ગુજરાત ન્યૂઝ ભાવનગર
🉑🇮🇳આજ રોજ માન. શિક્ષણ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ સાથેની બેઠકમા ગુજરાત રાજ્યના *ધોરણ 3 થી 12ના ગુજરાતી અને અંગ્રેજી* માધ્યમના તમામ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે કેટલાક નિર્ણય લેવામા આવ્યા.
🉑બાયસેગની વંદે ગુજરાત ચેનલ્સ નં. 1 થી 16 પર *ધોરણ 3 થી 12ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકો માટે કાર્યક્રમો પ્રસારિત કરવામા આવશે* જે ડાયરેકટ ટુ હોમ (ડી.ટી.એચ.) મારફતે ટી.વી.મા જોઈ શકાશૅ. આ કાર્યક્રમ 24×7 ધોરણે પ્રસારિત કરવામા આવશે.
🇮🇳આ ઉપરાંત *જીયો સીમકાર્ડ* ધરાવતા મોબાઇલ ફોનમા *જીયો ટી.વી.* એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી *વંદે ગુજરાત* ચેનલ્સથી પ્રસારીત થતા શૈક્ષણિક કાર્યક્રમ જોઈ શકાશૅ. આ માટે *જીયો ટી.વી.* એપમા કેટેગરીમાં જઇ ઍડ્યુકેશનલ પસંદ કરતા *વંદે ગુજરાત ચેનલ નં 1 થી 16* પર પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો નિહાળી શકાશૅ
🉑વધુમા આ તમામ શૈક્ષણિક કાર્યક્રમ જેમા ધોરણ 3 થી 8 માટે જી.સી.ઈ.આર.ટી.ની યુ-ટ્યુબ ચેનલ GCERT gandhinagar અને ધોરણ 9 થી 12 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યુ-ટ્યુબ ચેનલ GSHSEB Gandhinagar પર ઉપલબ્ધ રહેશે.
આ વ્યવસ્થાનો લાભ લેવા સર્વે વિદ્યાર્થીઓને અનુરોધ છે.
Comments
Post a Comment