મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો લહેરાતા શહેર ભા.જ.પા. દ્વારા હર્ષ વ્યક્ત કરાયો - વિજયોત્સવ ઉજવી પક્ષની જીતને વધાવવામાં આવી*
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં 8 એ 8 વિધાન સભા સહિત બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય પ્રદર્શન સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશની પેટા ચૂંટણીઓમાં ભવ્ય પ્રદર્શન સહિત સમગ્ર દેશમાં આજે લહેરાયેલા કેસરિયા અને પક્ષની ભવ્ય જીત બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડડાજી સહિતના શીર્ષસ્થ નેતૃત્વને અભિનંદન પાઠવાયા હતા જ્યારે ગુજરાત વિધાનસભાની 8 પૈકી તમામ 8 બેઠકો જીતવા બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સહિતના નેતૃત્વને શહેર ભા.જ.પા. વતી કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી અને સંસદ શ્રી ભારતીબેન શિયાળ, રાજ્ય સરકારના મંત્રીશ્રી વિભાવરીબેન દવે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી રાજુભાઇ રાણા, શહેર અધ્યક્ષશ્રી રાજીવભાઈ પંડ્યા, પૂર્વ અધ્યક્ષશ્રી સનતભાઈ મોદી, મેયરશ્રી માનભા મોરી, પૂર્વ મહામંત્રીશ્રીઓ શ્રી વનરાજસિંહ ગોહિલ, શ્રી મહેશભાઈ રાવલ, શ્રી રાજુભાઇ બામભણીયા સહિતના આગેવાનોએ અભિનંદન આપ્યા હતા અને તમામ વિજેતા ઉમેદવારોને ઉજ્વળ રાજકીય ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
આ અંગે શહેર અધ્યક્ષશ્રી રાજીવભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં બિહાર વિધાનસભાની ચૂંટણી હોય કે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશની પેટા ચૂંટણીઓ હોય તમામ સ્થાનોએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો જનજન માં અને ઘર ઘરમાં સ્વીકાર થયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની જનકલ્યાણની નીતિઓ અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની લોકકલ્યાણની યોજનાઓને કારણે લોકોમાં વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢ બન્યો છે કમિટમેન્ટ સાથેના નેતૃત્વ અને લોકોને આપવામાં આવેલ વચનો પૂર્ણ કરવાની અને કાર્ય કરવાની પદ્ધતી ને લોકોએ સરાહના કરી આવકારી છે દેશ માટે કાર્ય કરવાની પદ્ધતિ, આંતકવાદીઓ સામેની નીતિઓ અને લોકલ ફોર વોકલ, મેક ઇન ઇન્ડિયા, જનધન યોજના, કિસાન યોજના સહિત જન કલ્યાણની નીતિઓ ને લોકોએ હર્ષભેર સ્વીકારી વ્યાપક સમર્થન કર્યું છે જેને કારણે આજે પક્ષની વિચારધારાને ઘર ઘર અને જન જન સુધી વ્યાપક સમર્થન મળ્યું છે જેને માટે હું ભાવનગર મહાનગર વતી કેન્દ્ર અને રાજ્યના શીર્ષસ્થ નેતૃત્વને અભિનંદન પાઠવું છું.
ભારતીય જનતા પાર્ટીના ચોટરફના ભવ્ય વિજયને આજે શહેર કાર્યાલય ખાતે સાંજે 7/00 કલાકે કાર્યકર્તાઓ એ વિજયોત્સવના રૂપમાં ઉજવ્યો હતો અને ઉપસ્થિત લોકોના મોઢા મીઠા કરાવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીની જીતને આજે વરિષ્ઠ આગેવાનો, શહેર સંગઠનના પદાધિકારીઓ, સેલ મોરચાના પદાધિકારીઓ, નગરસેવકો, શિક્ષણ સમિતિના સદસ્યો, વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ સહિતના આગેવાનોએ આવકારી હર્ષ વ્યક્ત કર્યો હતો.
આશુતોષ વ્યાસ,
પૂર્વ પ્રવક્તા,
ભારતીય જનતા પાર્ટી,
ભાવનગર મહાનગર.
Comments
Post a Comment