ધારી ઘરફોડ ચોરી: એલસીબીએ ત્રણ શખ્સોને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે ઝડપ્યા....* પોલીસે ₹૧.૧૪,૯૧૦ નો મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલ્યો,અમરેલી newsrajula

Gujratnewsbvn 
ધારી ઘરફોડ ચોરી: એલસીબીએ ત્રણ શખ્સોને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે ઝડપ્યા....
* પોલીસે ₹૧.૧૪,૯૧૦ નો મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલ્યો,
અમરેલી
અમરેલીના ધારીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાઓ ભેદ ઉકેલવામાં એલસીબી ટીમને સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, ધારીમાં ગઇ તા.૧૬-૦૭-૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે સવા બારેક વાગ્યે એક મોટર સાયકલ લઇને માલસીકા ગામથી ધારી લાઇનપરા ખાતે જવા નિકળ્યાં હતાં. અને તે સમયે આરોપીઓએ તાળા તોડવા માટે લોખંડની કોશ લીધેલ. અને ચારેય આરોપીઓ માલસીકા થી ધારી લાઇનપરા ખાતે આવેલ અને એક મકાનની દિવાલ કુંદીને અંદર જઈ મકાનના દરજાજાનો આંગળીયો કોશથી તોડી તેને કાઢી રૂમમાં એક કબાટ રાખેલ હોય તેમાંથી સોનાનો ચેઇન તથા સોનાની બુટી એક જોડી તથા રોકડ રૂ.૨૧,૦૦૦ ની ચોરી કરી નાસી છૂટયા હતાં. જે બાદ મકાન માલિકે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલાનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સના આધારે ત્રણ શખ્સોને રોકડ રકમ સોનાના દાગીના તથા મોટર સાયકલ સાથે પકડી પાડયા હતા. જેમાં નિતિન કાંતિભાઈ સોલંકી, અજય હિંમતભાઈ વાઘેલા, જયરાજ રમેશભાઇ વાઘેલા પકડાયેલ ત્રણેય ઇસમોની સઘન પુછપરછ કરતા ધારી ટાઉનમાં એક મકાનમાંથી રોકડ તથા સોનાના દાગીનાની ચોરી કરેલની કબુલાત આપી હતી. અમરેલી એલસીબી ટીમે ધારીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
પોલીસે રોકડા રૂ.૧૬,૦૦૦ તથા એક સોનાનો ચેઇન વજન ૨૪.૭૪ ગ્રામ કિ.રૂ. ૬૬,૯૧૦, સોનાની બુટી જોડી -૧ કિ.રૂ. ૭,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦ અને એક હીરો કંપનીની પેશન પ્રો.મોટર સાયકલ કિ.રૂ.૧૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૧૪,૯૧૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ સી.પી.વાઘેલા, પીએસઆઇ એમ.ડી.ગોહિલ તથા જે.ડી.વાઘેલા, પોલીસ કર્મચારીઓ યુવરાજસિંહ રાઠોડ, જીજ્ઞેશભાઈ અમરેલીયા, ઘનશ્યામભાઈ મકવાણા, બહાદુરભાઈ વાળા, જાહીદભાઈ મકરાણી, દશરથસિંહ સરવૈયા, ગોકુળભાઈ કળોતરા, લીલેશભાઈ બાબરીયા, જનકભાઈ હિમાસીયા, તુષારભાઈ પાંચાણી, હરેશભાઈ કુવારદાસ, ભાવિનગીરી ગૌસ્વામી, શિવરાજભાઈ વાળા, યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.

Comments

Popular posts from this blog

રાજુલા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હેતલબેન એ. કામળીયા દ્વારા ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને સ્થાનિક ખેડૂતોના હિત માટે રજૂઆત કરવામાં આવી છેrajula news

पहलगाम आतंकी हमले पर डॉ. पवन सिन्हा 'गुरुजी' का क्षुब्ध संदेश:* News flash