ગુજરાત ન્યૂઝ ભાવનગર || ૮/૭/૨૦ ||ભૂદેવ ન્યૂઝ

કોરોના ન્યૂઝ

ગુજરાત હાઇકોર્ટમાં 6 કર્મચારી અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 જણાંનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આગામી ત્રણ દિવસ સુધી હાઇકોર્ટ બંધ રહેશે. જેમાં તારીખ 8, 9 અને 10 જુલાઈ એમ ત્રણ દિવસ હાઇકોર્ટની તમામ કામગીરી બંધ રાખવામાં આવી છે. હાઇકોર્ટની બિલ્ડિંગ સહિત હોલ અને કેમ્પસને પણ સેનેટાઇઝ કરવામાં આવશે. આગામી 8 અને 9 જુલાઈના રોજ આવતી સુનાવણીઓ હવે આગામી 13 અને 14 તારીખ યોજવામાં આવશે. અનલોક અમલથી થાય બાદ રાજ્યમાં દરરોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 778 કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. સારી બાબત એ પણ છેકે 421 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યરસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 37636 થયો છે. જ્યારે મૃત્યુઆંક 1979એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 26744 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.


રિપોર્ટર મયુર જાની ભાવનગર 
સમર્થન ન્યુઝ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા
783
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 
38419
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ
16
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા
569
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા
27313
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા
9111
(૨)
દાહોદ ના 4 પત્રકાર મિત્રો  નો કોરોના પોઝિટિવ આવ્યો 

દિવ્ય ભાસ્કરના પત્રકાર સચિનભાઈ અને ઇરફાનભાઈ અને ગુજરાત મિત્ર ના બે પત્રકાર વિનોદ ભાઈ અને જીગર ભાઈ નો કોરોના પોઝિટિવ આવ્યો છે.

(૩) 
કાલથી રાજકોટ સોનીબજાર સવારે 10થી બપોરે 4 સુધી ખુલી રહેશે : બપોર બાદ સ્વૈચ્છીક બંધ રાખવા જેમ્સ એન્ડ જવેલરી એસો. ની અપીલ 

શહેરમાં વધતા કોરોના સંક્રમણ અને બજાર તેમજ પરિવારના સ્વાસ્થ્યને ધ્યાને લઈને તા. 9 થી તા. 19 સુધી બપોરે 4 વાગ્યા બાદ બજાર બંધ રાખવા અપીલ ....

(૪)
વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો મામલે PI, PSI અને 4 કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો, હત્યાના 3 આરોપી જયેશ, હિતેષ, યોગેન્દ્ર સિંહ સામે કાર્યવાહી, ત્રણેય LRD જવાનોને ફરજ મૌકૂફ કરાયા, હજુ સુધી એક પણ આરોપીની નથી કરાઇ ધરપકડ


Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn