Bhavenakaltak 15/1/25

 Bhavena kaltak


ભાવનગર જિલ્લા કક્ષાના ૭૬ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીસિહોર ખાતે કરવામાં આવશે

૦૦૦૦૦૦

જિલ્લા કલેકટર શ્રી આરકેમહેતાની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનનીઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ

૦૦૦૦૦૦













રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની ૭૬ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનાસિહોર ખાતે કરવામાં આવનાર હોય  અંગે જિલ્લા કલેકટર શ્રી આરકેમહેતાનાઅધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

 

કલેકટર કચેરી ખાતે મળેલી  બેઠકમાં પ્રજાસત્તાક પર્વના અનુસંધાને યોજાતાસાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ બાબતે પરામર્શકરવામાં આવ્યો હતો બેઠકમાં ધ્વજ વંદન માટેના મિનિટ ટુ મિનિટ એટલે કે સમગ્રકાર્યક્રમની રૂપરેખા ઘડવા માટે ચર્ચા કરવામાં આવી હતીકલેકટરશ્રીએ પ્રજાસત્તાક દિનનીજિલ્લાકક્ષાની ઉજવણી ગરીમામય માહોલમાં યોજાઈ તે માટે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પૂર્વઅનુભવોને ધ્યાને લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતીરાષ્ટ્રીય પર્વનીઉજવણીમાં પ્રજાજનો પણ ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવીહતી.

 

 બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી  ડીએમસોલંકીનિવાસીઅધિક કલેકટર શ્રી એનડીગોવાણીરિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝઅધિક કલેક્ટરશ્રી ડી.એન.સતાણીજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જયશ્રીબેનજરૂસિહોર પ્રાંત અધિકારીશ્રી ભૂમિકાબેન વાટલીયા  સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિતરહ્યા હતા.

૦૦૦૦૦૦

કૌશિક શીશાંગીયા

સમાચાર સંખ્યા : ૦૪

ભાવનગર જિલ્લાકક્ષા-મહાનગરપાલિકાકક્ષાએ કલા મહાકુંભસ્પર્ધાનું આયોજન

૦૦૦૦૦૦

શિશુવિહાર સંસ્થાભાવનગર ખાતે તા.૧૬-૧૭ જાન્યુઆરીએ‌ જિલ્લાકક્ષા(ગ્રામ્યસ્પર્ધા તેમજ તા.૧૮ અને ૧૯મી જાન્યુઆરીએ મહાનગરપાલિકાકક્ષા(શહેરસ્પર્ધા‌ યોજાશે

૦૦૦૦૦૦

વિવિધ ૨૩ સ્પર્ધા યોજાશે : કાર્યક્રમ અંગેની માહિતી dydobvr.blogspot.com પરથી મળી રહેશે

૦૦૦૦૦૦

રમત ગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિકપ્રવૃત્તિઓગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર-ભાવનગરની રાહબરી હેઠળ જિલ્લાયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીભાવનગર સંચાલિત કલા મહાકુંભ જિલ્લાકક્ષાઅને મહાનગરપાલિકાકક્ષાએ અલગ અલગ સ્પર્ધા યોજાશે.

 

 સ્પર્ધા  થી ૧૪ વર્ષની વયજુથ૧૫ થી ૨૦  વર્ષની વયજુથ૨૧ થી ૫૯ વર્ષનીવયજુથવયજુથની કુલ ૨૩ સ્પર્ધાનું આયોજન થનાર છેજિલ્લાકક્ષા અનેમહાનગરપાલિકાકક્ષાએ સુગમ સંગીતસમુહગીતલગ્નગીતલોકગીત/ભજનગરબારાસલોકનૃત્યએકપાત્રીય અભિનયતબલાહાર્મોનિયમ(હળવું)ભરતનાટ્યમવકતૃત્વચિત્રકલાનિબંધલેખનસ્કુલબેન્ડલોકવાર્તાદુહા-છંદ-ચોપાઈકથ્થકકાવ્યલેખનગઝલ શાયરી લેખનસર્જનાત્મક કારીગરીશાસ્ત્રીય કંઠય સંગીતઓરગન સ્પર્ધાઓનુંઆયોજન થશે

 

જેમાં ભાવનગર (ગ્રામ્યજિલ્લાકક્ષા સ્પર્ધાનું આયોજન તા.૧૬/૦૧/૨૦૨૫ થી ૧૭/૦૧/૨૦૨૫ દરમ્યાન શિશુવિહાર સંસ્થાશિશુવિહાર સર્કલભાવનગર ખાતે યોજાશેજ્યારેભાવનગર (શહેરમહાનગરપાલિકાકક્ષા સ્પર્ધાનું આયોજન તા.૧૮/૦૧/૨૦૨૫ થી ૧૯/૦૧/૨૦૨૫ દરમ્યાન શિશુવિહાર સંસ્થાશિશુવિહાર સર્કલભાવનગર ખાતે અને સ્કૂલબેન્ડનીસ્પર્ધા તા.૧૮/૦૧/૨૦૨૫ના રોજ ક્રાઈસ્ટ સ્કૂલચિત્રાભાવનગર ખાતે યોજાશે.

 

ઝોન/તાલુકાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધક/ટીમોએ અને સીધીમહાનગરપાલિકાકક્ષા/જિલ્લાકક્ષા સ્પર્ધાના પ્રવેશપત્ર કચેરીએ જમા કરાવેલ સ્પર્ધક/ટીમોએ સ્પર્ધાનું સમયપત્રક નીચેના બ્લોગ એડ્રેસ પરથી મેળવીને સ્પર્ધા શરૂ થવાના ૩૦મિનિટ પહેલા સ્પર્ધા સ્થળે પહોચી જવાનું રહેશેજિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએપ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધક/ટીમ સૌરાષ્ટ્ર ઝોન (પ્રદેશકક્ષાસ્પર્ધામાં ભાગ લેવા જશેવિગતવાર કાર્યક્રમ અંગેની માહિતી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીભાવનગરના બ્લોગ એડ્રેસ dydobvr.blogspot.com પરથી જાણી શકાશેતેમજિલ્લાયુવા વિકાસ અધિકારીશ્રીભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

૦૦૦૦૦૦

સુનિલ મકવાણા

સમાચાર સંખ્યા : ૦૪

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરકઉપસ્થિતિમાં ભાવનગરમાં શેત્રુંજી સિંચાઇ યોજનાનું પાણી છોડાયું

૦૦૦૦૦૦

શેત્રુંજી ડેમના ડાબા તથા જમણા કેનાલ મારફતે  ભાવનગરના પાલીતાણાતળાજામહુવા અને ભાવનગરની સાથે ઘોઘા તાલુકાના ૧૨૨ ગામોમાંસિંચાઇનું પાણી આપવામાં આવશે

૦૦૦૦૦૦

આગામી એપ્રિલ મહિના સુધીમાં  ૧૧,૫૫૦ હેક્ટર  જમીનને પિયતનો  પૂરતોલાભ અપાશે

૦૦૦૦૦૦

ભાવનગર જિલ્લાના ખેડૂતોને રવીઉનાળું પિયત માટે મહત્તમ  પાણી મળી રહે તે માટેઆજરોજ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શેત્રુંજીસિંચાઇ યોજના દ્વારા નહેર વાટે પાણી છોડવામાં આવ્યું હતું

 

અત્રે  નોંધનીય  છે કેશેત્રુંજી સિંચાઇ યોજનામાંથી રવીઉનાળું સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું છેશેત્રુજ્ય ડેમના ડાબા તથા જમણા કેનાલ મારફતે  ભાવનગર જિલ્લાનાપાલીતાણાતળાજામહુવા અને ભાવનગરના ચાર તાલુકાની સાથે ઘોઘા તાલુકાના ૧૨૨ગામોમાં સિંચાઇનું પાણી આપવામાં આવશે પાણી આગામી એપ્રિલ મહિના સુધી૧૧,૫૫૦ હેક્ટર  જમીનને આપી  પિયતનો  પૂરતો લાભ આપવામાં આવશે.   

  

 વેળાએ  તળાજાના ધારાસભ્યશ્રી ગૌતમભાઇ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા,સિંચાઇ વિભાગના કાર્યપાલક  ઇજનેરશ્રી આશિષભાઇ બાલધિયાશ્રીભગીરથસિંહ સરવૈયાશ્રી રાજપાલસિંહ સરવૈયાશ્રી શીવાભાઇ ચૌહાણતાલુકાપંચાયતના સભ્યશ્રીઓ સહિત સિંચાઇ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિતરહ્યાં હતાં.

૦૦૦૦૦૦

સુનિલ મકવાણા


Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn