ssnews bvn ૧૪/૦૯/૨૦ સમય.૧.૧૦ am
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
વન્યપ્રાણી શેળો નો ગેરકાયદેસર વેપાર કરતા ઈસમો ઝડપાયા અંધશ્રદ્ધા મા આવી વેપાર કરતા 5 ઈસમો ફોરેસ્ટ વિભાગે પકડી પડ્યા વન્ય પ્રાણી શેળા નો તાંત્રિક વિધિ કરવા વેપાર કરતા ઈસમો ઝડપાયા મહુવા ફોરેસ્ટ ઓફિસરે 5 ઈસમો ને પકડી કાયદેસર ની કાર્યવાહી કરી
પત્રકાર રાજકુમાર પરમાર મહુવા
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ભાવનગર ના નવા dysp વિશે .
ભાવનગર ના dysp તરીકે ગુજરાત ના સૌથી નાની ઉંમર ના IPS માત્ર 22 વર્ષ ના એવા સફીન હસન સાહેબ ની નિમણૂક..
રિપોર્ટ. મૂળશંકર જાળેલાં.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
*એક ટેબલેટ તથા બાવીશ મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૩૮,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર*
ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથાએલ.સી.બી.સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખ્ત સુચના આપેલ.
આજરોજ ભાવનગર એલ.સી.બી. સ્ટાખફનાં માણસો પોલીસ ઇન્સ શ્રી ની સુચના મુજબ ગારીયાઘાર પોલીસ સ્ટેશન વિસ્તાટરમાં ચોરીનાં અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ગારીયાધાર વાલમ સ્કુલ પાસે પંહોચતા *પો.કોન્સ. શક્તિસિંહ જે. સરવૈયાને* બાતમીરાહે હકીકત મળેલ કે પરવડી ગેઇટ પાસે એક ઇસમ ઉભો છે. અને તેની પાસે બીલ વગરના મોબાઇલ ફોન છે અને તે વેચવા માટે આવવાનો છે. તેવી ચોક્કસ બાતમી મળતા પરવડી ગેઇટ પાસે આવતા બાતમી વાળો ઇસમ મળી આવતા જેનું નામ સરનામું પુછતા *રમેશભાઇ કાળુભાઇ મકવાણા જાતે કોળી ઉવ-૩૬ રહે. હાલ-ખસીયા શેરી,પરવડી તા-ગારીયા ધાર મુળ વતન- પીથલપુર તા- પાલી તાણા જી.ભાવનગર* વાળો હોવાનુ જણાવતા મજકુર પાસે એક કાળા કલરની થેલી માંથી નિચે મુજબના એક ટેબ્લેટ તથા સાદા અને એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ
(૧) એક લેનોવા કંપની નું ટેબ્લેટ.કિ.રૂ. ૩૦૦૦/-
(ર) એમ.આઇ.કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦૦/-
(૩) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ. ૬૦૦૦/
(૪)ઓપો કંપનીનો ફોન કિ.રૂ.૬૦૦૦/-
(૫)એમ.આઇ.કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦૦/-
(૬) ઇન્ટેક્સ કંપનીનો ફોન કિ.રૂ.૩૦૦૦/-
(૭) જીઓની કંપનીનો ફોન કિ.રૂ.૧૦૦૦/-
(૮) માઇક્રોમેક્સ કંપનીનો ફોન કિ.રૂ.૧૦૦૦/-
(૯) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૧૦૦૦/-
(૧૦) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૧) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૨) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૩) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૪) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૫) જિઓ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૬) સેમસંગ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૭) ઇન્ટેક્સ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૮) ઇન્ટેક્સ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૧૯) ટેમ્બો કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૨૦) ટેમ્બો કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦/-
(૨૧) માઇક્રોમેક્સ કંપનીનો ફોન કિ.રૂ ૫૦૦/-
(૨૨)એમ.જે.કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦
(૨૩) ક્યુ ટેલ કંપનીનો ફોન કિ.રૂ.૫૦૦
ઉપરોક્ત તમામ મોબાઇલ ફોનના તથા ટેબ્લેટ ના બીલ તથા આધારપુરાવા રજુ નહી કરતા મજકુરે ટેબ્લેટ તથા મોબાઇલ ફોન ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવેલ હોય. *કુલ કિ.રૂ ૩૮,૦૦૦/નો* મુદામાલ શકપડતી મિલકત ગણી તપાસના કામે કબ્જે કરી મજકુરની પુછપરછ કરતા તેણે ઉપરોકત ટેબ્લેટ તથા તમામ મોબાઇલ ફોન સિહોરથી પાલી તાણા ખાતે રૂપિયા માંગવા માટે આવતા ઘુપ વાળા ફકીર પાસેથી તથા પાલીતાણા મા ખાતેથી ચોરી કરેલાનું જણાવેલ છે. અને મજકરુ ઇસમને ગારીયાઘાર પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ શ્રી ને આગળની તપાસ માટે સોપી આપેલ છે.
*આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ તિરૂણસિંહ સરવૈયા તથા પો.કોન્સ.શકિતસિંહ સરવૈયા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.*
રિપોર્ટ=ચિરાગ જાની
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
✍️ *વાવ તાલુકા ના બિયોક ગામે ધરણીધર ગૌશાળા આશ્રમ ખાતે ધેનુ ધરતી સેવા સત્સંગ કાર્યક્રમ યોજાયો, પથમેડા થી દત્તશરણાનંદ મહારાજ રહ્યા ઉપસ્થિત*
વાવ તાલુકા ના બિયોક ગામે મીઠાં થરાદ હાઇવે અને નર્મદા કેનાલ ની બાજુમા આવેલી ગૌશાળા જે ધરણીધર ગૌસેવા આશ્રમ નું સુંદર મજાનું નિર્માણ પામેલ છે જે ગૌશાળા ખાતે આજે ધેનુ ધરતી સેવા સત્સંગ કાયૅક્રર્મ રાખવામાં આવેલ ખરેખર આજે આપણે ગાય માતા ને રખડતી મૂકી દીધી છે ત્યારે ધરતી માતા અને ગૌ માતા એક સિકા ની બે બાજુ છે ત્યારે ગાયનું મહત્વ સમજાય ખેતી માં પણ ગાય નું ખુબજ મહત્વ છે, માટે આ સુંદર મજાનું આ કાર્યક્રમ નું આયોજન બિયોક ગ્રામજનનો તરફથી કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ આ કાર્ય ની વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વગેરે ના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂવાત કરવામાં આવેલ ગૌશાળા માં સેવા આપતાં ગૌસેવક તેમજ દાતા શ્રી ઓ નું સન્માન કરવમાં આવેલ ત્યાર બાદ ભુજ થી મનોજભાઈ સોલંકી એ ગાયો આધારિત ખેતી વિશે સમજ આપી હતી ત્યાર બાદ પથમેડા થી પધારેલા મહારાજ દત્તશરણાનંદ બાપજી એ ગાયનું મહત્વ સમજાવ્યું હતું આપ્રસંગે બનાસ ડેરી ના ચેરમેન અને પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી એ જણાવ્યું કે બનાસ ડેરી આ દેશી કાંકરેજ ગાય માટે સંપૂર્ણ મદદ કરે, થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહભાઈ એ પણ બનતી મદદ ની ખાત્રી આપી હતી આપ્રસંગે વિવિધ દાતશ્રી ઓ દાનની સરવાણી કરી હતી શંકરભાઇ 5 લાખ દાન જ્યારે વાવ ધારાસભ્ય ગેનીબેન પોતાની ગ્રાન્ટ માંથી 3 લાખ ની જાહેરાત કરેલ તેમજ લોકડાઉન વખતે ગામના દાતા વિહાજી રાજપૂત દ્વરા હરહમેશ ની જેમ 2 લાખ ની મદદ કરેલ આમ આ કાર્ય ને સોસીયલ ડીસન્ટ રાખી કરવામાં આવેલ આ કાર્ય માં ધર્મપ્રેમી જનતા વાવ થરાદ તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહેલ,
અહેવાલ. બાબુભાઇ ઠાકોર વાવ થરાદ બીકે
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મહુવા માર્કેટ યાર્ડમાં લોકોને ફરજીયાત માસ્ક પહેરવા જાહેર જાણ
આથી મહુવા માર્કેટ યાર્ડમાં કામકાજ અર્થે આવતા સર્વો ને જાહેરજાણ કરવામાં આવે છે કે કોરોના નાં કેસો યાર્ડમાં પણ આવેલ હોય આથી તા.14/09/2020 સોમવાર થી નીચે મુજબ કડક અમલવારી કરવામાં આવશે. કોઈપણ ખેડૂત માસ્ક પહેર્યા વગર જણાશે તો તુરંત યાર્ડ બહાર કાઢવામાં આવશે. કોઈપણ મજૂર માસ્ક પહેર્યા વગર જણાશે તો એક માસ સુધી યાર્ડ માં પ્રવેશ બંધી કરવામાં આવશે. કોઈપણ વેપારી માસ્ક પહેર્યા વગર જણાશે તો ત્રણ માસ સુધી યાર્ડ પ્રવેશ બંધી કરવામાં આવશે. આ સિવાય સરકાર શ્રી તરફ થી કરવામાં આવતો દંડ અલગ રહેશે.
વી.પિ.પાંચણી(સેક્રેટરી યાર્ડ મહુવા)
પત્રકાર રાજકુમાર પરમાર મહુવા
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આજ રોજ મહુવા નિ "નેચર એન્ડ વાઇલ્ડ લાઈફ ફાઉનડેશન" ના સભ્યો તેજસભાઇ ગુજરીયા તેમજ મયુરભાઈ સાંખટ દ્વારા રાધેશ્યામ મંદિર માંથી સિસોટી બતક (whisling duck) નર્ અને માદા તેમજ તેનાં ૭ સાત બચ્ચા નું રેસક્યું કરી બાદ માં નીતીશ બાંભણીયા તથા રાકેશ ભાલીયા સાથે મળી ને મહુવા માલણ બંધરા માં મુક્ત કરવામાં આવેલ છે.
પત્રકાર રાજકુમાર પરમાર મહુવા
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સૌરાષ્ટ્ર સેતુ ન્યૂઝ પેપર ભાવનગર
તંત્રી. મયુર ભાઈ જાની
૯૫૧૦૭૧૩૮૩૮
ઓનલાઇન ન્યૂઝ મેળવવા તેમજ આપવા સંપર્ક કરો.
અમારા ન્યૂઝ પેપર મા રિપોર્ટર બનવા સંપર્ક કરો.
અમારા ન્યૂઝ પેપર તેમજ સોશીયલ મીડીયા માં જાહેરાત આપવા સંપર્ક કરો.
૯૫૧૦૭૧૩૮૩૮.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
Post a Comment