રાજુલામાં સોનમ વાંગચુકના સમર્થનમાં મોરંગી ગામનો યુવાન મેદાને: NEET પેપર લીંક મામલે અનોખો વિરોધ. રાજુલા gujratnewsbvn

રાજુલામાં સોનમ વાંગચુકના સમર્થનમાં મોરંગી ગામનો યુવાન મેદાને: NEET પેપર લીંક મામલે અનોખો વિરોધ
રાજુલા,તા.૨૧ 

દિલ્હીના જંતર-મંતર ખાતે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકના સમર્થનમાં હવે ગુજરાતના યુવાનો પણ આગળ આવ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલા શહેરના આંબેડકર સર્કલ ખાતે એક સ્થાનિક યુવાને હાથમાં પોસ્ટરો લઈને સોનમ વાંગચુકના આંદોલનને પોતાનું નૈતિક સમર્થન જાહેર કર્યું હતું. દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET પેપર લીંક મામલે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સોનમ વાંગચુક દિલ્હીમાં ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.
 આ લડતને વેગ આપવા માટે રાજુલા તાલુકાના મોરંગી ગામના યુવાન મોહિત રાઠોડે અનોખો માર્ગ અપનાવ્યો હતો. આ યુવાન મોહિત રાઠોડ રાજુલાના ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ પર હાથમાં પોસ્ટરો લઈને સવારથી સાંજ સુધી એકધારો ઊભો રહ્યો હતો. આ દ્રશ્ય સ્થાનિક લોકોમાં ભારે આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. યુવાન મોહિત રાઠોડે જણાવ્યું હતું કે, સોનમ વાંગચુક દેશના લાખો વિદ્યાર્થીઓના હક અને ન્યાય માટે આકરી લડત લડી રહ્યા છે. પેપર લીકની ઘટનાઓથી વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી રહ્યું છે. આ હક અને ન્યાયની લડતમાં અમે સંપૂર્ણપણે સોનમ વાંગચુકની સાથે છીએ અને તેમને નૈતિક સમર્થન આપીએ છીએ.

Comments

Popular posts from this blog

રાજુલા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હેતલબેન એ. કામળીયા દ્વારા ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને સ્થાનિક ખેડૂતોના હિત માટે રજૂઆત કરવામાં આવી છેrajula news

पहलगाम आतंकी हमले पर डॉ. पवन सिन्हा 'गुरुजी' का क्षुब्ध संदेश:* News flash