Gujarat news bknews bsnews 26/04/2025



 Gujrat news update 

પ્રા આ કેન્દ્ ભુંભલી દ્વારા મેલેરીયા દિવસની ઉજવણી-------------------------------------તારીખ 25 એપ્રિલ, 2025ને શુક્રવારના રોજ 'વિશ્વ મેલેરિયા દિવસ'ની ઉજવણી અંતર્ગત 'શ્રી આદર્શ વિદ્યાલય' ગામ- કોળીયાક ખાતે વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ. 
જેમાં પ્રા.આ.કેન્દ્ર ભુંભલીમાંથી આરોગ્ય કર્મચારી શ્રી મૌલિકભાઈ જોશી અને શ્રી એમ.યુ.મન્સૂરીભાઇ હાજર રહેલ તથા શ્રી આદર્શ વિદ્યાલયમાં ફરજ બજાવતા શિક્ષકો શ્રી અનિષાબેન લોંડિયા, કોકીલાબેન મહેતા, કાનુબેન જેઠવા, રાહુલભાઈ ગોહેલ, શિલ્પાબેન પરમાર, પૂજાબા ગોહિલ વગેરે દ્વારા ખૂબ જ સારો સહકાર આપવામાં આવેલ.




ધોરણ ૬, ૭ અને ૮ના કુલ ૯ બાળકોએ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ.
તેમાંથી પહેલો નં. રાઠોડ જાનવીબેન રમેશભાઈ ધો.૮, બીજો નં. મકવાણા તન્વીબેન નિતેશભાઇ ધો.૭ અને ત્રીજો નં. બારૈયા પૂજાબેન રસિકભાઈ ધો.૬ ને પ્રા.આ. કેન્દ્ર - ભુંભલીના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રોત્સાહનરૂપી ઇનામ વિતરણ કરવામાં આવેલ અને મેલેરિયા રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.
કાર્યક્રમના અંતે 'શ્રી આદર્શ વિદ્યાલય' તરફથી બંને આરોગ્ય કર્મચારીશ્રીઓ ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ.








Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn