સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ માં 1000થી વધુ ફુલઝાડ અને ઔષધીય રોપાઓનું વિના મૂલ્યે વિતરણ
સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ માં 1000થી વધુ ફુલઝાડ અને ઔષધીય રોપાઓનું વિના મૂલ્યે વિતરણ તથા ફુલઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ 6 જુલાઇ ને સોમવારે સાંજે 5=30 વાગ્યે કરવામાં આવશે. આ તકે ગાદીપતિ પુજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 મહંત શ્રી ભરતબાપુ એવંમ અલ્પેશ બાપુ ના સાનિધ્ય માં મોવિયા ગામ ના ,રાજકીય આગેવાન શ્રીઓ,પુજનીય સંતો મહંતો ના સાનિધ્ય માં દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવશે. ગોંડલ વન વિભાગ મોવિયા ગામ પંચાયત ના ખાસ સહયોગ થી આ આયોજન કરવામાં આવે છે. તેમજ રોપા મેળવનાર તમામ માટે અલાયદી ખાસ અલગ પ્રકારની ની બેઠક વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 16વર્ષ થી આ જગ્યા માં દર ચોમાસે રોપાઓનું વિના મૂલ્યે વિતરણ થતું રહ્યું છે.આ તકે પર્યાવરણ પ્રેમીઓ ખાસ હાજર રહી આ ક્રાયકમમા આહુતી આપી, ગામના લોકોને પ્રકૃતી નુ જતન થાય અને વધુ માં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યે ની આપણી જવાબદારી પુર્ણ નીષ્ઠાથી નીભાવવી જોઇએ એવો શુભ સંદેશ આપશે. આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે વૃક્ષો ની જાળવણી મહત્વપુર્ણ છે. પર્યાવરણ ના જતન માટે વૃક્ષો નું વાવેતર જરુરી છે.કલાઇમેન્ટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ ની અસરો ઓછી કરવા માટે વૃક્ષો નું વાવેતર અતી આવશ્યક છે.ઓછા વૃક્ષ ના કારણે હવા જળ જમીન ત્રણેયમા પ્રદુષણ નું સ્તર વધે છે. વરસાદ નું પ્રમાણ ધટે અથવા અનીયમીત થાય છે. ખેતીની જમીન ધટે ઉત્પાદન ધટે, વૃક્ષ ઓક્સિજન નો મુખ્ય સ્ત્રોત છે.જો વૃક્ષની સંખ્યા ધટૈ તો ઓક્સિજન ધટે. એક સમરુધ્ધ આનંદપુર્ણ અને શાન્તિપુર્ણ ભવિષ્ય માટે પ્રદુષણમુકત સ્વસ્થ ગુજરાત ની ખુબજ જરૂર છે.આપણુ આ ધર પૃથ્વી ને પ્રદુષણ થી બચાવવા માટે સહીયારો પ્રયાસ કરવો ખુબ જરૂરી છે, એના માટે વૃક્ષો વાવો ને ગુજરાત બચવો હરીયાળી ક્રાન્તિ લાવો. પર્યાવરણ ની સમતુલા માટે વૃક્ષો નુ પ્રમાણ ૩૩℅ હોવુ જરૂરી છે, જે ના પ્રમાણમાઁ આપણા ગુજરાતમાં ફકત ૨૧℅ છે જે ખુબ ઓછુ છે. સંત ખીમદાસબાપુ ચૈત્નય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયાધામ દ્વારા અંદાજે અત્યારસુધી માં 16000થી વધુ ફુલ ઝાડ ના રોપા નુ વિનામુલ્યે વિતરણ તથા જુદી જુદી અનેક જગ્યા એ વૃક્ષા રોપણ દ્વારા પર્યાવરણ બચાવવા નો સહીયારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



Comments
Post a Comment