દિલદાર જિંદગી જીવવાની મિસાલ એટલે ભિખા દાદા

*દિલપચ્ચ જીદગી જીવવાની મિસાલ એટલે ૧૦૯વર્ષ ના ભીખાદાદા*

*જીવનમાં અનેક સંઘર્ષ નોટ આઉટ રહેલા દાદા પાંચમી પેઢીના બાળકો સાથે આનંદ લઇ રહ્યા છે*

*આજે એમની મુલાકાત કરી અનેઆ ભાગદોડ વાળી જિંદગી માં અને રાસાયણિક દવા અને ખાતરના ઉપયોગમાં   કોણ જાણે  ક્યારે જીવન ચાલ્યું જાય એ નક્કી નથી આપણે તો આપણા માટે તો પાંચ દાયકા કાઢવા અઘરા બની જશે ત્યારે આજે  વાત કરવી છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સ્માર્ટ વિલેજ વાવડી ની વાવડી ગામે રહેતા 109 વર્ષના દાદાએ દિલ સ્પર્શ જિંદગી જીવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જીવનમાં અનેક સંઘર્ષ બાદ અને દસ દાયકા પછી પણ નોટ આઉટ પહેલા ભીખા દાદા પોતાની પાંચમી પેઢીના બાળકો સાથે બાળક બનીને આણંદ કરી રહ્યા છે*
        
    *ઘોઘા તાલુકાના સ્માર્ટ વિલેજ વાવડી ગામે રહેતા 109 વર્ષના ભીખાભાઈ હરિભાઈ યાદવ નાની ઉંમરમાં ખુબ જ  ચડાવ ઉતાર જોયા છે નાનપણમાં જ માતા અને પિતાનું બંનેનું મૃત્યુ પસી  પોતાની ઉપર આવી પડેલી આફતનો સામનો કરીને  પોતાની બે બહેનો અને એક ભાઈની જવાબદારી સાથે જીવનની દોર  સંભાળી અને જિંદગીના આ સંઘર્ષમાં હજી અધૂરું હોય તેમ વિધાતાએ પોતાના કાકા હીરા કાકાનું અવસાન થયું તેમની બે દીકરીઓની જવાબદારી પણ ભીખાભાઈની ઉપર આવી પડી આવી આફતોનો સામનો કરીને પણ તેઓ સહેજ અચકાયા વગર પોતાની ખેતીવાડી સંભાળીને હિંમત હાર્યા વગર હાર પણ માની ન હતી  અને મુશ્કેલીઓનો સામનો કરતા આગળ વધી એ  સમયમાં અંગ્રેજ સરકાર દ્વારા ચાલતી સાક્ષરતા અભિયાન રાત્રી શાળામાં અભ્યાસ કરવા જતા દિવસે ખેતીવાડી નું કામ કરે અને રાત્રે શિક્ષણ લેતા વિધાતા ને એ પણ મંજૂર ન હોય એમ તેમના નાના ભાઈનું પણ  ટૂંકી બીમારી બાદ તેમનું  મૃત્યુ થયું જીવનમાં આવી પડેલી આફત નો  સામનો કરીને મનને મક્કમ રાખીને તેમણે ઝેરનો ઘૂટડો ગળામાં ઉતારીને પણ  તેમણે મક્કમ પણે પોતાની બે બહેનો અને કાકાની બે બહેનો ના પરવરિશ સાથે પોતાને પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં જીવનની સંઘર્ષની શરૂઆત કરી ચારે બહેનોને પરણાવીને પછી પોતે પણ લગ્ન કર્યા પોતાના લગ્નજીવન દરમિયાન ત્રણ પુત્રો અને એક પુત્રી છે  પુત્રોમાં નારસંગ ભાઈ દોલુભાઈ અને ભાવસિંગભાઈ અને એક પુત્રી બાજુબા છે તેમના આ દીકરા અને દીકરી ના પરિવારમાં અત્યારે ૫૯ વ્યક્તિઓ છે તેમાં એક પુત્ર અને એક પૌત્ર અને એક પ-પૌત્ર અવસાન થયેલ છે આજે પણ તેઓ દસ દાયકા પછી  પણ તેમને શરીરની તંદુરસ્તી અને પોતાની જીવન જીવવાની કળા બંને અડીખમ છે તેઓ આજે પણ વગર  ચશ્મા એ આખું અખબાર રોજ વાંચે છે અને પોતાની વાડીમાં રોજ પાંચથી સાત કિલોમીટર દરરોજ ચાલે છે અગાઉ વાવડી ગામ ના રાજવી પરિવારે પણ તેમની  મુલાકાત લઇ અને  તેમનું સન્માન કરેલ છે તેમજ વાવડી ગામના ઉત્સાહી અને યુવાન મહેન્દ્રસિંહ સરપંચ પણ તેમને ખબર અંતર પૂછવા આવે છે તેમની ટ્રીટમેન્ટ કરવા ભાવનગર ના પ્રખ્યાત ડોક્ટર કિશોર સેઠ ને ત્યાં ચેકઅપ કરાવતા ડોક્ટરે તેમનો શરીર હજી ૪૦ વર્ષના યુવાનો હોય તેવું જણાવ્યું હતું આજે સ્માર્ટ વિલેજ વાવડીમાં તેમનાથી કોઈ વડીલ નથી ત્યારે વાવડી તેમજ આસપાસના ગામડામાં તેમજ  તેમના સગા વ્હાલા  માં ભીખાદાદા તેમજ તેમના પુત્રોનું માનસન્માન  બહોળું છે અને ગામમાં એક વયોવૃદ્ધ વડીલ તરીકે નામના ધરાવે છે આમ ભીખા દાદા એક પુરુષ ધૈર્ય સંયમ સંઘર્ષ સહનશીલતા અને સાહસનો સાહસનું પ્રતીક છે*
     
*અહેવાલ=મૂળશંકર જાળેલા ભાવનગર*

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn