સુરેન્દ્રનગર જીલ્લામાં ઐતિહાસિક વારસો ધરાવતી જગ્યા એટલે વચ્છરાજ બેટ.//એસ એસ ન્યૂઝ //13/09/20//
સુરેન્દ્રનગર જીલ્લામાં ઐતિહાસિક વારસો ધરાવતી જગ્યા એટલે વચ્છરાજ બેટ
ઝીંઝુવાડા ગામમાં આવેલ વચ્છરાજદાદાના સ્થાનકમાં જયારે આ જગ્યા ઉપર નાતજાતના ભેદભાવ વગર ભાવિકો આવે છે અને માથુ ટેકાવી અને ઈતિહાસ ગવાહી આપતો હોય એવો અહેસાસ અનુભૂતી આજે પણ ભાવિકો કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વચ્છરાજ બેટ રણમાં આવેલ જગ્યાનો ઐતિહાસિક વિગતો જાણવા મળી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા વચ્છરાજ બેટ રણ આવેલ છે. આ જગ્યામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વિર વચ્છરાજ દાદાનું મંદિર પણ આવેલું છે. આ રણમાં જયારે માનવીને શોધવા છતા છાયડો ન મળે પીવા માટે પાણી પણ ન મળે એવા આ સ્થાનકમાં દુર્ગમરણમાં પાણીની અછત વચ્ચે પણ અહીની ધરતી ધરામાંથી મીઠું પાણી આપમેળે બહાર આવે છે જે પણ ચોવીસ કલાક આ ધરા મીઠા પાણી આપી રહી છે અને વળી આ જગ્યામાં પાંચ હજારથી પણ વધુ ગૌવંશનો નિભાવ પણ થઈ રહ્યો છે. આ જગ્યા ઉપર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આ જગ્યા ઉપર આવતા હજારો યાત્રાળુઓની માટે પુરતી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આ જગ્યા ઉપર ગૌમાતાના રક્ષણ માટે વછરાજ સોલંકી એ પ્રાણનું બલીદાન આપ્યુ છે. આ જગ્યા રળીયામણી અને રમણ્ય વાતાવરણ વચ્ચે ભાવિકોના મનમોહક મનની શાંતિ માટે જગ્યા એક પ્રવાસનું સ્થાનક બની ગઈ છે.
ડેરીના ઓટલા પર કાન મુકતા સંભળાય છે ઢોલીનો ઢબુકતો ઢોલ ગૌરક્ષા માટે ઢોલીએ પણ બલીદાન આપેલું
સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા ગામ પાસે આવેલ વચ્છરાજ સોલંકી એ બલીદાન આપ્યુ જેની ગાથા આજે પણ જીવીત છે. આ મંદીરની બાજુમાંજ હિરાઢોલીની એક દેરી આવેલી છે. વચ્છરાજ સોલંકીના બલીદાન સાથે દેવલભાઈ પુનાબા અને હિરાઢોલી એ પણ અર્પણ કર્યા હતા. વચ્છરાજ સોલંકીની રતનઘોડી અને મોતી નામના શ્ર્વાને ઝુરી ઝુરીને જીવ દીધા હતા. આ એક લોક માન્યતા રહેલી છે. હિરાઢોલીની ડેરી આજે પણ ત્યાંજ આવેલી છે. આ દેરીના ઓટલા ઉપર સાચા દિલથી કાન જો રાખવામાં આવે તો ઉંડાણથી ઢોલ વાગતો હોય એવી અનુભૂતીનો અહેસાસ આજે પણ શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે. વિર વચ્છરાજ સોલંકીના આરણમાં સુપ્રસિદ્ધ મંદીરે આવતા અનેક ભાવિકો આજે પણ આ હિરાઢોલીના ઢોલના ધબકારા આ રીતે કાન માંડીને સાંભળી રહ્યા છે.
રિપોર્ટર - અશોકભાઈ સોલંકી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*ભાવનગર જિલ્લાના દરેક ગામ સુધી પહોંચતું એકમાત્ર ન્યુઝ સૌરાષ્ટ્ર સેતુ સમાચાર માં જાહેરાત આપવા માટે સંપર્ક કરો*
*નમસ્કાર મિત્રો....🙏*
*જન્મ દિવસની શુભકામનાઓ,મૃત્ય નોંધ,તમારાં ધંધા કે નવા સોપાનની જાહેરાત આપવા માટે નીચે આપેલા નંબર નો સંપર્ક કરો...*
*સૌરાષ્ટ્ર સેતુ ન્યુઝ માં ગુજરાતના દરેક તાલુકા અને જિલ્લા માં રીપોર્ટર ની નિમણૂક કરવાની હોવાથી ઉત્સુક યુવક યુવતીઓ નીચેના નંબર પર સંપર્ક કરો*
*અને વ્યાજબી ભાવે તમારા ધંધાની જાહેરાત દેવા માટે બહોળું નેટવર્ક ધરાવતું એકમાત્ર ન્યુઝ*
તંત્રી :- મયુર ભાઈ જાની 9510713838
સહ તંત્રી :- મૂળશંકર જાળેલા 9714213028
Comments
Post a Comment