નવા વર્ષના પ્રથમ દિવસે ભાવનગર જીલ્લા પોલીસને મળી મોટી સફળતા...

નવા વર્ષના પ્રથમ દિવસે ભાવનગર  જીલ્લા પોલીસને મળી મોટી સફળતા...
  ગુજરાત રાજયના ડી.જી.પી સાહેબ શ્રીના ઓએ ગુમ થયેલ બાળકોને તરતજ શોધી કાઢવા માટે સુચના આપેલ હોય તેમજ ભાવનગર રેન્જ ડી.આઇ.જી શ્રી.અશોક કુમાર યાદવ સોહબ નાઓએ પણ ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અંતરગત ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબના ઓની સીધી દેખરેખ નીચે તેમજ પાલીતાણા ડીવાય.એસ.પી શ્રી.આર.ડી.જાડેજા સાહેબના માર્ગદશન હેઠળ શીહોર પોલીસ સ્ટેશનમા ગુમ થયેલ બાળકને ૪૮ કલાકમા શોધી કાઢી તેના માતા-પિતાને  સુપ્રત કરેલ છે. 
  તા.૩૦/૧૨/૨૦ના રોજ ફરીયાદી દિનેશભાઇ ઉર્ફે મુન્નાભાઇ ફરીયાદ લખાવેલ કે પોતાનો દીકરો અર્જુન ઉવ.૧૩ નો પોતાના ઘર પાસેથી ગુમ થયેલ હોય જે બાબતે શીહોર પો.સ્ટે ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબનો ગુન્હો દાખલ કરી તપાસ દરમીયાન અલગ અલગ ટીમ બનાવી તેને શોધી કાઢી ગુમ થનાર અર્જુનને તેના માતા-પિતાને સોંપી આપેલ છે.
  આ સમગ્ર કામગીરીમા એલ.સી.બી પી.આઇ શ્રી.વી.વી. ઓડેદરા સાહેબ તથા એલ.સી.બી પી.એસ.આઇ શ્રી.એન.જી જાડેજા સાહેબ તથા તથા એસ.ઓ.જી પી.આઇ શ્રી.કે.બી.જાડેજા સાહેબ તથા શીહોર પી.આઇ શ્રી.કે.ડી.ગોહીલ સાહેબ તથા એલ.સી.બી પોલીસ સ્ટાફ તથા શીહોર પોલીસ સ્ટાફના માણસો અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા કુલદીપસિંહ ગોહીલ તથા જીતેન્દ્રસિંહ ઝાલા તથા રણજીતદાન ગઢવી તથા કીરીટભાઇ સોરઠીયા તથા જગતસિંહ ગોહીલ તથા અનીરૂધ્ધસિંહ ડાયમા તથા શકતિસિંહ સરવૈયા એ રીતેના માણસો જોડાયા હતા

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn