Gujratnews media bknews 28:1:2025



 

આરોગ્ય તંત્ર ભાવનગર અને નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા ઓછાં વજન વાળા સગર્ભા માતા નાં સુપોશિત માતા અભીયાન ને જબ્બર સફળતા.



ગાંધીનગર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની મિટિંગમાં અગ્ર સચિવ શ્રી ધનંજય  દ્વિવેદી ની સૂચના થી ભાવનગર ના મુખ્ય જિલ્લા આરોગય અધિકારી ડો ચંદ્રમણી પ્રસાદ આરસી એચ ઑ ડોક્ટર કોકિલાબેન સોલંકી ની સૂચનાથી નોંધાયેલી સગર્ભા માતા પૈકી જેમનું વજન હાલ 36 કિલો કરતાં ઓછું છે તેના બાળકો જે જન્મે તે ઓછા ઓછા વજનવાળા જન્મે અને રોગપ્રતિકારક શક્તિ તેની ઓછી હોય તે તેના પરિવાર અને અને સમાજ માટે ભારરૂપ બનતા હોય છે તેને નિવારવા માટે તેની સમીક્ષા કરવામાં આવી અને તે માતાઓને પોષણયુક્ત આહાર કઈ રીતે પહોંચે તેનું સંકલન થાય તેવું આયોજન હાથ ધરાયું જેમા આ સુખડી વિતરણ માટે આરોગ્ય ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ સ્વેચ્છિક ભંડોળ ઊભો કરી અને આ માતાઓને પોષણ મળી રહે તેઓ પ્રેરણાદાયક પ્રયાસ જિલ્લા પંચાયત ભાવનગર આરોગ્ય શાખા તરફથી કર્યોઅને તેમા સેવાકીય કાર્ય કરતી સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર નું સંકલન કરી દાતા માંટે આયોજન અને કર્મચારી નો સહયોગ લેવાઇ રહ્યો છે આમ ભાવનગર જિલ્લા દ્વારા પ્રેરણાદાયક પ્રયાસ કરવામાં આવ્યો તો આ સેવાકિય કાર્યમાં સહયોગી થવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચંદ્રમણી પ્રસાદ દ્વારા જાહેર અપીલ કરાય અને જિલ્લા ભરમાં લોક આગેવાનો ધારા સભ્યો તેમજ આરોગ્ય કર્મચારી દ્વારા સુખડી વિતરણ ચીકી 3 ઓક્ટોબર થી જિલ્લા ભર માં જેસર ગારિયાધાર પાલીતાણા શિહોર ઉમરાળા તળાજા વલ્લભીપુર મહુવા ભાવનગર ઘોઘા માં ઓછાં વજન વાળા સગર્ભા માતા ને દર 10 દિવસે પોષણ યુક્ત કીટ અને સુખડી અને ચીકી આપવામાં આવી જેમાં 88ઓછાં વજન વાળા બહેનો પૈકી 47 સગર્ભા માતા ની પ્રસૂતિ થયેલ જેમાં 4 ઓછાં વજન વાળા બાળકો જન્મેલ અને તેની પણ તબિયત સારી છે આમ આ ઝુંબેશ થી ઓછાં વજન વાળા બાળકો ઘટાડવામાં જબ્બર સફળતા મળી છે 47ડિલિવરી પૈકી 36 ડિલિવરી નોર્મલ થયેલ છે 11ડિલિવરી સીજે યરીયન થયેલ છે 22 ડિલિવરી સરકારી સંસ્થા માં થયેલ બાકી ની 25 ડિલિવરી ખાનગી સંસ્થા મા થયેલ આ તમામ 47 માતા ઓ હાલ તંદુરસ્ત અને સુરક્ષિત છે આમ સરકારી તંત્ર લોક ભાગીદારી સેવા કીય સંસ્થા નાં સંયુક્ત પ્રયાસો થી આ અભિયાન જબ્બર સફળતા મળી છે


Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn